Thursday, 8 July 2021

વાર્તા ---ઊડતું દોરડું

ઉડતું દોરડું
ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામમાં કાલુ અને લાલુ નામના બે લંગોટીયા મિત્રો રહેતા હતા. બંનેના ખેતર પાસે પાસે હતા .તેઓ હળી-મળીને ખેતી કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા.
  કાલુ ખૂબ જ મહેનતુ. કામની સૂઝવાળો અને પ્રામાણિક હતો. જ્યારે લાલુ આળસુ, લોભી, અને મનનો મેલો હતો. રાજ પાક એટલે કાળુ પોતે પોતાને ખાવા જેટલું રાખી બાકીનું અનાજ સસ્તા વહેંચી દેતો .ગરીબ લોકો તેનો ખૂબ જ આભાર માનતા. જ્યારે લાલુ ભાવ ખાવાના મોહમાં અનાજ સંઘરી રાખતો. તેનુ અનાજ સડી કે બગડી જતું હતું. એની બિન કાળજી ને લીધે ચોરાઈ પણ જતું.
       કાલે તેને આ બાબતમાં ઘણી વાર ટકોર કરી તેની પત્નીને પણ આ વાત સમજાવી પણ તેનામાં કોઈ ફેર પડ્યો નહીં લાલુનો  લોભતો દિવસે દિવસે વધવા લાગ્યો.
       એક વખત એવું બન્યું કે સળંગ બે વર્ષ સુધી વરસાદ પડ્યો નહીં .લાલુ તો તેની પાસે સંઘરેલું અનાજ ખાવા  લાગ્યો. કાલુ પાસે અનાજ ખૂટવા લાગ્યું તેણે લાલુ પાસે ઉછીનું અનાજ માગ્યું. લાલુ એ  અનાજ આપવાની સાફ ના પાડી દીધી.
      કાલુને ઘણું ખોટું લાગ્યું. તે સખત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો એક દિવસ એવું બન્યું કે કાલુ ને એક ચમત્કારિક સાધુ નો ભેટો થઈ ગયો. કાલુએ મહારાજ ની સુંદર આગતા-સ્વાગતા કરી. મહારાજે ભક્તિની વાતો કરી.
    કાલુની સ્થિતિ જોઈને મહારાજ ને દયા આવી. એમણે જતી વખતે થોડા બી આપતા કહ્યું ,"લે આ બી , ખેતરમાં વાવ જે, તેમાં ખૂબ જ પાણી રેડજે. અને દિવસ-રાત તેની સંભાળ રાખજે. પછી છોડ ઊગશે ,મોટા થશે અને તેને ફળ બેસશે. મટકું માર્યા સિવાય ફળ સામે તાકીને બોલજે." પ્રભુ મને મદદ કર."પ્રભુ મને મદદ કર"આમ સાત દિવસ તું  કરીશ  એટલે સાતમા દિવસે આકાશમાંથી એક ઉડતું દોરડું તારી આગળ ઉતરી આવશે તેને છેડે એક પોટલી બાંધેલી હશે તેના ઉપર તું બેસી જજે.
    આ દોરડું તેને ઊંચે ઊંચે લઈ જશે. એક ટાપુ પર જઈને આ દોરડું અટકી જશે ટાપુ પર  સોના મહોરો, ચાંદી ઝવેરાત વગેરેના ઠગ પડ્યા હશે. એમાંથી લેવાય એટલું ધન તુ લઇ લેજે. પરંતુ યાદ રાખજે કે સૂર્ય ઉગતા પહેલા તારે ત્યાંથી નીકળી જવું પડશે. તું એમ નહીં કરે તો બળીને ખાક થઈ જઈશ. સૂર્ય ત્યાં ખૂબ જ ગરમ હોય છે. કોઈ પણજીવ તડકામાં બળી જાય છે. વળી તને વાતાવરણમાં શબ્દો સાંભળવા મળશે. તેનો ધ્યાન થી અમલ કરજે."
    મહારાજની
 વાત સાંભળી કાલુ આનંદમાં આવી ગયો  . તેણે ખેતરમાં જઈને બી વાવ્યા .દૂર દૂરથી પાણી ભરી લાવી  તેમાં રેડ્યું. થોડા દિવસમાં છોડ ઊગી નીકળ્યા .કાલુ ધ્યાન રાખવા લાગ્યો. જોતજોતામાં છોડ મોટા થઈ ગયા .ફળ બેઠા. કાલુ મહારાજ ની સૂચના પ્રમાણે તાકી ને ખરા મનથી "પ્રભુ મને મદદ કર'" પ્રભુ મને મદદ કર' બોલવા લાગ્યો. સાત દિવસ પુરા થયા.
