Sunday, 31 January 2021
15 Auguest અને 26 January બંને દિવસે ધ્વજ ફરકાવવામાં શું તફાવત હોય છે ?આપણો રાષ્ટ્રધ્વજ શાન અને ગૌરવનું પ્રતિક છે. દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ઝંડો ફરકાવવામાં આવે છે. પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ થતાં ધ્વજવંદનમાં ફરક હોય છે.આ બંને દિવસે થતાં ધ્વજવંદનના ત્રણ તફાવત વિશે અહીં તમને જણાવીશું.15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજને દંડ પર ઉપરની તરફ ખેંચીને બાદમાં ફરકાવવામાં આવે છે. જેને ધ્વજારોહણ કહે છે. 15 auguest માટે Flag Hoisting જ્યારે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસધ્વજ ફરકાવવા માટે Flag Unfurling શબ્દ વપરાય છે.15 ઓગસ્ટે આયોજિત થતા મુખ્ય કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન સામેલ થાય છે.આ પ્રસંગે પીએમ ધ્વજારોહણ કરે છે. 26 જાન્યુઆરીએ આયોજિત થતાં મુખ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે.સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ લાલ કિલ્લા પર યોજાય છે. અને વડાપ્રધાન ધ્વજારોહણ કરે છે. લાલ કિલ્લા પરથી પીએમ પ્રજાને સંબોધિત કરે છે. તો ગણતંત્ર દિવસે મુખ્ય કાર્યક્રમ રાજપથ પર આયોજિત થાય છે.ગણતંત્ર દિને રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. વડાપ્રધાન દેશના રાજનીતિક પ્રમુખ છે જ્યારે રાષ્ટ્રપતિ બંધારણીય પ્રમુખ છે. દેશનું બંધારણ 26 જાન્યુઆરી 1950થી લાગુ થયું. એ પહેલા દેશમાં બંધારણ ન હતું અને રાષ્ટ્રપતિ પણ નહોતા.26 january ના રોજ દેશ સ્વતંત્ર હતો જ પહેલાથી એટલે ધ્વજારોહણ નથી કરવામાં આવતું કેમ કે ધ્વજારોહણમાં સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજને દંડ પર ઉપરની તરફ ખેંચીને બાદમાં ફરકાવવામાં આવે છે. જેને ધ્વજારોહણ કહે છે
Labels:
જાણવા જેવું
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment