તબીબી મરજીવાઓ નેઈલસ ફિનસન
નેઈલસ, આઠ-નવ વર્ષનો એક નાનો છોકરડો સૂર્યપ્રકાશને જોઈ રહ્યો હતો. તેની સામે સૂર્યપ્રકાશથી રોગગ્રસ્ત જંતુઓ, જેવા કે ટેડપોલ અને બીજા નાનાં જંતુ હતા. તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને થયું કે આ એક રસપ્રદ ઘટના છે અને તેને થઈ કે સૂર્યપ્રકાશ ની અસર માનવીને થતા રોગ પર કેવી થાય છે તેનો અભ્યાસ કરવો જોઈએ. ૧૮૬૦માં ટોર્શહેવલ , ફેરો આઈસલેન્ડની જે ડેનમાર્કનો એક હિસ્સો છે. અને આઈલ્સની ઉત્તરમાં છે. જાને માં તેનો રાજધાનીમાં તેનો જન્મ થયો હતો. શરૂઆતનો અભ્યાસ તેણે ડેન્માર્ક કોપનહેગન માં કરીને ૧૮૯૧માં તબીબી પદવી મેળવી ત્યાર પછી થોડા વર્ષ એનેટોમી શીખવ્યા પછી તેને થયું કે આ તમારો વિષય નથી અને બચપણ ના શોખ પૂરા કરવા તેને નોકરી છોડી અને પૂરા સમય માટે સૂર્યપ્રકાશ સારવાર ફોટો થેરાપી પાછળ જિંદગી ગાળવાનો વિચાર કર્યો.
1893માં આ નોકરી છોડી દીધી પણ થોડા ટ્યૂશન આપવાનું ચાલુ રાખ્યું જેથી ગુજારો થઈ શકે, પણ એક તકલીફ શરૂ થઈ.આ તેની પોતાની હતી. તેને એક ગંભીર બીમારી જેને 'PICK'S DISEASE'કહે છે તે લાગુ પડી આ બીમારીમાં શરીરના અગત્યના અવયવો ,લીવર, હૃદય અને બરોળના અમુક પ્રકારના કેનેકટિવ ટીસ્યુ- સંયોજક ઊતક ધીમેધીમે કઠણ થતા હતા. અને આ બીમારી કદાચ ૧૯૩૩થી હતી આને લીધે તે અવયવો નબળા પડતા જાય અને પેટમાં પાણી ભરાતું પણ આ તબીબી મરજીવાને તેનું કાર્ય પૂર્ણ કરવાનું હતું જિંદગીના છેલ્લા આઠ વર્ષ તો તેણે વ્હીલચેરમાં ગાળ્યા હતા. અને વારંવાર પેટમાંથી પાણી કાઢવું પડતું હતું .આવી રીતે ૧૮ વખત પાણી કાઢ્યું હતું અને દર વખતે ૬ થી ૭ લીટર. પણ નેઈલસ ફીનસન હિંમત હાર્યો ન હતો.
તે પોતાની આત્મકથામાં કહે છે: 'મારા રોગ મારા વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. આ રોગને લીધે જ મને સૂર્યપ્રકાશની શોધ માં રસ પડ્યો. મને એનિમિયા પણ હતો .અને હું થાકી જતો હતો અને હું એવા ઘરમાં રહેતો હતો .જે ઉત્તર દિશામાં હતું અને હું માનવા લાગ્યો કે જો મને વધુ સૂર્યપ્રકાશ મળે તો હું સારો થઈશ અને મેં મારો મોટા ભાગનો સમય સૂર્યપ્રકાશમાં પસાર કર્યો હતો. અને હું તબીબી વિદ્યાર્થી હતો. એટલે મને રસ પડ્યો કે સૂર્ય મને શું મદદ કરી શકે.ત્યાર પછી મેં બળિયા ની સારવાર માટે સૂર્યના લાલ કલરનો ઉપયોગ કર્યો 1893 અને ૧૮૯૫માં લ્યપસ ની સારવાર માટે.
