ગાંધીજીને આપણે બાપુના વહાલસોયા નામથી યાદ કરીએ છીએ, કસ્તુરબા નું નામ આવતા આપણા મુખમાંથી "અમારા બા" એવો ઉદગાર ઉમળકા સાથે નીકળે છે. ગાંધીજી મહાન બન્યા તેમાં બા નો ફાળો જેવો તેવો ન હતો. કસ્તુરબા નો જન્મ પોરબંદરમાં સન ૧૮૬૯ના એપ્રિલ માસમાં થયો હતો પિતાનું નામ નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુવર હતું. નાની ઉંમરે ગાંધીજી સાથે છે તેમનું લગ્ન થયેલું. બહુ ઓછા, ભણેલા પણ ઘણા જાણકાર સમજૂ ને સુશીલ. ગાંધીજીની નાની-મોટી બધી વાતમાં તેમને સાથ આપે એ બધી લડતો માં તે હંમેશા મોખરે રહેતા.
એની શરૂઆત થઈ આફ્રિકાથી. ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી. એમાં સ્ત્રીઓને જોડવાનું વિચાર્યું કસ્તુરબાએ પહેલ કરી આ નાનું,,-સૂનુ પગલું ન હતું.
બા જેલમાં તો ગયા, પણ એમણે બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી જો ફળ મળે તો જ ખાવું નહીં તો ભૂખે દેહ પડે તો ભલે. એવો પોતાનો નિશ્ચય એમણે સત્તાવાળાઓને જણાવ્યો. જેલ સત્તાવાળા મક્કમ રહ્યા. એક દિવસ, બે દિવસ ,ત્રણ દિવસ આંબાના નકોડા ઉપવાસ શરૂ થઈ ગયા. જેલ વાળા ઢીલા પડ્યા.પાંચ દિવસને અંતે બા ને થોડા ફળ આપ્યા એટલાથી પેટ પુરું ભરાય એમ ન હતું. પણ બાએ ચલાવી લીધું. આ રીતે ત્રણ મહિનાનું સખત તપ કરી બા જ્યારે જેલમાંથી છૂટયા ત્યારે હાડપિંજર જેવા બની બહાર આવ્યા. આવા હતા ટેકીલા અને ધર્મ પરાયણ આપણાં બા કસ્તુરબા.
આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. આજે એ સાબરમતી આશ્રમ નામે ઓળખાય છે. તે વખતે ત્યાં આશ્રમ ના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી, મકાન પણ બે- ત્રણ. આશ્રમ થી થોડે દુર એક મકાનમાં કેટલાક મજુરો આશ્રમનું કામ કરતા હતા. પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા બે મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈ ભાગી ગયા આથી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા ગાંધીજીએ આશ્રમ ના લોકોને એ કામ સંભાળી લેવા સૂચવ્યું બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા તે ડરામણી જગ્યાએ બા ગયા. બા ને શું કામ આપવું એની મૂંઝવણ તેના વ્યવસ્થાપકને થઈ બાએ કહ્યું "કેમ કામ નથી બતાવતા? ગાયો માટે ગવાર નથી ભરવાના ? અને તેમણે ઘંટી નો કબજો લઈ લીધો નાનકડાં એ નાજુક બાંધાના બાને દળતા જોઈને સૌને ભારે ઉત્સાહ આવ્યો. ને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું .
બાપુજી સેવાગ્રામ હતા અને બા મરોલી ગયા હતા. ત્યાંથી તે આવવાના હતા જે ગાડીમાં તે આવવાના હતા તે સવાર ની ગાડી માં બા આવી શક્યા નહીં. એ ટાપ્ટીવેલી ગાડી સુરત થી આવતી હતી બા સવારે ના આવે એટલે એમને મળવા માટે ખાસ રોકાઈ રહેલી એક બહેને બાપુજી ને સાંજે પૂછ્યું" બા અત્યાર ની ગાડી એ તો આવશે ને? સાંજ ની ગાડી મુંબઈ થઈને આવતી હતી, બાપુજીએ કહ્યું જોબા પૈસાદારોના બા હશે તો અત્યારે આવશે અને ગરીબોના બા હશે તો ટાપ્ટીવેલી મો સવારે અને ખરેખર, બા બીજે દિવસે સવારે જ આવ્યા અને સૌને લાગ્યું કે બા સાથે સાથ ગરીબોના ને લોકોના બા છે.
આવા આપણા બાપુજી ના જીવન સાથી હતા તેમનામાં અખૂટ શક્તિ અને શ્રદ્ધા હતા ૧૯૪૨ની હિંદ છોડોની લડતમાં બાબુજી સાથે પુણેના આગાખાન મહેલમાં કેદી બનીને ગયા. ત્યાં જ 22મી ફેબ્રુઆરી ઈસવીસન ૧૯૪૪ના રોજ એમનો દેહ પડ્યો. આજે એ સ્થળ ભારત પવિત્ર તીર્થ સ્થળ બન્યું છે.
સાભાર----ધોરણ -૪
ગુજરાતી પાઠ્યપુસ્તક
No comments:
Post a Comment