કારગિલ દિવસ
૨૬ જુલાઈ કારગીલ વિજય દિવસ
અજાણી અને ચોંકાવનારી સત્ય કથાનો આરંભ 19 97 થાય છે. કે જ્યારે જનરલ વેદ પ્રકાશ મલિકે ભારતીય ખુશકી દળના સેનાપતિ તરીકે હોદ્દો સંભાળ્યો. લશ્કરની તમારા હાથમાં પીધા પછી નવનિયુક્ત સેનાપતિએ દેશના વડાપ્રધાન કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી સી સી એસ ને રૂબરૂ મળી તેમને રસ કરી સુરક્ષા અંગેનો રિપોર્ટ આપવાનો આપણે ત્યાં શિરસ્તો છે આ પ્રણાલી ની રુએ જનરલ મલિક તત્કાલીન વડાપ્રધાનને મળ્યા ્્્્ સી સી એસ ના કેટલાક ઉચ્ચાધિકારીઓ પણ ત્યાં હાજર હતાં. બંધ બારણે થયેલા વાર્તાલાપ દરમિયાન મલિક અને જ્યારે ભૂમિદળના ખબર-અંતર પૂછવા માં આવ્યા ત્યારે તેમનો જવાબ હતો"ખુશકી દળનો જુસ્સો લોખંડી છે, પણ દેહ છીણ થયો છે."
જનરલ મલિકનો જવાબ ટૂંકો પણ ટુ -ધ-પોઈન્ટ હતો. થોડામાં ઘણું કહી દેનારો પણ ખરો. ઓક્ટોબર ૧૯૯૭ માં તેમણે ખુશ્કી સેનાપતિનું પદ સંભાળ્યું ત્યારે આપણા શસ્ત્રાગાર (દેહ)ની હાલત કંગાળ હતી ્્ બધા શસ્ત્રો જુનવાણી બન્યા હતા લશ્કર તેના આયુધો ને વયના માપદંડ અનુસાર જનરેશન-૧ જનરેશન -2 અને જનરેશન-3 એમનો ખાલી ભાગમાં વર્ગીકૃત કરતું હોય છે. ત્રીસથી 20 વર્ષ પહેલા ખરીદાયેલા હથિયારો જનરેટર -૧ કહેવાય ત્યાર પછી વીસ થી દસ વર્ષના અને 10 કે ઓછા વર્ષના આ કાયદો અનુક્રમે બે તથા ત્રણ વર્ગમાં આવે.
ઓક્ટોબર ૧૯૯૭ માં ખુશ્કી દળના શસ્ત્રાગાર માં બહુધા. હથિયાર પ્રથમ પેઢીના હતા. વર્ષો થયે નવું શોપિંગ થયું નહોતું. અને થાય તેવા એંધાણ દેખાતા પણ ન હતા કારણ કે વર્ષ ૧૯૯૭માં 98માં ભારતીય થલ સેનાને ફાળવવામાં આવેલું ડિફેન્સ બજેટ ફક્ત રૂપિયા 16348 કરોડનું હતું માતબર જણાતી એ રકમ વાસ્તવમાં ઊંટના મોંમાં જીરું મૂકયા બરાબર હતું.
દેશભરમાં સ્થપાયેલી લશ્કરી છાવણીઓ ની ખટારા અને જીપ જેવા વાહનો તથા શસ્ત્રોની સારસંભાળ નો, નવા બાંધકામોનો ,રાસન, પગાર, ભથ્થા વગેરેનો ખર્ચ બાદ કરતા માત્ર ૨૩૦ કરોડ શેષ બચ્ચા હતા. આ મામૂલી રકમ વડે આંતરરાષ્ટ્રીય બજારમાં મહામૂલા શસ્રોના શોપિંગ માટે નીકળીએ તો હાંસીપાત્ર ઠરીએ.
