સાગર દત્તના અફસોસ નો કોઇ પાર નથી, જ્યારે જ્યારે દામનક ઉપર નજર પડે છે એના અંતરમાં એક જાતનું જલન ચાલુ થઈ જાય છે. દિવસ-રાત આના સિવાય કોઈ વિચાર જ ન હોય -શું કરવું કેવી રીતે આનો નિકાલ કરવો?
આ વિષયની ચર્ચા પણ કોની સાથે કરવી ?પોતાના સગા દીકરા સાથે પણ કોઈ જાતની વાત કરી શકતા નથી. મનમાં ને મનમાં મૂઝાયા કરે છે .પોતાના પુત્રને કે પરિવારમાં પણ એ કોઈને દામનક સંબંધી વાત કરી શકતા નથી.
માણસ યોગ્ય વ્યક્તિ સામે વ્યવસ્થિત વાત કરી ન શકે ત્યારે એના મનની સ્થિતિ કેવી વિકટ હોય તો અનુભવે એને સમજ પડે.
ઘરમાં તો ચહેરા ઉપર પ્રસન્નતાનો લેબ લગાવેલો હોય બધાની સાથે વાતચીત કરતા હોય ત્યારે તો એવું જ દેખાય કે આમના જેવો સુખી માણસ આ જગતમાં કોઈ હોય શકે નહીં પણ અંતરની વાત અલગ હોય છે.
છેવટે એક દિવસ મને મજબૂત બનાવીને નિર્ણય લીધો- બસ, હવે એક છેલ્લો પ્રયાસ કરી લેવાનું શું થાય છે, જોઈએ .મનમાં નક્કી કરી રાખ્યું છે લાગ આવવો જોઈએ.
ગામમાં એક નાટક કંપની આવેલી છે. રોજ જુદાજુદા નાટકો કરે છે. લોકોના દિલને આનંદિત બનાવે છે. મનોરંજનની સાથે સંસ્કાર સિંચનનું કામ પણ આવાં નાટકો દ્વારા થયા કરતું .નાટકમાં બધા રસો બતાવવામાં આવતા, પણ છેવટે તો ચારિત્ર્ય ઘડતર એનો મુખ્ય આશય રહેતો એની કોઈ ફી કે ટીકીટ ન હોય પણ લોકો ખુશ થઈને જે આપવું હોય એ આપે. ક્યારેક કોઈ રાજા ખુશ થઈ જાય તો આખા વર્ષની કમાણી એક જ દિવસમાં થઇ જાય આજ શેરીનાટક વાળા ગામમાં આવ્યા હતા.
સાળો બનેવી બેય જણા નાટક જોવા ગયા .દામનક ને બહુ મજા ન આવી, અડધું નાટક જોયા પછી એ પાછો પોતાના ઘરમાં આવી ગયો .ઘરની બહાર ખાટલો બિછાવેલો હતો. એના ઉપર એ સૂઈ ગયો, પણ ઊંઘ આવતી નથી કારણ કે ખાટલામાં માંકડ ભરાયેલા હતા. એને વિચાર આવ્યો કે આવી રીતે માંકડને રક્ત પાન કરાવવા કરતા નાટક જોવું વધારે સારું ચાલો પાછા જઈએ એ પાછો નાટક જોવા જતો રહ્યો.
પેલા પુષ્પદંતની આંખ ઘેરાવા લાગી છે નાટક જોતાં જોતાં એ ડોલવા લાગ્યો અને વિચાર આવે છે.આમ ઊભા ઊભા ઊંઘવુ એના કરતાં ઘરે જઈને નિરાંતે સૂઈ જવું શું ખોટું. ચાલો, આપણે પાછા ઘેર જતા રહીએ. ઘેર જઈને આરામ કરીશું.
પુષ્પદત થાકેલો તો હતો જ .ઘરના આંગણામાં જ ખાટલો હતો, ખાલી હતો .સુવાવાળાની પ્રતીક્ષા જ કરતો હતો. એ તો સીધો જ ખાટલામાં પડ્યો. પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘી ગયો.
સાગરદત્તના દિલમાં ઉલ્કાપાત મચેલો છે. આ માણસ જીવતો ન રહેવો જોઈએ બે વાર હું ફેલ થઈ ગયો છું હવે તો ફેલ થવાનું પોસાય એવું નથી.
એણે મારવાવાળાઓ ને બોલાવ્યા છે. બરાબર પાકું કરેલું છે. હમણાં આપું છું અને પછી પણ તને સારી રકમ આપીશ, પણ મારું કામ થવું જોઈએ.
શેઠ ,તમે ચિંતા ના કરો ,કામ થઈ જશે.
શેઠ સાગર દત્તે દામનકને પથારીમાં પડેલો જોયો કે તરત જ પેલા માણસોને સમાચાર આપી દીધા.જલદી
આવો તમારું કામ પતાવી દો.
પેલા માણસો આવ્યા. ઘરની બહારના ચોકમાં જે સૂતો હતો એમને તલવારના તીક્ષ્ણ અને મજબૂત પ્રહારથી શરીરના બે કટકા કરી નાખ્યાં.શેઠ બધું જોઈ રહ્યો હતો, પણ કંઈ પણ બોલ્યા વગર અંદર જઈને સૂઈ ગયો. સવારે
ઊઠ્યો ઘરની બહાર જઈને જોયું તો ખાટલો લોહીથી લથબથ થઈ ગયો હતો .અંદરથી પ્રસન્નતા છે. અવાજ તો કરવો જ પડે . હજુ શેઠને એ ખબર નથી કે ખાટલા માં કોણ છે. અરે,આ શું થયું ?ખાટલામાં કોઈએ આને પ્રહાર કરીને મારી નાખ્યો છે.
