Thursday, 11 November 2021

શિવાજી મહારાજની અનન્ય ગુરુભક્તિ

શિવાજી મહારાજની અનન્ય ગુરુભક્તિ
છત્રપતિ શિવાજી મહારાજ સમર્થ સ્વામી રામદાસ ના એકનિષ્ઠ ભક્ત હતા .એટલા માટે સમર્થ ગુરુ રામદાસ સ્વામી  અન્ય શિષ્યોની સરખામણીમાં  શિવાજીને ખૂબ જ પ્રેમ કરતા હતા. આ વાત અન્ય શિષ્યોને હંમેશા ખટકતી હતી. ગુરુનું  વર્તન શિષ્યોને ભેદભાવયુક્ત લાગતું હતું.
  સ્વામી રામદાસ શિષ્યોની વાત સમજી ગયા. એક દિવસ તે શિવાજી સિવાય બધા જ શિષ્યોને લઈને જંગલમાં વિહાર કરવા નીકળી ગયા .રસ્તામાં સ્વામી રામદાસ એ ગુફાની અંદર સૂઈ ગયા અને પેટના અસહ્ય દુખાવાની ફરિયાદ કરવા લાગ્યા. બધા જ શિષ્યોએ ગુરુજી ને પૂછ્યું કે,' અમે શું કરીએ કે જેથી તમારા પેટનું દર્દ ઓછું થાય ?'ત્યારે ગુરુજીએ કહ્યું કે ,'મારા પેટનો ઈલાજ તો છે, પણ એ બહુ જોખમી છે ગુરુજી ઉપચાર બતાવ્યો પણ બધા જ શિષ્ય એકબીજાની સામું જોવા લાગ્યા અને પાછળ ખસી ગયા.
    એવામાં શિવાજી ગુરુજીને શોધતા-શોધતા જંગલમાં આવી પહોંચ્યા . ત્યાં તેમણે ગુરુજીના પેટ ના દુખાવા ની વાત સાંભળી ગુરુજી ને પૂછ્યું કે ,'આ દુખાવાનો કોઈ ઈલાજ ખરો ?'ત્યારે ગુરુજીએ કહ્યું કે ,ઈલાજ તો છે, પણ મારા કોઈ શિષ્ય ન કરી શક્યા એવો છે, માટે તું પણ રહેવા દે.'
   શિવાજી એ કહ્યું કે,' તમે મને કહો તમારી પીડા ને મટાડવા માટે હું કંઈ પણ કરીશ.' ત્યાર બાદ ગુરુજીએ કહ્યું કે, જો વાઘણનું દૂધ મળે તો તેના ઉપચારથી આ પીડા ઓછી થાય.' શિવાજી તો આટલું સાંભળતા જ વાઘણની શોધમાં જંગલમાં નીકળી પડ્યા અને વાઘણ મળતાં તેની પીઠ પર હાથ ફેરવી ,તેને પ્રેમથી વશ કરી, દૂધ લઈને જલ્દીથી ગુફામાં ગુરુજી પાસે પહોંચી ગયા.
ત્યારે ગુરુજી ઊભા થઈ ગયા તમે કહ્યું કે,' તારા જેવા એકનિષ્ઠ શિષ્ય હોય, પછી ગુરુની પીડા ક્યાંથી ટકી શકે ?' શિષ્યો પણ સમજી ગયા કે ગુરુજી જ્યારે કોઈને વિશેષ પ્રેમ કરે છે તો તેનામાં વિશેષ યોગ્યતા પણ હોય જ છે.
આભાર સંદેશ સમાચાર શ્રદ્ધા પૂર્તિ તારીખ  11 નવેમ્બર 2021
સંકલન--રામજીભાઈ રોટાતર

No comments:

Post a Comment