મામલો ગંભીર હતો .પાકિસ્તાન સામે રખે ચકમક ઝરે અને નાનોશો તણખો ભીષણ યુદ્ધ સળગાવે તો જુનવાણી તથા મર્યાદિત શસ્ત્રો વડે પ્રતિકાર કેમ કરવો? યુદ્ધ થતું નથી ,એટલે થવાનું પણ નહીં તેવો નઠારો આશાવાદ સંરક્ષણ બાબતે કોઈ દેશને પાલવે , ઊલટું યુદ્ધ માટે 24 ×7 તૈયાર રહેવું એ વણલખ્યો નિયમને અનુસરવું જોઈએ. જનરલ વેદ પ્રકાશ મલિક એ જ કોપીબુક રણનીતિને અનુલક્ષી શસ્ત્રાગાર ના આધુનિકરણ નો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને આપતા રહ્યા ,છતાં કશું વળ્યું નહીં સાતેક વર્ષથી ભારતમાં વિદેશી રોકાણમાં સતત ઘટાડો થતો દેશની તિજોરીનુ તળિયું દેખાવા લાગ્યુ હતું. જ્યારે નાણાકીય ખાદ્ય ઊભી થઈ હતી. આવા સંજોગોમાં ખુશ્કુ દળને વધુ બજેટ ફાળવવું પણ ક્યાંથી ?
એકાદ વર્ષ આમ ને આમ નીકળી ગયું. ઓક્ટોબર 1998 માં જનરલ મલેક વડાપ્રધાન તથા કેબિનેટ કમિટી સિક્યોરિટી CCS ને ફરી રૂબરૂ મળ્યા. ખુશ્કી દળની વર્તાતી નાણાંકીય ભીડ દૂર કરવા માટે કુલ કુલ પચાસ હજાર જવાનોને ફરજિયાત છૂટા કરવા પડ્યા હોવાની હકીકત જણાવી .રાષ્ટ્રિય રાયફલલ્સ દળના પાસે પૂરતા પ્રમાણમાં રાઇડર્સ ન હોવાને કારણે ખુશ્કી દળે પોતાના શસ્ત્રાગાર માંથી ખોટ ભરપાઇ કરવી પડી હોવાનો રિપોર્ટ આપ્યો.
મે 13 ૧૯૯૮ના રોજ પોકરણ માં ભારતે કરેલા અણુ પરીક્ષણ પછી પાકિસ્તાન સાથે ઈદની સંભવિતતા અગાઉ કરતા વધી ગયા નો નિર્દેશ સુદ્ધાં કર્યો.
અલબત્ત ,આખરે તો ન બનવા કાળ બનીને રહ્યું. મે 1999માં પાકિસ્તાનના લશ્કરી તેમજ ભાડૂતી સૈનિકો ગુપચુપ રીતે કારગીલ, દ્રાસ, બટાલીક, તોલોલિંગ, કાકસર, ખલુબાર,કૂકરથાંગ વગેરે જેવા ઉત્તુંગ પહાડી મોરચે ભારતની ખાલી પડેલી લશ્કરી ચોકીઓમાં અડો જમાવીને બેસી ગયા. આપણે ખરા અર્થમાં ઊંઘતા ઝડપાયા જોકે હવે શત્રુની નીંદર હરામ કરી દેવાનો વખત આવી ગયો હતો. પાકિસ્તાની ઘૂસપૈઠીયાઓને ખદેડી દેવા માટે મેં 3 1999 ના રોજ સરકારે આરપાર કી લડાઈ સત્તાવાર જાહેરાત કરી દીધી. શત્રુની સફાઈ ના મહાઅભિયાન નું નામ ઓપરેશન વિજય!
કાશ્મીરમાં કારગીલ દ્રાસ,બટાલિક,તોલોલિગ,કાકસર, ખલુબાર કૂકરથાંગ વગેરે નજીકથી પસાર થતી અંકુશરેખા પર યુધ્ધનું રણશિંગુ તો ફૂંકી દેવાયું., પણ પ્રતિકાર માટે આપણી તૈયારી કેવીક હતી ? અગાઉ તેમ અનેક શસ્ત્રો જુનવાણી તો ખરા તદુપરાંત કારતૂસ ,રાયફલ્સ, તોપ ગોળા, જવાનો માટે બુલેટપ્રૂફ જેકેટ, ૧૫થી ૧૮ હજાર ફીટની ઊંચાઈએ કડકડતી ઠંડી સામે રક્ષણ આપતા ગરમ પોશાક વગેરેની પણ તીવ્ર તંગી હતી કારગિલના મોરચે લડવા મોકલાયેલા તેમજ મોકલવામાં આવનાર જવાનો માટે રાયફલનો પૂરતો સ્ટોક ન હતો. આથી રાષ્ટ્રીય રાયફલ્સને અગાઉ અપાયેલા શસ્રો પાછા મંગાવી લેવાયા.
