Monday, 5 July 2021

ઊંટ 🐫 અને ફકીર ધોરણ --૪ ગુજરાતી

એક ફકીર વગડામાંથી પસાર થતા હતાા. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. તેણે પૂછ્યું , ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ 🐫 જતું જોયુ ?"
  ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે? તે ડાબે પગે ખોડુ  છે?તેનો આગલો દાંત પડી ગયો છે? એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાધા છે ?
 ફકીર ના સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો," ફકીરબાબા, એ જ મારુ ઊંટ 🐫! તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ .
 ફકીર બોલ્યા, "પણ મેં તમારું ઊટ તો જોયું નથી."
   ફકીર નો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો  છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માગતો નથી તેને જરા કડકાઈથી ફકીરને કહ્યું,"ડાહ્યા થઈ મારું 🐫 ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું જો નહીં આપો તો, પકડીને રાજા પાસે લઈ જવા પડશે."
 ફકીર બોલ્યા," અરે શેઠજી,હું તમને ખરું કહું છું કે, મેં તમારું જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી ?
પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસોને કહ્યું,"આ ફકીર ને પકડીને રાજા પાસે લઈ ચાલો."
  રાજા એ ફકીર ની ઝડતી લેવરાવી, કશું જવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. છતાં ફકીરે ઊંટ નું જે વર્ણન આપ્યું એ તો બરાબર પેલા વેપારીના ઊંટ નું જ હતું. તેથી તેણે એ ઊંટ જોયુ નથી એ વાત તો કેમ મનાય?
ઉપરના ઝવેરાત ની લાલ છે એણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છેે, એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવા નો હૂકમ કર્યો.
  રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા "રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. ખરેખર, મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વન વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા, તેથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ."
 પગલાંના માર્ગની એક જ બાજુમાં ઓછું ઝાડના પાંદડા કરડેલા હતા. ઉપરથી માન્યું કે ઊંટ એક આંખે કાણૂ હોવું જોઈએ."
   " તેના પગલા માનુ એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડુ  હશે"
   "તેણે જે પાંદડા  કરડયા હતા, તે પાંદડાનો વચમાં નો એક ભાગ લટકતો રહી ગયો હતો તે પરથી મેં માની કે તેનો આગલો  એક દાંત પડી ગયો હશે."
   "તેના માર્ગની એક બાજુ એ ઘઉં વેરાયેલા હતા. અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તેની એક બાજુએ ઘઉં લાધા હશે અને બીજી બાજુ મધ 🍯 લાલુ હશે ."
   "કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ  નીચે પડવા ન દે.એ  ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ 🐫 એકલું તેના ધણી પાસેથી   નાઠુ ં
છે. થોડે દૂર જતા આ વેપારી મને સામો મળ્યો 
અને ઊંટ વિશે પૂછવા લાગ્યો મેં તેને ઉપર પ્રમાણે ઊંટ નું વર્ણન કહ્યું. તે ઉપર થી તેને લાગ્યું કે તેનુ ઊંટ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે 🐫 ઊંટ જોયુ પણ નથી કે સંતાડયુ પણ નથી."
  રાજાન આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર  🐫 ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની તે ઉપરથી જ કહ્યું હતું રાજા એ ફકીરને નામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો. અને તેની અવલોકન કરવાની શક્તિના ખૂબ વખાણ કર્યા.
આભાર ધોરણ ચાર
ગુજરાતી પાઠ્યપુસ્તક

No comments:

Post a Comment