આજે ૨૩ મી જુલાઇ લોકમાન્ય બાલ ગંગાધર તિલક જયંતિ
ભારતના સ્વાતંત્ર સંગ્રામના ધુરંધર રાજપુરુષ લોકમાન્ય બાલ ગંગાધર તિલક
રાષ્ટ્રીય -ધાર્મિક આ તહેવારો ,સામાજિક ઉત્સવો, તેણે સૌને ભેગા મળીને જીવતા -ઉજવતા કર્યા.એ લોકોને ખૂબ ચાહતા.એમની લોકચાહના થી ગાંધીજી પ્રભાવિત થયા, એ જમાનામાં રાનડે ,ગોખલે , તિલક બોલતા અને આખો દેશ સાંભળતો.
23-7-1856 માં મહારાષ્ટ્રના ચીખલી ગામમાં તેમનો જન્મ થયો તેમના માતા પિતા અત્યંત ધાર્મિક વૃતિના અને નીતિપરાયણ હતા. નાનપણથી જ તેઓ સ્વભાવે નિડર અને મક્કમ મન વાળા હતા. ભણવામાં અભ્યાસી તેજસ્વી હતા. બાળપણમાં વ્યાયામ કરી શરીરને મજબૂત બનાવેલું. તેઓ ગણિતના વિષય સાથે બી.એ એલએલ.બી થયા.
" સ્વરાજ્ય''ના વિષયને તેમણે પ્રજાના જન્મસિદ્ધ હક્ક તરીકે સ્થાપ્યો. જેને ગાંધીજીએ આંધીની જેમ દેશભરમાં ફેલાવ્યો. તેમના' કેસરી' અને 'મરાઠા 'અખબારોએ ક્રાંતિ કરી .
દેશદાઝ ,સેવાવૃતિ, એકનિષ્ઠ આચરણ તેમના ગુણ વિચાર હતા. તેમની લોકપ્રિયતા થી ગાંધીજી અંજાયેલા.
તારીખ. 1-8- 1920માં તેમનું અવસાન થયું.
તિલક વાણી
(૧) એકબીજાથી વહેમાઈ ને અલગ રહેવાનું છોડી દઈને, ઓછામાં ઓછું જે બાબતમાં એક દિશા નક્કી કરી તે તરફ પ્રયાણ કરવું કે આજની પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય છે.(મરાઠા કેસરી)
(૨) વિનય ની કિંમત શૂન્ય છે. પણ એ બીજા આંકડા ની કિંમત વધારી દે છે. નમે તે સૌને ગમે. (એડમન્ડ બર્ક)
ગુજરાત સમાચાર માંથી સાભાર
No comments:
Post a Comment