સંત એકનાથ
(ગતાંક નું ચાલુ)
ગુરુ પ્રસન્ન થયા
જનાર્દન સ્વામીએ એકનાથ ને હિસાબ રાખવાનું કામ સોંપ્યું હતું. એકનાથ અર્જુનની જેમ એક લક્ષ્ય રાખી હિસાબ નું કામ કરતા હતા.
એક દિવસ હિસાબમાં એક પાઈની ભૂલ આવી. તેમણે ભૂલ પકડવા અથાક પ્રયત્નો કર્યા પરંતુ ભૂલ પકડાઈ નહીં. એમ કરતાં અડધી રાત થઈ. પણ એકનાથ એ ભૂલ પકડ્યા વગર નહીં ઊઠવાનો મન સાથે ઠરાવ કર્યો હતો. મહાપ્રયત્ને ભૂલ પકડાઈ .એકનાથને એટલો બધો હર્ષ થયો કે એમણે હર્ષનાં ને હર્ષમા હવામાં તાળી પાડી દીધી.
આ વખતે જનાર્દન સ્વામી જાગી ગયા. એકનાથને નિત્ય ની જગ્યાએ ન જોતાં તેઓ ખોળતા ખોળતા અહીં આવી પહોંચ્યા. એમણે જોયું તો એકનાથ અતિપ્રસન્ન છે. પાસે હિસાબ નો ચોપડો પડ્યો છે. જનાર્દન સ્વામી વાતને એ પામી ગયા. છતાં એમણે પૂછ્યું ::'એકનાથ તું આટલો બધો પ્રસન્ન કેમ છે ? એવી કઈ વસ્તુ તને હાથ લાગી ગઈ છે કે તારું રોમેરોમ પ્રસન્નતાથી નાચી રહ્યું છે?
એકનાથે જવાબ આપ્યો :"ગુરુદેવ, હિસાબમાં પાણીની ભૂલ આવતી હતી. કલાકોના કલાકો મથ્યો ત્યારે તે મને છેક અડધી રાત્રે હાથ આવી ગુરુદેવ એનો મને આનંદ છે. !
લોઢું બરાબરનું લાલચોળ થયું હતું . જનાર્દન સ્વામીએ બરાબર નો લાગ બરાબરનો જોઈ એકનાથના જીવનમાં ઘા માર્યો. કહ્યું; ઓ હો એક પાઈ ની ભૂલ પકડતાં તને આટલો આનંદ થાય છે તો હે એકનાથ, આ સંસારની ભૂલ પકડાશે ત્યારે તને કેવો આનંદ થશે? તું જો આટલી જ ચીવટથી ભગવાનના ચિંતનમાં લાગી જાય તો એના દર્શન કેમ ન થાય?
આ સાંભળી એકનાથ ગુરુના ચરણમાં ઢળી પડ્યા. ગુરુએ એમને પ્રભુને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવી દીધો હતો.
ભાગવત લખ્યું
જ્યાં તપ છે, જ્ઞાન છે, ભક્તિ છે ,સાધના છે ત્યાં વિજય છે, સિદ્ધિ છે ,નામના છે ,આનંદ છે.
જનાર્દન સ્વામી એક સરોવરની નજીક આવેલા એક રમણીય સ્થળ એકાંતમાં દર ગુરૂવારે શ્રી દત્તનું ધ્યાન ધરવા બેસતા. આંખો દિવસ એમનો ત્યાં પસાર થતો. કોઈ કોઈ વાર એકનાથને પણ શ્રી દત્ત ના સાક્ષાત દર્શન કરાવેલાં.
એક જગ્યાએ એકનાથ કહે છે કે, મેં જનાર્દનનું શરણ લીધું .એમણે મારા પર પ્રેમ આણ્યો. મેં બ્રહ્મસ્વરૂપ શ્રી દત્ત ભગવાને નજરોનજર જોયા.'
નિર્મળ ચિત્ત હોય ,અંતરાત્મામાં કોઇપણ જાતનો વિકાર ન હોય. એને ભગવાનના દર્શન કેમ ન થાય?
આ પછી પણ એકનાથને શ્રી દત્તના દર્શન થતાં.
