Monday, 5 July 2021

મયૂરાસન વિશે જાણવા જેવું

મયૂરાસન----મયુર+ આસન
નામ--___મયુર એટલે મોર .આ આસનમાં શરીરનો દેખાવ મોરને મળતો આવતો હોવાથી આસનનું નામ મયૂરાસન રાખવામાં આવ્યું છે.
રીત------આસન પર ઢીંચણ વાળીને બેસો. બંને હાથની કોણી હાથના પંજા જમીન પર રહે તે રીતે નાભિ સાથે ગોઠવો બંને હાથના આંગળા પગ તરફ અને ફેલાયેલા રાખો (આકૃતિ એક મુજબ)


પૂરક કરો. શરીરને ધીરે ધીરે આગળ નમાવી બંને પગ સીધા કરો બંને પગના અંગૂઠા જમી પર ટેકવેલા અને માથું સીધુ રહેશે. નજર સામેની તરફ  સ્થિર કરો (આકૃતિ બે) માં બતાવ્યા મુજબ આ અવસ્થાને  હંસાસન કહે છે.
  આંતર કુંભક માં શરીરને ધીરે-ધીરે વધુને વધુ આગળ ઝુકાવો. શરીર આગળ નમવાથી બંને પગ આપોઆપ ઊંચા થશે. શરીરની શક્ય તેટલું અધ્ધર તોળાયેલુ રાખો. (આકૃતિ ૩ માં) બતાવ્યા મુજબ આસનની પૂર્ણ સ્થિતિમાં પૂરું શરીર સીધુ અને હાથના આધારે તોળાયેલું રહેશે. માથું સીધું અને નજર સામેની તરફ સ્થિર કરો. આંતર કુંભક ના વિપરીત ક્રમે  પાછા આવો.
સૂચન---પગને જમીનથી ઉપર ઉઠાવવા માટે કૂદકો મારવો નહીં. આસન દરમિયાન માથું જમીન સાથે પટકાય નહીં તેનું ધ્યાન રાખવું. આસનની પૂર્ણ સ્થિતિમાં બંને પગ સીધા અને પગના તળિયા આકાશની દિશા તરફ ખેંચાયેલા રહેશે.
સાવચેતી----બાળકો અથવા નબળા બાંધાના બહેનોએ મયૂરાસન ન કરવું જેમણે પેટમાં દુખાવો રહેતો હોય તેમણે આ આસન ન કરવું.
સમય----શરૂઆતમાં મયૂરાસન આંતર કુંભક માં ટકી શકાય ત્યાં સુધી ટકાવવું ત્યારબાદ પૂરતા અભ્યાસ બાદ સામાન્ય શ્વાસોશ્વાસ માં આસન બે મિનિટ સુધી કરી શકાય છે.
લાભ ----શરીરની સમતુલન ક્ષમતા વધે છે. આ આસનથી સૂર્ય ચક્ર પ્રભાવિત થાય છે .પેટના સ્નાયુઓ અને અવયવો મજબૂત બને છે. હાથ મજબૂત બને છે . સ્વસન ક્ષમતા વધે છે .આ આસનમાં પ્રાણ નો પ્રવાહ ચહેરા તરફ વળતો હોવાથી ચહેરા પરનું તેજ વધે છે અને ચહેરો ખીલી ઊઠે છે.

No comments:

Post a Comment