સાજા-નરવા રહેવા કરો ધનવંતરી પૂજન
ધનતેરસના દિવસે રોગો સામે રક્ષણ સ્વસ્થ શરીર અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરવા માટે ભગવાન ધનવંતરિની સાધના સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે તેનો જન્મ સમુદ્ર મંથન વખતે તેરસના દિવસે થયો હતો અને તેમના હાથમાં અમૃતથી હતું ભગવાન ધન્વંતરિ એ તમામ જીવોના સ્વાસ્થ્ય માટે આપેલા છે તેથી જ આ દિવસે ભગવાન ધનવંતરિની પૂજા કરવાનો વિશેષ નિયમ અને મહિમા છે ધનતેરસના દિવસે પરિવાર સાથે તમામ રોગોમાંથી નાશ પામે છે અને મજબૂત શરીર પ્રાપ્ત થાય છે.
ભગવાન ધનવંતરી આયુર્વેદ ના સર્જક અને આરોગ્યના મુખ્ય દેવતા છે ભગવાન વિષ્ણુએ વિશ્વને બચાવવા માટે 24 અવતારો લીધા છે જેમાં ભગવાન ધન્વંતરિ બારમાં અંશાવતાર છે એટલે કે ધન્વંતરિ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે.
આયુર્વેદ વિશ્વના સ્થાપક ભગવાન ધન્વંતરી આરોગ્ય ઉંમર અને તેજસ્વિતા ના આરાધ્યદેવ છે તમામ ભાઈ અને તમામ રોગોનો નાશ કરનાર દેવ ધન્વંતરિ ભારતના મહાન ચિકિત્સક હતા જેમને ભગવાન નો વિરોધ મળ્યું હતું ભગવાન વિષ્ણુના અવતાર ધન્ય સમુદ્ર મંથન દરમિયાન પૃથ્વી પર અવતરિત થયા હતા . શરદ પૂર્ણિમા પર ચંદ્ર ,કાર્તિક દ્વાદશી પર કામધેનુ ગાય, તેરસ પર ધનવંતરી, ચૌદસ પર કલ્પવૃક્ષ અને અમાવસ્યા પર ભગવતી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી ઉભરી આવેલા.
દીપાવલીના બે દિવસ પહેલા કાર્તિક ત્રયોદશી એટલે કે ધનતેરસના દિવસે ધનપૂજા ની સાથે સ્વાસ્થ્ય સારું રહે તે માટે ધનવંતરિની પૂજા કરવાનું મહત્વ છે જીવનના સર્જક તરીકે સન્માનિત જીવંત પ્રાણીઓનું રક્ષણ ,આરોગ્ય, તંદુરસ્ત જીવનશૈલી એ ધન્વંતરિ ભગવાનની દેન છે. આ દિવસે ધન્વંતરિને સમગ્ર વિશ્વને સાજા કરવા અને માનવ સમાજને દીર્ઘાયુ પ્રદાન કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર દેવતાઓના ચિકિત્સક ધનવંતરિના ચાર હાથ છે. અને ચક્ર બંન્ને ઉપરના હાથમાં ધારણ કરેલા છે. જે બે હાથ છે તેમાં ઔષધી અને બીજામાં અમૃતકળશ ધારણ કરેલા છે.
ભગવાન ધન્વંતરિ એ દેવને મનુષ્યના જીવન અને સ્વાસ્થ્ય માટે આયુર્વેદ શાસ્ત્ર નો ઉપદેશ ઋષિ વિશ્વામિત્ર ના પુત્ર શુશ્રુત મેં આપ્યો હતો રોગના સંપૂર્ણ નાશ માટે ભગવાન ધન્વંતરિ દ્વારા રચિત ધન્વંતરી સંહિતા આયુર્વેદ નો આધાર ગ્રંથ છે.
હાલના સમય મુજબ એવું કોઈ પણ ઘર નહીં હોય જેના આરોગ્યને લઇને પ્રશ્નો નહીં હોય આજે દવાખાનામાં લાંબી લાઈનો હોવાથી વ્યક્તિ જે પીડા થી પીડાય છે જે માણસ એવું જીવન જીવી રહ્યો છે કે તેને ખબર નથી કે તેનું બાળપણ ક્યારેય પૂર્ણ થઇ ગયું છે અને તે યુવાન બની ગયો તો સર્વે કરવામાં આવે તો મનુષ્યની અંદર ઉત્સાહ માત્ર 25 વર્ષની ઉંમર સુધી જ રહે છે.જો આપણે આપણા પૂર્વજો ઉપર નજર નાખીએ તો તેઓ 100 વર્ષ પુરા કર્યા પછી પણ થાકતા નથી તેઓ જીવનમાં નિરાશ થયા નથી આજે પણ આદિવાસી વિસ્તારમાં જડીબુટ્ટી અને મંત્ર પ્રયોગ દ્વારા રોગોની સારવાર કરવામાં આવે છે.
મંત્ર તથા સાધનાના બળ થી આજે પણ આપણે શરીરને બળવાન અને યુવાન બનાવી શકાય છે હજુ પણ કેટલીક એવી સાધનો છે જે પૂર્ણ કર્યા બાદ આજે પણ સન્યાસી લોકો શૂન્યમાં રહીને પણ સ્વસ્થ રહે છે. તેમની પાસે ઉપલબ્ધ ઘણી સાધનાઓ માંથી એક ધનવંતરી સિદ્ધિ પ્રયોગ છે જે રોગોથી મુક્તિ માટેની અનોખી પદ્ધતિ છે જેના દ્વારા વ્યક્તિ તમામ પ્રકારના રોગોથી દૂર રહી શકે છે.
આભાર સંદેશ સમાચાર તારીખ 2- 11- 2021
No comments:
Post a Comment