Saturday, 6 November 2021

જૂનાગઢમાં કુદરતી સૌંદર્ય , સિંહ, ઐતિહાસિક સ્થળોનો જમાવડો , ગિરનાર.એશિયા

 જૂનાગઢમાં કુદરતી સૌંદર્ય સિંહ ઈતિહાસી સ્થળો નો જમાવડો
 ગુજરાતમાં ભવ્ય ઐતિહાસીક વારસો ધરાવતા શહેરોમાં એક સૌરાષ્ટ્રનું જુનાગઢ છે જૂનાગઢમાં ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યનો સુવર્ણ સમન્વય થયેલો છે તેની જીવનમાં એકવાર જૂનાગઢની મુલાકાત લેવા જેવી છે જૂનાગઢ તથા તેની આસપાસના વિસ્તારોમાં કેટલા જોવાલાયક સ્થળો છે કે ઓછામાં ઓછા ચાર દિવસ તમારી કાઢવા પડે ગિરનાર પર્વત પર્વતની તળેટીમાં વસેલું રમણીય શહેર છે પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિક વલલભ માં 'જીર્ણગઢ' તરીકે કર્યો છે .એવા જૂનાગઢ નો સામાન્ય અર્થ જૂનાગઢ થાય છે.
જૂનાગઢમાં જોવા જેવા સ્થળો ની ભરમાર છે ગિરનારમાં ભારતના ઈતિહાસ લેખન ની શરૂઆત થઈ એ અશોકનો શીલાલેખ પણ આવેલો છે અને ગિરનારની તળેટીમાં ભવ્ય મંદિર છે કે જેનો વિશાળ શિવલિંગ પહેલી નજરે જ મન મોહી લે છે. ગિરનાર પર્વતની તળેટીમાં અને ઉપર કુદરતી સૌંદર્ય છૂટ્ટે હાથે વેરાયેલું છે એક દિવસ તો ગિરનારના આરોહણ પાછળ જ જાય ને આ લહાવો લેવા જેવો છે. ગિરનાર પર્વત માળામાં દાતાર શિખર 2779 ફૂટ એટલે કે 847 મીટર પર છે આ પર્વત પર દાતાર બાપુ ની જગ્યા આવેલી છે અને ત્યાં જવા માટે આશરે ૩૦૦૦ પગથીયા છે સામાન્ય રીતે દરેક પ્રવાસી ત્યાં જાય છે.
  આ સિવાય ગિરનારમાં ઘટી ઘટુકો નામે સ્થળ ની પાસે પ્રાચીન 'ભીમ કુંડ' અને 'સુરજકુંડ' પણ આવેલો છે. કોટમાંથી ઉપર ચડતાં રાજુલગુફા આવે છે. અને આગળ સાતપુડાનું ઝરણું આવે છે ત્યાં પણ નાનો કુંડ છે .'કપિલધારા' કુંડ અને કમંડલ કુંડ સાચા કાકા ની જગ્યા પાસે મહાકાલી ની ભવ્ય મૂર્તિ અને કપિલધારા નામે કુંડ છે.
ત્યાંથી ગુરુ દત્તાત્રેય તરફ જતા માર્ગમાં કમંડલ કુંડ આવે છે. 'સીતા કુંડ 'અને 'રામ કુંડ' હનુમાનધારા પાસે જ્યાં સીતામઢી અને રામચંદ્રજીનું મંદિર છે ત્યાં સીતા કુંડ અને 'રામ કુંડ' આવેલા છે. જૂનાગઢમાં એક જોવાલાયક સ્થળો છે જુનાગઢની મધ્યમાં આવેલો ઉપરકોટ તરીકે ઓળખાતો કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો. આઠમી સદી સુધી વલ્લભીના શાસકોના કબજામાં રહ્યો અને પછી આ કિલ્લાનો જીર્ણોદ્ધાર ચુડાસમા રાજાઓએ કર્યો ઉપરકોટના કિલ્લામાં અડી કડી વાવ, નવઘણ કુવો, બૌદ્ધગુફાઓ, રાણકદેવીનો મહેલ (જામા મસ્જિદ) નીલમ તથા કડાનાળ તોપ, અનાજના કોઠારો તથા સાત તળાવ તરીકે ઓળખાતો વોટર ફિલ્ટર પ્લાન્ટ જોવાલાયક સ્થળો છે.