    આકાશમાંથી એક દોરડુંડું સડસડાટ કરતુ નીચે ઉતરી આવ્યું. દોરડાની નીચે લાકડાની એક પાટલી બાંધેલી હતી. થોડી જ વારમાં અવાજ આવ્યો'ગભરાઈશ નહી તારી મહેનત અને ભક્તિ જોઈને આ દોરડું આકાશમાંથી આવ્યું છે. તારે શું કરવાનું છે એ સૂચના તો મહારાજ તરફથી મળી હશે. સૂર્ય  ઉગતા પહેલાં તારે કામ પતાવીને નીકળી જવાનું છે .ચાલ જલ્દી બેસી જા.'
   "આપ કોણ છો? ક્યાંથી બોલો છો? કાલુ એ બીતા બીતા પૂછ્યું.
   'પાછો તું ગભરાયો.! તારે જરાપણ ગભરાવાની જરૂર નથી. તને પૂરું રક્ષણ મળશે. ટાપુ પરથી  આ દોરડું જ તને તારા ખેતરમાં મૂકી જશે. ઝટ બેસી જા. પણ ખ્યાલ રાખજે કે સોનું અને ઝવેરાત લેવામાં લોભ ના કરીશ.'
    કાલુ હિંમત કરીને દોરડાને છેડે બાંધેલી પાટલી પર બેસી ગયો. દોરડુ સડસડાટ કરતું ખૂબ જ ઝડપથી ઊંચે ચડવા લાગ્યું દોરડું ટાપુ પર જઈને અટકી ગયું. ફરી પાછો અવાજ આવ્યો. તું પેલા ટાપુ પર આવી પહોંચ્યો છે સામે જો...'
   કાલુએ સામે જોયું. તેની આંખો અંજાઈ ગઈ સોનુ, ચાંદી અને ઝવેરાત ઝળહળી રહ્યા હતા. તે પગલે આગળ વધ્યો. લેવાય એટલું સોનુ ચાંદી અને ઝવેરાત લઈને પછેડી માં બાંધી લીધા. એવામાં અવાજ આવ્યો,"ધરાઈ ગયો ને! હવે કાંઈ લેવું છે? નીચે જવાનો સમય થવા આવ્યો છે સૂર્ય ઉગવાની તૈયારી માં છે.'
    "ના, બસ, હવે મારે કાંઈ વધારે લેવું નથી કાલુ અને નમ્રતાથી જવાબ આપ્યો.
    દોરડું તેની પાસે આવી ગયુ. તે પાટલી પર બેસી ગયો . સડસડાટ કરતો થોડી જ વારમાં પોતાના ખેતરમાં આવી ગયો.
   તેની પત્ની ચિંતા કરતી બેઠી હતી. બાળકો પણ ઘરમાં અનાજ નહીં હોવાથી ભૂખ્યા સૂઈ ગયા હતા. તેણે ધીમે રહીને બારણું ખખડાવ્યુંં. તેની પત્નીએ બારણું ખોલ્યું.તે રડવા લાગી.
    કાલુ એ પછેડી માં બાંધેલા સોનું ચાંદી અને ઝવેરાત બતાવ્યા. તે ખડખડાટ હસી પડ્યો. તેની પત્ની તો જોઈને નવાઈ પામી ગઈ .તેના આનંદનો પાર ન રહ્યો બાળકો પણ રાજી રાજી થઈ ગયા.
   કાલુએ તેની પત્નીને માંડીને વાત કરી. સોનું ચાંદી અને ઝવેરાત થી કાલુ ના ઘર ની રોનક બદલાઈ ગઈ. તેણે ઘરને સુંદર બનાવ્યું કિંમતી સાધનો વસાવ્યા સોના, ચાંદીના દાગીના ઘડાવ્યા. ગરીબોને દાન કર્યું સુખી સુખી થઈ ગયો.
  લાલુ અને તેની પત્ની કાલુની એકાએક બદલાયેલી સ્થિતિ જોઈને અચંબામાં માં પડી ગયા. તેઓ કાનૂની અદેખાઈ કરવા લાગ્યા. કાલુ ચોરી કરે છે એવી વાત બધે ફેલાવા લાગ્યા.