ભારે તેમજ મધ્યમ મશીન ગનના ઓપરેટર ને લક્ષ્યાંક ના અંતરનો કયાસ મેળવવા માટે લેસર range ફાઇન્ડર નામનું ઉપકરણ જોઈએ જે આપણી પાસે ત્યારે નહોતું. ચાલુ યુદ્ધે પઠારી છાવણી સાથે સંદેશા વ્યવહાર ચલાવવા માટે પૂરતા રેડિયો સેટ નહોતા અને હતા તે વળી જુનવાણી! ઊંચા પર્વતની પાછળના જરા સપાટ પ્રદેશમાં શત્રુ અને તેની હોવિટઝર તોપ ચોક્કસ કયા સ્થળે ગોઠવી છે પીન પોઈન્ટ કરી દેવા માટે weapon- locating વેપન લોકેટીગ પ્રકારના ખાસ રડાર દરેક ખુશ્કીદળ માટે અનિવાર્ય ગણાય આપણી પાસે તે પણ નહોતું. બે વર્ષ અગાઉ તેની ખરીદી નો પ્રસ્તાવ મુકાયેલો નસીબજોગે મંજૂરી મળતા કામ આગળ ચાલ્યું. પરંતુ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ એ અણીના મોકે એમ કહીને ફાચર મારી કે વેપન લો કટીંગ વેડા અમે સ્વદેશી ધોરણે ઘર આંગણે બનાવી આપીશું. આ બાહેધરી પછી તો આયાતી રેડાર ની ખરીદી કરવાનો સવાલ ન રહ્યો પરંતુ ખેદ પૂર્વક નોંધવું પડે કે ડી.આર.ડી.ઓ એ પોતાનું વચન પાળ્યું નહીં એટલે વેપન locating રેડાર ના ભાવે યુદ્ધમાં આપણા સૈનિકો પાક તોપોનુ છુપુ ઠેકાણું પામી ન શક્યા.
હવે એમાં મારકણી બોફર્સ હોવટઝરની , જે ૧૯૮૬મા ખરીદ કર્યા બાદ રણ ભૂમિમાં વરસી એ કરતા કટકી કૌભાંડના મુદ્દે સંસદમાં ક્યાંય વધારે ગરજી હતી કારગિલમાં ઓપરેશન વિજય હેઠળ માથાભારે બોફર્સ ને પોતાનો ફાયર બતાવવાનો મોકો મળ્યો તો ખરો પરંતુ એક રાજકીય અડચણ આડે આવીને ઉભી. બન્યું એવું કે ૧૯૮૬માં ભારતીય લશ્કર માટે સ્વીડીશ બનાવટની કુલ ૪૧૦ બોફર્સ હોવટઝરની ખરીદવામાં આવી ત્યારે 64 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું બોફર્સ તોપ ત્યાર પછી વર્ષો સુધી લશ્કરીને બદલે રાજકીય રણભૂમિ ના કેન્દ્ર માં રહી. તોપની ઉત્પાદક કંપની બોફર્સ ને ગેરરીતિ થી આચરણના અનુસાર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી તથા તેની સાથે તમામ વ્યવહાર બંધ કરાયા.
આ સ્થિતિ ઓપરેશન વિજય માટે હર્ડલ બનીએ બોફર્સ તોપ માટે આવશ્યક ગોળા તેમજ ખોટકાયેલી બોફર્સ ના સમારકામ માટે જરૂરી સ્પેરપાર્ટ શી રીતે મેળવવા તે જટિલ પ્રશ્ન બન્યો. આ જરૂરિયાત સ્વીડનની બોફર્સ કંપની સિવાય કોઈ અન્ય શસ્ત્ર ઉત્પાદન પૂરું ન કરી શકે. જે માટે તે પેઢી ને બ્લેક લિસ્ટ માંથી તત્પૂરતા થી બાકાત કરી દેવી રહી. આ પ્રસ્તાવ સાથે જનરલ વેદ પ્રકાશ મલિક ccs ને મળ્યા. બોફર્સ બ્રાન્ડના 155 મિલિમીટર વ્યાસ ના ગોળા ખરીદવા માટે લીલી ઝંડી મળી, પણ ખુદ બોફર્સ કંપનીને બ્લેકલિસ્ટ રાખવામાં આવીત્યારે ખુશ્કી દળે સીધે રસ્તે કી ટેઢી ચાલ જેવો ઉપાય અજમાવ્યો.દક્ષિણ આફ્રિકાની કંપની પાસે બોફર્સ ના ગોળા લીધા નંગ દીઠ રૃપિયા ૪૨ હજારની આકરી કિંમતે !
