આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે.
ગુજરાતના એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલો બાળક ખેડા જિલ્લાની ખમીરવંતી ભૂમિ પર ઉછર્યો. આપ બળે ઈંગ્લેન્ડ ગયો અને ગોલ્ડ મેડલ સાથે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી પાછા આવ્યા.
સરદાર સાહેબ ઈંગ્લેન્ડથી બેરિસ્ટરની ડિગ્રી લઈ તારીખ 13 ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભારત પાછા ફર્યા હતા. તે વખતે મુંબઈના બંદર પર તેમને લેવા માટે નવ વર્ષના તેમના પુત્રી મણિબહેન અને સાત વર્ષના ડાયા ભાઈ હાજર હતા તેમના મોટાભાઇ વિઠ્ઠલભાઇ પણ વિઠ્ઠલભાઈ પણ હાજર હતા.
એ વખતે મુંબઈમાં વડા ન્યાયાધીશ તરીકે સર basil scott હતા વલ્લભભાઈ એક ભલામણ પત્ર સાથે સર બેસિલ સ્કોટને મળ્યા.સર બેસિલે તેમને માનપૂર્વક આવકાર્યા સર basil સ્કોટના પિતરાઇ ભાઇઓએ વલ્લભભાઈ પટેલ ન્યાયાધીશ બને તેવી ઇચ્છા વ્યક્ત કરતા ભલામણ પત્ર લખી આપ્યો હતો પણ વલ્લભભાઈએ સર બેસિલ સ્કોટને કહ્યું કે મારી ન્યાયાધીશ બનવાની ઈચ્છા નથી તે પછી સર બેસિલ સ્કોટે તેમણે મુંબઈમાં વકીલાત કરવાની ઈચ્છા હોય તો મદદરૂપ થવાની ઈચ્છા વ્યક્ત કરી વલ્લભભાઈએ કહ્યું અહીં અસીલો મને ઓળખતા થાય તેમાં વર્ષો નીકળી જશે ૩૮ વર્ષની ઉંમરે મને રાહ જોવાનું પરવડે તેમ નથી.
સર બેસિલ સ્કોટનો આભાર માની વલ્લભભાઈ ઘેર આવ્યા અને છૂટા પડતાં તેમણે પર બેસિલ ને કહ્યું:'હવે હું મારા વતન કરમસદ થી 50 માઈલ દૂર આવેલા અમદાવાદમાં જ વકીલાત કરીશ.
બીજા જ દિવસે સવારે વલ્લભભાઈ પટેલ ગુજરાત જવા ઉપડ્યા. છોકરાઓ ત્યાં જ રહ્યા મણિબહેનને મુંબઈની સેન્ટ જોસેફ કોન્વેન્ટ માં દાખલ કરવામાં આવ્યા ડાહ્યાભાઈને છોકરીઓની સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. વલ્લભભાઈને અમદાવાદમાં અસીલો એ નવરા પડવા દીધા જ નહીં .બેરિસ્ટર થઈને આવેલા આ નવા વકીલ નું વર્ણન કરતાં તેમના સાથી વકીલ અને લોકસભાના પહેલા સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકર લખે છે સરસ પેસેન્જર કપડા માણસ જ હોશિયાર યુવાન માથા પર ફેલ્ટ હેટ જરા બાકી રહેતા વર્તનમાં આંતરડા અને કડક વલ્લભભાઈ ની આંખ સાચા માણસનો તાગ કાઢતી .નવા વકીલો આ નવા બેરિસ્ટર નું બારીકાઇથી નિરીક્ષણ કરતા. તેમનું વ્યક્તિત્વ અને એ વર્તન આકર્ષક હતું.તેમને લોકો તેમને આદર અને અહોભાવથી જોતાં કોઈપણ ન્યાયાધીશ વિવેક ની હદ સહેજ પણ છોડે કે પોલીસ પક્ષપાત કરે તો વલ્લભભાઈ સાંખી લેતા નહીં ન્યાયાધીશ,
સરકારી વકીલ કે પોલીસની કોઇ જ પરવા કર્યા વગર તડને ફડ સંભળાવી દેતા .
