Sunday, 4 July 2021

ધોરણ ૪ -બે બહાદુર છોકરા હરિ અને અરજણ

બે બહાદુર છોકરા
હાલ તો પ્રાણીના શિકારની કાયદાથી મનાઈ છે, પણ પહેલાંના વખતમાં રાજા-મહારાજા શોખ ખાતર શિકાર કરતા.
 સાડા છ દાયકા પહેલા કાંગસા ગામ એ કરવામાં આવેલા એક શિકારી આ વાત છે કાંગસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ. એનો તાલુકો ધારી. કાંગસા ની પશ્ચિમે ગિરનાર ડુંગર અને જંગલ. છ દાયકા પહેલા એ જંગલમાં પાર વગરના જંગલી જાનવરો હતા.
 એમાં સિંહ પણ ખરા.
   કાંસા ગામ નજીક એક વોકળો છે. સાંજના સમયે ક્યારેક પેલા જંગલના પ્રાણીઓ આ વાકળા સુધી પાણી પીવા આવતા. તેને કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા કોઈ એક નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ અહીં શિકાર માટે આવ્યા હતા વોકળાની નજીક ઊંચો માચડો બાંધવામાં આવ્યો હતો. મહારાજા એમના મદદનીશો સાથે માંચડા પર ગોઠવાયા હતા.
   માંચડા થી થોડે અંતરે તે વિસ્તારના કેટલાક રહીશો પણ જોતા હતા એમાં સુખપર ગામ ના બે છોકરાઓ પણ હતા .આ બે છોકરાઓ માચડા નજીકના એક ઝાડ પાછળ લપાઈ ને ઉભા હતા. એમની પાસે દાતરડા સિવાય બીજું કોઈ હથિયાર ન હતું.
 નવેમ્બર મહિનો અડધો થયો હતો. નવેમ્બર મહિનો એટલે શિયાળો. દિવસ ટૂંકો અને સૂર્ય આથમે એટલે અંધારાને ઘેરાતા વાર ના લાગે . અત્યારે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું એ સમયે ધીરે ધીરે મલપતો એક સિંહ 🦁 વોકળા ભણી આવતો દેખાયો. વોકળા ને કાંઠે આવીને તે ઊભો રહ્યો. એ વખતે મહારાજાએ હાથમાંની બંદૂક નો ઘોડો દાબ્યો. ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી.
    કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ. બંદુક ના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો હતો. એણે નજર ફેરવી માંચડા પરના માણસોને જોઇને એની આંખ ફાટી. ગર્જનાઓ કરતો નહીં છલાંગો ભરતો એ માંચડા સુધી ધસી આવ્યો. માંચડાને બ
ભોય ભેગો કરવા માંગતો હોય એમ એને ઝોળવા માંડ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝેડતો હોય તેમ .
  સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂઝયું જ નહીં!
   આ કટોકટીની પળે હરિ અને અરજણ એક હિંમત ભર્યું કામ કર્યું. એ બંને છોકરાઓ ઝાડ પાછળ થી ખુલ્લામાં આવ્યા. અને હાકોટા કરતા હોય એમ તેમણે એક સાથે અવાજ અવાજ કર્યો.સિહનુ ધ્યાન તેમના તરફ ખેંચાયું. તેણે માંચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મુક્યા. પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી હવે આ છોકરાઓ એના ગુસ્સાનુ નિશાન બન્યા.મોત સામે આવીને ઊભું હતું છતાં એ ગભરાયા નહીં.અવાજ કરતા રહ્યા.સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો.ત્યા મહારાજા એ બંદુક માંથી બીજી ગોળી છોડી અને સિંહ 🦁 ને મોતને ઘાટ ઉતારી દિધો.આ બધું એટલું ઝડપી બન્યું કે શું થયું અને કેવી રીતે થયું એ સમજાય જ નહીં.
   સિંહ 🦁 મર્યો અને બધો ભય ટળી ગયો. મહારાજા માંચડા પર થી નીચે ઉતર્યા. હરિ અને અરજણ ના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા હતા છોકરાઓ એ જીવનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો હતો . એમણે સૌ પહેલું હરિ અને અરજણ ને ધન્યવાદ આપવાનું કામ કર્યું.
   રા વડોદરા રાજ્યના મહારાજા ખરા, પણ એથીય ઊંચા ગજાના એ માણસ. આવા ઉપકાર નું મૂલ્ય ઓછું કેમ આંકે ? એમણે વડોદરા જઈને આ બે સગા ભાઈઓના પૂતળા રચાવીને કમાટીબાગમાં સ્થાપ્યા કમાટીબાગ અત્યારે સયાજીબાગ તરીકે ઓળખાય છે સયાજી બાગ ના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિત અને અરજણના પૂરા કદના પૂતળા છે. વડોદરા જાઓ ત્યારે સયાજીબાગમાં આ બહાદુર છોકરાઓ ની પ્રતિમાઓ જોજો.
આભાર
ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તક માંથી


No comments:

Post a Comment