આ બધા અને આવા તો બીજા ઘણા અનાવશ્યક પડકારો તેમ જેમ પાર કરતાં ઓપરેશન વિજય આગળ વધ્યું પરંતુ ભૂસપાટીથી ૧૫થી ૧૮ હજાર ફીટની ઊંચાઈએ ભારેખમ તોપો પહોંચતી કરવી પણ શું ઓછું કષ્ટદાયક કાર્ય હતું ? જવાનું માટે શારીરિક- માનસિક ટોર્ચર સમા એ મિશન ઈમ્પોસિબલ ના અનેક પૈકી અમુક દાખલા---+++
તોલોલિગના પહાડી મોરચે ૧૦૫ મિલીમીટર ની ફીલ્ડ ગન પહોચતી કરવાનું કામ આપણી એક સૈનિક ટુકડી ને સોંપવામાં આવેલુ. લગભગ ૩૦૦૦ કિલોગ્રામ ની આખે આખી તોપ તો મેનપાવર વડે એકાદ ઇંચ પણ ન કશી શકે. આથી તોપના પૂજા છુટા પાડી તેમને નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં આવતા હતા.
તોલોલિંગના મોરચે થયું એવું કે તોપ નો છેલ્લો અને મુખ્ય પૂરજો (નાળચું) તેના નિર્ધારિત મુકામ થી ફક્ત 400 મીટર છેટે રહ્યો ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો .જોશીલો અને ઠંડોગાર પવન ફૂંકાવા માંડ્યો. વરસાદ તૂટી પડતાં તાપમાન શૂન્ય નીચે સરી ગયું સાંગોપાંગ પલળી ચૂકેલા જવાનોનું શરીર અસહ્ય ઠંડીમાં થીજવા જવા લાગ્યું. છતાં તેઓ પોતાના કર્તવ્ય માંથી ચલિત ના થયા. ઘૂંટણ ખૂંપી જાય એટલા બરફમાં વધુ આગળ વધવું આમેય ત્રાસદાયક હોય. જ્યારે અહીં તો એવા રસ્તે તોપ નું 400 કિલોગ્રામ વજનનું નાળચું તીવ્ર ખૂણો રચીને ઊભેલા પર્વતીય ઢોળવા પર ખેંચીને લઈ જવાનું હતું બધું મળીને 120 શેરદિલ ઓએ આ ભગીરથ કાર્યમાં સતત બે દિવસ રાત પરોવાયેલા રહ્યા, જે દરમિયાન અન્નનો દાણો તો ઠીક પીવાનું પાણી સુદ્ધા તેઓ પામી ન શક્યા. ગળા ની પ્યાસ તેમણે સફેદ હીમના મુઠ્ઠા આરોગીને બુઝાવી.
બીજા એક પહાડી મોરચે ૭૫/૨૪ pack howitzer પ્રકારની પહાડી તોપને ઉત્તુંગ ઊંચાઈએ પહોંચતી કરવામાં આપણા સો કર્મનિષ્ઠ જવાનોએ કડકડતી ઠંડીમાં બે દિવસ પસીનો રેડયો. હનીફ નામના યુદ્ધમોરચે લડી રહેલી ભારતીય ફૌજી ટુકડીને જ્યારે 120મિલિ મીટર વ્યાસ ની મોર્ટાર તોપોની તાકીદ જરૂરિયાત ઊભી થઈ ત્યારે પહાડી કીડી પર તેના વહન માટે જવાનોએ માનવ સાંકળ રચી. એક જવાન પોતાના ખભે 68 કિલો ગ્રામ ભજન નહીં મોર્ટાર ઊંચકીને છ કિલોમીટરનું અંતર કાપે ત્યાં ઊભેલા બીજા જવાનને ભારેખમ સંપેતરુ આપે એ જવાન વળી છ કિલોમીટર ચાલીને ત્રીજાને ખો આપે. ઈદ ની તસ્વીર યુદ્ધની તવારીખમાં અગાઉ ક્યારેય કોઈ ભારે શસ્ત્રનો relay race પેઠે વહન થયું નહોતું.