અમદાવાદમાં વકીલાત દરમ્યાન બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ રોજ સાંજનો સમય ભદ્ર વિસ્તારમાં આવેલી ગુજરાત કલબમાં જ વિતાવતાં. સિગારેટોના ડબ્બા ખાલી કરતા, પત્તા રમતા, નવાસવા વકીલોની ઠઠ્ઠા મશ્કરી કરતા, નવાજૂની આપ-લે કરતા, ક્યારેક રાજકારણની અથવા મ્યુનિસિપાલિટીના કારભારની ચર્ચા કરતા. ભાઈ બ્રિજની રમત બોરસદમાં શીખ્યા હતા. અને આ રમતમાં તેઓ એક્કા થઇ ગયા હતા. વલ્લભભાઈ ની હોશિયારી જાણીતી હતી. આમ તો કે એ વખતના પીડ સોલિસિટર વાડિયાએ ગુજરાત કલબમાં જ બ્રિજ રમવાનું શરૂ કરાવ્યું હતું અને તેઓ પોતાને આ રમત ના નિષ્ણાત સમજતા હતા તેમણે વલ્લભભાઈને બ્રિજ રમવા પડકાર ફેંક્યો અને બ્રોકર નામના વકીલ તેમની સાથે જોડાયા. વલ્લભભાઈ એ પણ એક સાથીદાર શોધી તેમની સામે રમવું એ ની દરખાસ્ત મૂકી વલ્લભભાઈએ પડકાર સ્વીકારતા શરત મૂકી સો પોઇન્ટના ચાર-છ આના નહીં પરંતુ પાંચ પાઉન્ડ લગાવવામાં આવે તો જ હું રમીશ.
એ શરત સ્વીકારવામાં આવી બ્રિજની રમત શરૂ થઈ વાડિયા અને બ્રોકરે વલ્લભભાઈ સામે પહેલા દિવસે ૧૫ થી ૨૦ પાઉન્ડ ગુમાવ્યા. બીજા દિવસે રમત ફરી શરૂ થઈ ત્યારે ગુજરાત કલબના સભાસદોએ ગપ્પા મારવાનું છોડી દઈ વલ્લભભાઈ અને વાડિયા બુક ની રમત મળવા તેમના ટેબલની આસપાસ ઊભા રહી ગયા.બીજા દિવસે પણ વલ્લભભાઈ સામે વાડિયા અને બ્રોકરે 30 પાઉન્ડની હાર ખાધી. ત્રીજા દિવસે વાડીયા ના પત્ની તેમના પતિને ગુજરાત કલબમાં જવા દીધા જ નહીં અને આ શરતી જુગાર ન રમવા તેમણે વલ્લભભાઈ ને વિનંતી કરી. બેરિસ્ટર વલ્લભભાઈએ વિનંતીનો સ્વીકાર કર્યો.
એક દિવસ વલ્લભભાઈ તેમના ઘેર બેઠેલા હતા અને અચાનક લન્ડન માંથી તેમની સાથે ભણતા સહાધ્યાયી અંગ્રેજ ગોડફ્રે ડેવિસ તેમના ઘેર આવી ચડ્યા. બેઉ જૂના મિત્રો હતા . ગોડફ્રે ડેવિસ બ્રિટિશ સરકારમાં સનદી અધિકારી તરીકે જોડાયા હતા તેમની અમદાવાદના નાયબ કલેકટર તરીકે નિમણૂક થઈ હતી વલ્લભભાઈને ન્યાયાધીશનું પદ અથવા 'સર'નો ખિતાબ બેઉ મળવાના હતા. સ્પષ્ટ વક્તા અને વ્યવહાર ચતુર વલ્લભભાઈ 'સર' વલ્લભભાઈ બને તો ભારત અને અંગ્રેજોના શાસન એ મહત્વનો ટેકેદાર મળી જાય તેવો અંગ્રેજો નો ખ્યાલ હતો. અંગ્રેજો ઈચ્છતા હતા કે વલ્લભભાઈ સાથે રહેતો ભારતના ખડતલ અને દેશભક્ત ખેડૂતો ની વફાદારી પણ અંગ્રેજ શાસન ને મળી જાય અને ભારતનો આત્મા અંગ્રેજોના કબજામાં આવી જાય આવા જ કોઇ કારણસર મુંબઈ માં સર બેસિલે વલ્લભભાઈ પટેલને ન્યાયાધીશ બનવા ઓફર કરી હતી જે વલ્લભભાઈએ નકારી કાઢી હતી તે પછી પણ વલ્લભભાઈ ખિતાબ સ્વીકારે તો ભારતમાં જ રાજ કરતી બ્રિટિશ સરકાર ગમે તે કરવા તૈયાર હતી.
