Thursday, 4 November 2021

દિપાવલી વિશે જાણવા જેવું

દીપાવલી
તમસો માં જ્યોતિર્ગમય
અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ
લક્ષ્મીના માલિક થવાના બદલે લક્ષ્મીજીનો માતા તરીકે સ્વીકાર કરો.
  આજે દિપાવલી છે. ભારત વર્ષમાં મોટામાં મોટો તહેવાર છે મહાકવિ કાલિદાસે ભારતના લોકોને ઉત્સવપ્રિય કહ્યા છે. ભગવાન શ્રીરામ લંકા રાવણ સામે નું યુદ્ધ જીતીને અયોધ્યા પધાર્યા હતા ત્યારે તેમને વધાવવા આખી અયોધ્યા નગરી એ લાખો દીવડાઓ પ્રગટાવીને અયોધ્યા ને પ્રજવલિત કરી દીધું હતું. તે પરંપરા ની યાદમાં ભારતમાં આજે દીપાવલીના દિવસે રાતના સમયે ઘરઆંગણે દીવડા પ્રગટાવે છે. જૈન ના 24માં તીર્થંકર મહાવીર સ્વામી આજના દિવસે જ નિર્વાણ પામ્યા હતા. સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ નો જન્મ અને જળ સમાધી આજના દિવસે થયા હતા. શીખોના છઠ્ઠા ધર્મગુરુ hargovindji અને પરાક્રમી રાજા વિક્રમાદિત્ય તે પણ દીપાવલીના દિવસે જ વિજય પર્વ મનાવ્યું હતું. દીપાવલીનો દિવસ લક્ષ્મી પૂજનનો દિવસ છે.
     સમુદ્ર મંથન દરમિયાન જે ચૌદ રત્નો સમુદ્રમાંથી બહાર નીકળ્યા. તેમાં સૌથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી હતાં આ અનુપમ સુંદરી, સુવર્ણમયી, તિમિર હારિણિ, પ્રસન્નવદના, શુભા અને કર્માશીલ એવા લક્ષ્મીજીને ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના અર્ધાંગિનીના સ્વરૂપે સ્વીકાર્યા હતા. આ પ્રકાશ મયદેવીએ અમાવસ્યા ની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરીને પ્રગટ થઈને સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય બનાવી દીધું હતું આ કાળી અંધારી રાત્રિએ જ આપણે પ્રતિવર્ષ સમગ્ર વાતાવરણને દીવડાઓથી પ્રજ્વલિત કરીનેમા મહા લક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ.
    આ પવિત્ર દિવસે આમ્રવૃક્ષ અને અશોક વૃક્ષોનાં પાંદડાંઓનું તોરણ બનાવીને તેને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવાથી ધન ધાન્ય ની વૃદ્ધિ, વંશવૃદ્ધિ,તથા મનની શાંતિ પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજી શુક્ર ગ્રહના કિરણોથી આકૃષ્ઠ થાય છે. કરતી વખતે નવી શાહીનો ઉપયોગ કરવો જરૂરી છે ચાદર વગેરે વસ્ત્રો સફેદ રંગના હોવા જોઇએ.
આભાર સંદેશ સમાચાર તારીખ ૪-૧૧-૨૦૨૧ 

No comments:

Post a Comment