આ સિવાય નરસિંહ મહેતાનો ચોરો સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય દામોદર કુંડ મહાબત મકબરો બંધ ખાપરા-કોડીયાની ગૂફાઓ બાબા પ્યારેની ગુફાઓ મકબરો બહાઉદીન મકબરો બાલા સાહેબ સાયન્સ મ્યુઝિયમ તારામંડળ પ્લેનેટોરિયમ દરબાર હોલ મ્યુઝિયમ કચેરી ગાયત્રી મંદિર વાઘેશ્વરી મંદિર અક્ષર મંદિર સ્વામિનારાયણ મંદિર જુનુ વગેરે અનેક સ્થળો માણવા જેવા છે.
સફેદ વાઘનો ઠસ્સો સક્કરબાગ ઝૂમાં જોવા મળશે
જૂનાગઢમાં એક જોવાલાયક સ્થળ એ સકરબાગ જુઓલોજિકલ ગાર્ડન છે. સક્કરબાગ ઝૂ અથવા જૂનાગઢ ઝૂ તરીકે પણ ઓળખાતું આ પ્રાણી સંગ્રહાલય 200હેકટર એટલે કે 490 એકરમાં ફેલાયેલું. ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. ૧૮૬૩માં જૂનાગઢના નવાબ દ્વારા શરૂ કરાયું હતું.આ પ્રાણીસંગ્રહાલયમાં ભારતના તમામ પ્રાણી સંગ્રહાલય ઓ માટે શુદ્ધ નસ્લ વાળા એશિયાઈ સિંહોનું પ્રજનન કરાય છે. આ ઉપરાંત દીપડા સહિતના ખૂંખાર પ્રાણીને લુપ્ત થતા બચાવવા કેપ્ટિવ પ્રજનન કાર્યક્રમ ચલાવાય છે. ગુજરાતમાં એકમાત્ર એવું ઝૂ છે કે જેમાં સફેદ વાઘ જોવા મળે છે. એશીયાઇ સિંહો આજે એ ફક્ત નજીકના ગીર ફોરેસ્ટ માં જોવા મળે છે. પણ આ સંગ્રહાલયમાં તમે સિંહ તથા વાઘને જોઈ શકો છો.
ગુજરાતનો પ્રવાસ અધૂરો
સિંહ દર્શન વિના
જૂનાગઢમાં રહીને તમે આસપાસના ઘણા સ્થળોના પ્રવાસ ની મજા માણી શકો છો. એશિયામાં એક માત્ર સિંહ આવેલા છે તે સાસણગીર તેમાં મુખ્ય છે. ગીરના સિંહોને જોવા માટે જંગલ સફારી કરવી એ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે.
સાસણ ગીરના જંગલમાં જોઈને સિંહને જોવા ઉપરાંત દિવાર દેવળીયા પાર્કમાં પણ પ્રવાસીઓને બસમાં બેસાડીને સિંહોના દર્શન કરાવાય છે જંગલના રાજા ગણાતા શ્રી ના દર્શન કરવાનો અનેરો લહાવો અહીં મળે છે ગીર ભારતના સૌથી જૂના અભયારણ્ય માંનું એક છે એશિયાઇ સિંહ( પેન્થેરા લીઓ પર્સીકા) ને કુદરતી રીતે વિચારતા જોવા માટે ભારતનું એકમાત્ર સ્થળ સાસણગીર એશિયાઈ સિંહો નું છેલ્લું બાકી રહેલું નિવાસસ્થાન છે. ગુજરાત સરકારે સાસણગીરના 1412.1 કિલોમીટર વિસ્તારને અભ્યારણ્ય જાહેર ક્ષેત્ર જાહેર કર્યું છે. જ્યારે ૪૭૦.૫ ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર અનામત ,સુરક્ષિત અને બિન વર્ગીકૃત જંગલ તરીકે બફર ઝોન બનાવે છે .આમ 1882.6 ચોરસ કિલોમીટર વિસ્તાર ગીર જંગલમાં આવેલો છે. કુદરતી સૌંદર્ય વચ્ચે બેસીને જોવાની મજા માણવા એકવાર સાસણ જવું જ જોઈએ.
આભાર સંદેશ સમાચાર તારીખ 5 નવેમ્બર 2021
સાભાર --રામજીભાઈ રોટાતર

No comments:

Post a Comment