પણ વિધાતાની યોજના કંઈ જુદી જ હતી સમય વીતતો રહ્યો વલ્લભભાઈને સરકારી તંત્રમાં સર્વોચ્ચ સ્થાને લઈ જવાની સીડી તૈયાર જ હતી પણ વલ્લભભાઈ માટે કુદરતે કંઈ બીજું જ વિચારી રાખ્યું હતું ન તો તમે ન્યાયાધીશ બનવાનું પસંદ કર્યું કે ન તો 'સર'નો ખિતાબ લેવાનું. હું
૧૯૧૫ના ઘણાના એપ્રિલ માસમાં મોહનદાસ કરમચંદ ગાંધી નામના બેરિસ્ટર દક્ષિણ આફ્રિકામાં 20 વર્ષ ગાળ્યા બાદ સ્થાયી થવા અમદાવાદ આવ્યા મોહનદાસ કરમચંદ ગાંધી વલ્લભભાઈ કરતા છ વર્ષ મોટા હતા દક્ષિણ આફ્રિકામાં ઘોડા અને ભારત પાસે વચ્ચે સમાનતા સ્થાપવા આદરેલી લડત ના અદભુત પરીણામો હાંસલ કર્યા હતા ભારતમાં પગ મૂકયા ને એક જ મહિનામાં તેમને 'મહાત્મા' નું બિરુદ મળ્યું હતું.
મોહનદાસ કરમચંદ ગાંધીએ અમદાવાદમાં કોચરબમાં આશ્રમ શરૂ કર્યો ત્યારે ગુજરાત કલબના ઘણા સભ્યો કુતૂહલવશ એ આશ્રમ જોવા જતા ગાંધીજી સત્યાગ્રહ અને અહિંસાની વાતો લઈને તેઓ આવતા સત્યાગ્રહ અને અહિંસા જેવા સાધનો જ ભારતીયોને પરદેશી ધૂંસરીમાંથી મુક્તિ અપાવશે તેવું ગાંધીજી કહેતા. ગાંધીજીના વિચારો ની વાતો ગુજરાત કલબમાં બેસતા વકીલોમાં ચર્ચાતી ગાંધીજીના આ વિચારો વાતો સંબંધી ટીકાઓ કરી વલ્લભભાઈ હસતા અને બીજાને હસાવતા. કેટલાક સભાસદોના આમંત્રણથી ગાંધીજી ગુજરાત કલબમાં આવ્યા 1916 ની આ ઘટના છે ગાંધીજી પ્રવચન પણ કરવાના હતા સંખ્યાબંધ લોકો તેમનું ભાષણ સાંભળવા ગયા એ વખતે વલ્લભભાઈ પત્તા રમતા હતા રવેશમાં પોતાનું પત્તા રમવા નું ટેબલ વટાવીને લોકો ગાંધીજી ની પાસે જાય તે બેરિસ્ટર વલ્લભભાઈ ને ગમ્યું નહીં તેમણે કેટલાક મને રોકવા પ્રયત્ન કર્યો abc વલ્લભભાઈ બ્રિજ રમતા હતા અને ગણેશ વાસુદેવ માવળંકર તેમની બાજુમાં બેસીને રમત નિહાળી રહ્યા હતા ગાંધીજીને આવતા માવળંકર ઊભા થઈ ગયા.
વલ્લભભાઈ પટેલે કહ્યું :'માવળંકર કેમ ઊઠયા? ક્યાં જવું છે?'
માવળંકરે એ કહ્યું: જુઓ! ગાંધી આવ્યા છે!'
વલ્લભભાઈએ કહ્યું' તેમાં શું થઈ ગયું? અમારી બ્રિજની રમત જોશો તો તેમાં તમને વધારે જાણવા મળશે. વળી ગાંધી શું બોલવાના છે તે હું જ તમને કહી દઉં. તમને ઘઉં માંથી કાંકરા વીણતાં આવડે છે કે નહીં તેવું ગાંધી તમને પૂછશે અને આ પ્રવૃત્તિથી આઝાદી મળી જશે કેવુ તમને ઠસાવશે.'
બધા મોટેથી હસ્યા.
પણ માવળંકર તો ગાંધીને સાંભળવા ગયા જ.
માવળંકર ના મતે ગાંધીજી માટે વલ્લભભાઈ આવી જ ભાષામાં વાત કરતા હોવા છતાં એક દિવસ તેઓ 'ગાંધી માટે આદર 'ધરાવતા થયા.