એકનાથના હૃદયમાં પ્રભુ પ્રિત્યર્થ લાગણીઓ ઉભરાવા લાગી હતી. સત્ય ,દયા , તપ,પવિત્રતા જેવા મનનીય ગુણોનો વિકાસ થાય એવા પવિત્ર હેતુને બર લાવવા તેમણે ભાગવતની રચના કરવા માંડી. ભગવાન શ્રી દત્તે તેમને ભરપૂર પ્રેરણા આપી. આ ભાગવત'એકનાથ ભાગવત' તરીકે સારા હિંદમાં જાણીતું થયું.
દત્ત ના દર્શન પછી એકનાથ લાંબા કાળ લગી એકાંતમાં શ્રી કૃષ્ણની ઉપાસના લાગી રહ્યા. ત્યાં તેમણે શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કર્યા.
એક દિવસની વાત છે .એકનાથ ધ્યાનમાં બેઠા હતા. એવામાં એક નાગ ફૂંફાડા મારતો બહાર નીકળ્યો. તે તેમની સામે ધસ્યો. પણ એકનાથ નું ધ્યાન છૂટ્યું નહીં. તેમની નજીક આવતા જ નાગ સ્થિર થઈ ગયો. જાણે એને કોઈએ મંત્ર વશ કર્યો હોય તે એકનાથ ના મસ્તક પર ચડી છત્ર ધરી ઊભો.
એવું કહેવાય છે કે આ સર્પ તે દરરોજ તેમની પાસે આવતો મેં માથા પર છત્ર કરી ડોલવા લાગતો.
એક દિવસ એક ખેડૂત દૂધનો કટોરો લઈ એકનાથ પાસે આવ્યો. તેણે જોયું તો તેમના માથા પર સાપ છત્ર કરી ડોલતો હતો. આવો દેખાવ જોઈ ખેડૂત ગભરાઈ ગયો. તેણે જોરથી બૂમ પાડી. એકનાથ ની સમાધી તૂટી. સાપ ચાલવા લાગ્યો. એકનાથ દૂધનો કટોરો તેની સામે ધર્યો.
તીર્થાટને ઊપડ્યા
સાધુ સંતોને તીર્થાટન કરવું ફરજિયાત હોય છે. એ સૌથી મોટું શિક્ષણ છે. પગે ચાલીને સમસ્ત દેશનો પ્રવાસ કરવામાં જે જ્ઞાન, અનુભવ અને તાલીમ મળે છે, એવી તાલીમ બીજી કોઈ રીતે મળતી નથી.
નાસિક-ત્યંબક સુધી જનાર્દન સ્વામી પોતે એકનાથની સાથે ગયા. રસ્તામાં એમને એક ભગવદ ભક્ત બ્રાહ્મણ નો પરિચય થયો. બ્રાહ્મણે ચતુ:શ્લોકી ભાગવત નું સુંદર વિવરણ કર્યું. એ સાંભળી જનાર્દન સ્વામીની પ્રેરણાથી એકનાથે કાવ્યમાં ચતુ: શ્લોકી લખી. એક નાથની એ સૌથી પહેલી કાવ્ય રચના છે. આ ચતુઃશ્લોકી ભાગવત મૂળ શ્રી ભાગવત માં છે.તેમાં ભગવાને બ્રહ્મા ને ચાર શ્લોકમાં બધું જ્ઞાન આપી દીધું છે. એકનાથે એ પર ભાષ્ય લખ્યું છે.
નાસિક થી જનાર્દન સ્વામી પાછા ફર્યા. એકનાથજી આગળ ચાલ્યા. બે અઢી વર્ષ તેમણે યાત્રામાં વિતાવ્યા બારે જ્યોતિર્લીંગના દર્શન કર્યા.
ગોકુળ, મથુરા, પ્રયાગ, કાશી, ગયા ,પુરી, હરદ્વાર, બદ્રિકાશ્રમ ,દ્વારિકા ,ગિરનાર ,ડાકોર વગેરે તીર્થ સ્થાનોની યાત્રા કરી તેઓ પાછા પોતાની જન્મભૂમિ પૈઠણ આવ્યા.અહી તેમણે એક મંદિરમાં મુકામ કર્યો.