આ પ્રકારના માનો યા ન માનો જેવા બીજા તો ઘણા દાખલા આપણા સપૂતોએ હિમાલયની ઉત્તુંગ ઊંચાઈએ પ્રસ્થાપિત કર્યા કર્મ હી ધર્મ નું સૂત્ર તેમણે સાચા અર્થમાં સાર્થક કર્યું. જવાનો ના અથાગ પરિશ્રમ, અડગ મનોબળ અને અસીમ દેશ પ્રેમ નું પરિણામ કે ખુશ્કીદળના તોપખાનાએ કારગીલ , દ્રાસ,બટાલિક, તોલોલિગ , કાકસર વગેરે પહાડી કુલ ૩૦૦ જેટલી તોપો તથા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચસૅ તૈનાત કરી દીધા. ઓપરેશન વિજયના 74 દિવસીય આ સમયગાળામાં એ શાસ્ત્રોએ કુલ મળી 2,50000 ગોળા -રોકેટ શત્રુ તરફ દાગ્યા. આ તબક્કે તોલોલિગ, પોઇન્ટ 4875 અને ટાઈગર હીલના મોરચે એટલો ભીષણ સંગ્રામ ફિલ્મ ખેલાયો કે શત્રુ લક્ષ્યાંકોનો વેધ કરવા માટે આપણી તોપો દર પાંચ મિનિટે 1200 કર્ણભેદી ,"ખોખારા" ખાવા લાગી.ક્ષમતા હદપાર નું કામ તોપો પાસે લેવામાં આવ્યું.એના પરિણામ રૂપે બેસુમાર ગરમી તથા ઘસારાને કારણે અમુકને તો ના જ ફાટી પડ્યા. ભારતીય શસ્ત્રાગાર માં હેવી મશીનગનની કારતૂસો નો જે વિપુલ ભંડાર હતો તેમાં નો 30 ટકા પુરવઠો કારગિલ યુદ્ધ દરમિયાન શત્રુની ખાતિરદારીમા વપરાઈ ગયો.
આખરે july 26 1999ના રોજ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હાર મળી અરે ભારતને હારતોરા થયા. વિજય નો જશ હિમપહાડો ઉપર પોતાનું લોહી રેડી દેનાર વીરો, મહાવીરો, પરમવીરો તથા વીરગતિ પામેલા શરફરોસોને જાય કે જેમણે જુનવાણી તેમ જ મર્યાદિત શસ્ત્રો વડે પણ યુદ્ધ ની બાજી ભારતની તરફેણમાં ફેરવી આપી. વિશ્વ યુદ્ધમાં અમેરિકી સેનાનું નેતૃત્વ કરનાર આખાબોલા સ્વભાવના જનરલ જ્યોર્જે પેટનનુ "યુદ્ધ શસ્ત્રો વડે ભલે ખેલાતું હોય પણ આખરે જીતાય છે તો શૂરવીરો વડે !'વિક્ય તેમણે સાચું ઠરાવ્યું.
અલબત્ત, ઓપરેશન વિજયના બાવીસમાં સીમાચિન્હે એ ગુમનામ પરાક્રમીઓને પણ યાદ રાખવા રહ્યા જેમણે રણભૂમિના બેકગ્રાઉન્ડમાં દિવસો સુધી પરિશ્રમ કરીને, અસહ્ય ટાઢ વેઠી ને ભૂખ-તરસ ભૂલીને તથા પસીનો પાડીને શસ્ત્ર-સરંજામ નો ફોટો ૧૫થી ૧૮ હજાર ફૂટ ઊંચે પહોંચતો કર્યો. ભારતની વિજય નિશ્ચિત કરવામાં તેમની ભૂમિકા બદલ દેશ તેમનો ઋણી રહેશે.છે છે અને રહેશે.
જય હિન્દ ! જય હિન્દી કી સેના !
સાભાર----ગુજરાત સમાચાર રવિપૂર્તિ તારીખ 25-7- 2021 માંથી-આ આર્ટીકલ લેવામાં આવેલ છે. જેનું એક નજર આ તરફ હર્ષલ પુષ્કર્ણા લિખિત આર્ટિકલ છે.
ભારતની સેના ને મારા લાખ લાખ વંદન ,નમન
જય ભારત, જય હિન્દ🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🇮🇳🇮🇳
No comments:
Post a Comment