  આમ હોવા છતાં કાલના દિલમાં લાલુ પ્રત્યે પ્રેમ અને લાગણી હતા પોતાનો મિત્ર પણ સુખી થાય એવી તેની ઈચ્છા હતી . તેણે લાલુને પોતાની પાસે બોલાવ્યો .પોતે કેવી રીતે પૈસાદાર થયો તેની માંડીને વાત કરી. પેલા છોડના બી પણ આપ્યા અને કહ્યું કે 'તું પણ આવી તારા ખેતરમાં વાવજેે.'પણ એટલો ખ્યાલ રાખજે કે વધુ પડતાં સોનું ચાંદી અને ઝવેરાતના મોહમાં પડતો નહીં. જો તેમ કરવા જઈશ તો તું બળીને ખાક થઈ જઈશ.
   લાલુ તો રાજી થઈને ઘેર ગયો પત્નીની વાત કરી કાલુ આપેલા બી ખેતરમાં વાવ્યા. ખૂબ પાણી રેડ્યું. છોડુ ઊગ્યા. ફળ બેઠા. લાલુ ભક્તિભાવથી બોલવા લાગ્યો" પ્રભુ મને મદદ કર 'પ્રભુ મને મદદ કર' તેણે સાત દિવસ સુધી આ પ્રમાણે કર્યા કર્યું.તેની આગળ પણ દોરડું ઉતરી આવ્યું. લાલુ ધન લેવાની ઉતાવળમાં છલાંગ મારીને પાટલી પર બેસી ગયો થોડું ખૂબ જ ઝડપથી ઊંચે ચડવા લાગ્યું લાલુને તો સોનું ચાંદી અને ઝવેરાત લેવાની ચટપટી જાગી હતી. ટાપુ પર આવીને અટકી ગયું
  લાલુ નીચે ઊતર્યો તેને સામે નજર નાખી ચારે બાજુ સોના-ચાંદી અને ઝવેરાતનો ઝળહળાટ હતો. તે સોનું લેવા લાગ્યો.  ચાંદી સસ્તી હોવાથી તે ચાંદીને જરા પણ  અડ્યો નહીંં. મનગમતું ઝવેરાત વીણવા લાગ્યો. વીણી વીણીને પછેડીમાં ઢગલો કરવા લાગ્યો. તે ભાન ભૂલીને ભેગું કરવામાં પડ્યો. એ સમયનું ભાન ભૂલી ગયો ધીરે-ધીરે સમય વધવા લાગ્યો . તેનો લોભ પણ વધવા લાગ્યો.
  એવામાં અવાજ આવ્યો "અહીં થી નીકળી જવાનો સમય થઈ ગયો છે. ચાલ ઝટ દોરડા પર બેસી જા. સૂર્ય ઉગવાની હવે થોડી જ વાર છે.
   પણ લાલુ તો લોભી. સોનું ચાંદી અને ઝવેરાત જોઈને એ ગાંડો બની ગયો. તેણે પેલા અવાજની પરવા કરી નહીં. તે વધારે અને વધારે ભેગું કરવા લાગ્યો.
  ફરી પાછો અવાજ આવ્યો, દોરડું તૈયાર છે. જટ બેસી જા. જે લીધું તેમાં સંતોષ માન. નહી તો હતો ન હતો થઈ જઈશ.'
   આ વખતે પણ લાલુએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. તેનો લોભ વધતો ગયો. હદ આવી ગઈ.
   દોરડું ચાલ્યું ગયું. ધીરે ધીરે વાદળ ચીરીને સૂર્ય બહાર આવવા લાગ્યો.લાલુની નજર સુરજ સામે ગઈ .તે ગભરાઈ ને આમ થી તેમ ભાગવા લાગ્યો. દોરડું શોધવા ફાંફાં મારવાં લાગ્યો. પણ હવે દોરડું ક્યાંથી હોય?
   તેને મોત નજીક લાગ્યું . એ પસ્તાવા લાગ્યો સૂર્ય ની કાળઝાળ ગરમી પડવા લાગી તે અંગે બળવા લાગ્યો  ચીપો પાડવા લાગ્યો. પણ તેની ચીસો સાંભળે કોણ? તે સોનું અને ઝવેરાત ના ઢગલા આગળ જ બળીને ઢળી પડ્યો.
   

No comments:

Post a Comment