હવે એકનાથ 25 વર્ષના થયા હતા .તેઓ ઘરેથી એકાએક ચાલ્યા ગયા તેથી તેમના વૃદ્ધ દાદા અને દાદી ખુબ દુખી થયાં હતાં. તેમણે તેમની ખૂબ જ શોધ કરી હતી, પણ કઈ પત્તો લાગ્યો નહતો .ભાનુ દાસના વંશના એકનાથ ના જવાથી ઘરે કોઈ રહ્યું નહોતું .બંને વૃદ્ધ પૌત્રના વિયોગે મહા દુઃખમાં દિવસો પસાર કરતા હતા.
એ અરસામાં એકનાથને ભણાવનાર પંડિતજી પણ બહારગામ જતા રહ્યા હતા. આથી કેટલાક ને એવી શંકા થઈ હતી કે એ પંડિત એકનાથને ફોસલાવી ગમે તે બહાને ક્યાં લઈ ગયો છે. દસ અગિયાર વર્ષે પંડિત પાછા ગામમાં આવ્યા .આ વખતે ગામ લોકોએ એમને પકડ્યા કહ્યું: લાવ, એકનાથને હાજર કર . તું જ એમને ફોસલાવી લઈ ગયો છું.'
પંડિત વિચારો કશું જાણતો નહોતો. તેણે ઘણો બચાવ કર્યો .પણ તેનું કોઈએ કહ્યું માન્યું નહીં. તેણે એક નાથ ની શોધ કરવાનો નિશ્ચય કર્યો.
બ્રાહ્મણ ની જાત! અનુભવથી તેની કલ્પના કરી કે એ કોઈ સાધુ પુરુષ ને શરણે ગયો હોવો જોઈએ.
તે શોધતો શોધતો પંડિત જનાર્દન પંતને ત્યાં પહોંચ્યો. એકનાથ પંડિતજીનો શિષ્ય થયો છે એટલે જાણ્યા પછી એ પણ તને મળ્યો. બધી વાત કરી. દાદા દાદી દુર્દશાનુ વર્ણન કર્યું.
જવાબમાં જનાર્દને કહ્યું કે, એકનાથ તીર્થયાત્રા કરવા ગયો છે. એટલે હું વિના વિલંબે મોકલીશ.
પંડિતે જનાર્દને કહ્યું:' એ ભલે, પણ એકનાથ પરણીને સુખી થાય એવી આજ્ઞા આપ મને લખી આપો. મને વિશ્વાસ છે કે ગુરુની આજ્ઞા એ કદી પાછા નહીં ઠેલે.
જનાર્દન સ્વામીએ એ પ્રમાણે કાગળ લખી આપ્યો .પંડિત લઈને પાછો પૈઠણ આવ્યો.
એકનાથ તીર્થયાત્રા કરી પૈઠણ પણ પાછા આવ્યા. તે પહેલા એમની કીર્તિ પૈઠણમાં પહોંચી ગઈ હતી. સૌ એ તેજસ્વી ભક્ત ના દર્શન કરવા અધીરા બન્યા.
એવામાં એકનાથ ત્યાં આવી પહોંચ્યા. એમનામાં ખૂબ ફેરફાર થઈ ગયો હતો કોઈ એમને ઓળખી શક્યા નહીં. પેલા પંડિતજીએ એમને તરત ઓળખી લીધા. એમણે વૃદ્ધ દાદા અને એકનાથ નો સુખદ મેળાપ કરાવી દીધો.
દાદાએ પોતાના અંતરની એકમાત્ર ઈચ્છા ને લાગણી એકનાથ પાસે રજૂ કરી કહ્યું, બેટા ,તું ઘરબારી થઈ અહીં ગામમાં જ રહે. તું તારી રીતે પ્રભુની ભક્તિ કરજે.'
આ સાંભળી એકનાથ વિચારમાં પડી ગયા. દાદાજીની બે વાત તેમના ગળે ઊતરી નહીં. તેઓ કરવા તૈયાર ન થયા ત્યારે પેલા પંડિતે ગુરુનો આજ્ઞા પત્ર રજૂ કર્યો. થાકી હારી અને ગુરુની આજ્ઞા શિરે ચડાવી.
જ્યાં એક નાથની દાદા-દાદી સાથે મુલાકાત થઈ તે જ સ્થળે એકનાથને માટે એક ઝૂંપડી બાંધવામાં આવી પાછળથી ત્યા પાકુ મકાન બનાવ્યું એ આજે એ સ્થળે અને હયાત છે.
ક્રમશ........
No comments:
Post a Comment