અવાજ સાંભળીને દામનક ઘરની બહાર આવ્યો, શું થયું શેઠ?
શેઠ સાચે જ ચમકી ગયા. જેને મારવાનો હતો એ તો જીવતો જાગતો મારી સામે ઊભો છે, તો આ કોણ છે? તપાસ કરી તો ખબર પડી કે આ તો મારો દીકરો જ છે પુષ્પદત.
શેઠ સાચે જ ગમગીન બની ગયો મારું જ પાપ મને નડયું.
દામનમને મારવા માટે મેં કેટલા બધા પ્રયત્નો કર્યા છતાં એ પણ ઉપાય કારગત નીવડયો નહીં.
ઊલટું એ તો રોજ પૃષ્ટ જ થતો ગયો. મહાત્માના મુખમાંથી નીકળેલી વાણી ક્યારેય પણ ખોટી પડે નહીં મેં આટલી મહેનત ન કરી હોત તો વધારે સારું હતું પણ મને એ સમજ મારા દીકરાને ગુમાવ્યા પછી આવી હવે દામનકને મારવા નો વિચાર કાઢી નાખવો પડશે.
ઘરનો વહિવટ પણ બીજું કરનાર કોણ છે? હવે એનો જ મનથી સ્વીકાર કરવો પડશે! પ્રકૃતિની વિરુદ્ધ માં જનાર ક્યારેય સુખી થઈ શકે નહીં આ વાત મારે ઘણા સમય પહેલા સમજવી જરૂરી હતી.
ઘરનો અને દુકાનો તમામ વહીવટ દામનકને સોંપીને શેઠ સાગરદત નિવૃત બની ગયા છે. દામનક પ્રામાણિકતાથી તમામ વહીવટ કરે છે અને શાંતિથી સમય પસાર કરે છે.
તે દિવસે દુકાને ગાંધી ઉપર દામનક બેઠો હતો. ખાસ કોઈ ગ્રાહકો પણ હતા નહીં તે સમયે એક પંડીત દામનકની સામે આવીને ઊભો છે. એના હાથમાં એક કાગળ છે .એ કાગળને દામનકને પકડાવ્યો. ગામના કે એક આગળ વાંચો વાંચતા એવા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો કે મહાન બોલ્યો તે બેભાન બની ગયો.
દુકાનના નોકરોએ ઠંડા પાણીના છંટકાવ કર્યો. થોડી વારમાં એ ભાનમાં આવ્યો પણ એક નવી ઘટના બની એને જાતિસ્મરણ જ્ઞાન થયું.
જાતીસ્મરણ જ્ઞાન એટલે ગયા ભવનું જ્ઞાન, અત્યારે આપણે એ જાણતા નથી કે ગયા ભવમાં આપણે કોણ હતા ?ક્યાં હતા? શું કરતા હતા ?એવું કંઈ આપણને જાણ હોતી નથી, પણ જેમને આવું જ્ઞાન થયું હોય એ આ બધું કઈ બધું જાણી શકે.
દામનકે પોતાનો પૂર્વ જોયો. આની પહેલા ના ભવમાંથી એક માછીમાર હતો .એની પાસે આજીવિકા માટે બીજો કોઈ માર્ગ હતો નહીં એટલે આ ધંધો એને કરવો પડતો હતો ,પણ એના અંતરમાં એક ડંખ હતો .મારે માછલાઓને મારવા પડે છે. માછલાઓમાં પણ મારા જેવો જ જીવ છે . મારા શરીરમાં જેવો આત્મા છે એવો જ આત્મા માછલાના શરીર માં પણ છે. મને કોઈ મારે તો કેવી રીતના થાય છે? એવી રીતના માછલાને મારવાથી પણ થાય જ ને?
આવા વિચારો એને છોડતા ન હતા એવામાં એક દિવસ કોઈ સાધુ મહારાજે ના જોવામાં આવ્યા એમની પાસે જઈને નમસ્કાર કર્યા સાધુ મહાત્માઓ એમને પ્રેરણા કરી ભાગ્યશાળી મોંઘેરો માનવ મળ્યો છે તો એનો સદુપયોગ કરવાનો વિચારો સારી વસ્તુ નો સારો ઉપયોગ કરવામાં આવશે નહીં તો ભવિષ્યમાં એ સારી વસ્તુ આપણને મળશે પણ નહીં પછી આપણે શું કરવાનું.
એ જ સમયે તેણે માછીમારીનો ધંધો બંધ કરી દીધો. મને બીજું કઈ મળશે તો ઠીક છે પણ નહીં મળે તો જે હશે એ એનાથી ચલાવવાનો નિર્ણય કરે છે.
ત્યાંથી મરીને તે દામનક તરીકે ઉત્પન્ન થયો છે. એણે માછલાંને મરવાથી બચાવેલાં એના કારણે એને મરણાંતક કષ્ટ આવવા છતાં પણ એના બચાવવાના કારણે સાગરદતના મારવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા.
દામનગર અને જ્ઞાની ગુરુ મળ્યા અને તેમની પાસે દીક્ષા લીધી સારી રીતે સંયમ જીવન નું પાલન કરીને એ સ્વર્ગે ગયો ત્યાંથી અનુક્રમે એ મોક્ષમાં પણ જશે આપણે પણ આપણા જીવનના સરનેજ મેળવવો હોય તો હિંસા જેવા બાળકોને શરદી ને ત્યાં કરવો જોઈએ સંયમ જીવનનો સ્વીકાર કરવો જોઈએ તો જ જીવન ધન્ય બને.
આભાર સંદેશ સમાચાર પૂર્તિ તારી 11- 11- 2021-
સંકલન રામજીભાઈ રોટાતર
No comments:
Post a Comment