એક દિવસ વલ્લભભાઈ પટેલ સાબરમતીના પટમાં યોજાયેલી ગાંધીજીની સભામાં બાપુ ને સાંભળવા ગયા ગાંધીજીને સાંભળ્યા બાદ તેમણે ધીકતી પ્રેક્ટિસ છોડી દીધી. વિદેશી વસ્રોનો ત્યાગ કર્યો .સરદાર સાહેબ બેરિસ્ટર તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા હતા ત્યારે તેમની પાસે ડઝનબંધ શૂટ , નેકટાઇઓ, અરીસો,કોલર્સ, દસેક જોડી બૂટ હતા. એ બધું છે એમણે ફગાવી દીધું. તમામ વિદેશી જો અને વસ્ત્રોની હોળી કરી દીધી અને બરછટ ખાદી અપનાવી.
ગાંધીજીના તેઓ ચુસ્ત સમર્થક બની ગયા આઝાદીના જંગમાં તેઓ ખભે ખભો મિલાવીને ગાંધીજી સાથે જઈએ રહ્યા.
ભારતને આઝાદી મળી ત્યારબાદ તેઓ વડાપ્રધાન પદના દાવેદાર હોવા છતાં ગાંધીજીના આદેશને માથે ચડાવી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા એ વખતના સુપ્રસિદ્ધ બ્રિટિશ પત્રકાર અને લેખક બેશરીએ 1950ના વર્ષમાં લખ્યું હતું. ' Nehru heads the government but sardar Patel runs it 'એટલે કે સરકારના વડા નહેરુ છે પણ સરકાર તો સરદાર જ ચલાવે છે.
દેશના નાયબ વડાપ્રધાન તરીકે સરદાર સાહેબને તેમના નિવાસસ્થાને મળેલો એક જ ટેલિફોન હતો તેનો નંબર 40 407 હતું સરદાર સાહેબ એ ફોનનો ઉપયોગ સરકારી કામકાજ માટે જ કરતા. અંગત કામ માટે એ ફોન વપરાય તો તેઓ તેનાં પોતે જ ચૂકવી દેતા એ રીતે તેમને મળેલી સરકારી કારનો ઉપયોગ સરકારી કામકાજ માટે જ તેઓ કરતા તેઓ સરકારી કામકાજ માટે લખાતી ટપાલની ટિકિટો સરકાર ના ખાતા માંથી લેવાતી પરંતુ અંગત તો માટેનો ટપાલ ટિકિટ નો ખર્ચ પોતે ભોગવી લેતા.
સરદાર સાહેબે પોતાના પુત્ર ડાહ્યાભાઇ ના લગ્ન વખતે માત્ર ૧૨ રૂપિયાનું ખર્ચ જ કર્યું હતું.
એકવાર સરદાર સાહેબના પુત્ર ડાહ્યાભાઇ પિતાને મળવા દિલ્હી ગયા ત્યારે સરદાર સાહેબે ડાહ્યાભાઈ ને સ્પષ્ટ કહી દીધું હતું: અહીં તમને ભાતભાતના લોકો મળશે. રોટલો ન મળે તો મારી પાસે આવજો પરંતુ મારા નામનો ઉપયોગ ક્યાંય પણ કરશો નહીં અને મારા નામે કોઈ કમાણી પણ કરશો નહીં!
કોઈનીયે લાગવગ લઇને મારી પાસે આવશો
નહીં. હું દિલ્હી છું ત્યાં સુધી દિલ્હીથી બે માઈલ દૂર રહેજો.
૧૯૧૩થી 1917ના વર્ષ દરમિયાન વકીલ દ્વારા મહિને રૂપિયા ૪૦ હજારની આવક ધરાવતા સરદાર સાહેબ નું ૧૯૫૦માં અવસાન થયું ત્યારે તેઓ દેશના નાયબ વડાપ્રધાન હતા અને તેમના મૃત્યુ સમયે તેમનું બેન્ક બેલેન્સ માત્ર રૂ 216 હતું આવા હતા સરદાર.
સાદગી ના પ્રતિક એવા સરદાર સાહેબની જન્મથી લઈને મૃત્યુ સુધી ની દુર્લભ તસવીરો, તેમના વસ્ત્રો તેમના ચંપલ, પેન, તેમની પ્રિય ગીતા અને પુસ્તકો જોવા હોય તો અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા 'સરદાર વલ્લભભાઈ પટેલ' રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લેવી જોઈએ. બાળકોને પણ સાથે લઈ જવા જોઈએ. આ સંસ્થાના અધ્યક્ષ તરીકે તરીકે કેન્દ્રના પૂર્વ મંત્રી દિનશા પટેલ સરદાર સાહેબની યાદ રાખવા રાષ્ટ્રીય સ્મારક અને અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ કર્યું છે. સરદાર સાહેબને વંદન.
No comments:
Post a Comment