મકરંદ દવે જન્મ 13 -11 -1922
મૃત્યુ 31- 1- 2005
લેખકનો પરિચય
મકરંદ વજેશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલ ના વતની હતા વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા સાહિત્યની સાધનાની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા ગાંધીયુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધના ને અનુલક્ષી કવિતા રચનાર તેઓ મરમી કવિ હતા તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે તેમણે 1979 નો "રણજિતરામ સુવર્ણચંદ્રક" મળ્યો હતો.
જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ માણસ વચ્ચે ના પ્રેમ લાગણી છે ધન માટે વલખાં માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં આજના માનવીને સન્માનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો છે બે માર્ગો છે એક ધૂળીયો એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસા વાળો માર્ગ કવિ અહીં ધૂળિયે મારગ ચાલ વા નો આહવાન કરે છે.
કોણે કીધું ગરીબ છીએ ?કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મને ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તો શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ,
ધૂળિયે મારગ કૈંક મળે જો ,આપણા જેવો સાથ,
સુખ દુખો નહીં વારતા કે'તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું ,ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી ,હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતાં એમાં જીવતા જો ને, પ્રેત!
માનવી ભાળી અમથું- અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ!
( ગુલાલ અને ગુંજાર માંથી)
No comments:
Post a Comment