1896માં તેણે કોપનહેગનમાં 'લાઈટ ઇન્સ્ટિટ્યૂટ 'ની સ્થાપના કરી અને સૂર્યપ્રકાશથી રોગ કેવી રીતે મટી શકે તેના સંશોધનો કર્યા. તેણે તેનું કાર્ય ૧૮૯૩ થી શરૂ કર્યું હતું તે વર્ષમાં જ તેને બળિયા-સ્મોલપોકસમાં થતા ચામડી પર થતા ડાઘ- રોગ પર ફીલ્ટર્ડ સનલાઈટ- ચળાઇને આવતા સૂર્યપ્રકાશથી ફાયદા થાય છે તે શોધી કાઢ્યું તેણે શોધી કાઢ્યું કે સૂર્યપ્રકાશના કિરણોના રંગ પટમાંથી જો લાલ કિરણો દૂર કરવામાં આવે તો બળિયાના આ પ્રકારના રોગમાં ફાયદો થાય છે. આ વાત તેણે 1893 -1894માં પ્રસિદ્ધ કરી અને પછી એક એવા રોગ પર તેને 'લ્યપસ વલ્ગારીસ ' રોગ પર કામ કર્યું .આ રોગ એક પ્રકારના બેકટેરિયાથી થાય છે અને ફીનસેને નોંધ્યું કે સૂર્યપ્રકાશથી બેક્ટેરિયા નાશ પામે છે. પ્રિઝમ-ત્રિપાશ્ચ કાચ-માંથી કુત્રિમ પ્રકાશ પસાર કરીને રોગગ્રસ્ત ભાગ પર તેણે તીવ્ર પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર કર્યા અને આ સારવાર પદ્ધતિ તેણે લાઈટ ઇન્સ્ટિટ્યૂટમાં હજારો લ્યુપસ વલ્ગારીસના દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા તેઓ પર સાબિત કરી. લ્યુપસ વલ્ગારીસના માટે અલ્ટ્રાવાયોલેટથી સારવાર દાયકા સુધી મુખ્ય સારવાર પદ્ધતિ રહી.
આ શોધને લીધે નોબેલ કમિટી નું ધ્યાન આ તબીબ પર ગયું પણ તે હજુ યુવાન હતો પણ તે સાથે તેની તબિયત બગડતી જતી હતી અને કમિટીને થયું કે આ ઈનામ તેને માટે અગત્યનું છે. અને નોબેલ કમિટિએ જે પત્ર મોકલાવ્યો પ્રથમ હતું તે પછી અમે નક્કી કર્યું કે તેનું પ્રથમ વાકય હતું, 'તે પછી અમે નક્કી કર્યું કે તે ડીનીશ (ડેનમાર્ક)છે.
આ ઇનામ જ્યારે સ્ટોકહોમમાં 17 ઓક્ટોબરે ૧૯૦૩માં મળ્યું ત્યારે તે વ્હીલચેર માં તેના ઘરમાં હતું અને બધાના અભિનંદન સ્વીકારતો હતો તેણે કહ્યું કે તે ઈનામમાંથી 50,000 ક્રાઉન લાઈટ ઇન્સ્ટિટ્યૂટને આપશે અને ૬૦,૦૦૦ ક્રાઉન હ્દય અને લીવર ની સારવાર કરતાં સેનેટોરીયમને આપશે .જિંદગીના છેલ્લા વર્ષમાં તેણે આહારમાં ઓછા મીઠાની અગત્યતા વિશે કામ કર્યું અને તે પેપર ૧૯૦૪માં પ્રસિદ્ધ થયું.
૨૪મી સપ્ટેમ્બર ૧૯૦૪માં તેનું મૃત્યુ ૪૩ વર્ષે કોપનહેગન ડેનમાર્ક માં થયું .જીવનના છેલ્લા શ્વાસ સુધી તેણે માનવજાતની સેવા અને તેના દર્દ દૂર કરવા મહેનત કરી હતી.
આભાર---સબળા શિક્ષણ અંક --માહે એપ્રિલ ૨૦૨૧
No comments:
Post a Comment