3d સર્કિટ ગાંધીજીના જોમ જુસ્સા અને દેશપ્રેમનો ઉમળકો લાવી દેશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ કરેલી દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ ભારતના ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણ છે ગાંધી દ્વારા અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂન ભંગ એ દેશની આઝાદીની લડતમાં નવું જોમ ભર્યું.
ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડી કુચ ૬ એપ્રિલના દિવસે ગાંધીજીએ દાંડી પહોંચીને મીઠાના કાયદાનો ભંગ કર્યો એ સાથે પૂરી થઈ હતી.
૨૪ દિવસ સુધી ચાલે છે આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા ઘર સામે ગાંધીજીએ અહિંસક લડત લડી હતી.
ગાંધીજીએ પોતાના 79 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી ૨૪ દિવસ સુધી પ્રતિદિન 10 માઇલ અંતર કાપતાં કુંજ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી હતી . રસ્તામાં હજારો ભારતીય આ કૂચમાં જોડાયા હતા અને છેવટે ૬ઠ્ઠી એપ્રિલ 1930ના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડી ને મીઠાનો કાયદો તોડી નાખ્યો આ સાથે સમગ્ર દેશમાં અહિંસક સવિનય કાનૂન ભંગ આંદોલન શરૂ થયા.
દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણ ના દરિયા કિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાના સાથે માર્ગમાં જંગી જાહેર સભાઓને સંબોધીત કરતા રહ્યા. કોંગ્રેસે દાંડીની દક્ષિણે ૨૫ માઈલ દૂર આવેલા ધરાસણા ખાતે મીઠા સત્યાગ્રહ કરવાની યોજના બનાવી હતી. પરંતુ આ યોજના પાર પડે તે પહેલા જ ચોથી મે ૧૯૩૦ના મધ્યરાત્રીએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી દાંડીકૂચ અને ધરાસણા સત્યાગ્રહ દેશની આઝાદીની લડતમાં નવું જોશ ભર્યું અને આ લડત ઐતિહાસિક બની રહી.
ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી કૂચ જે રસ્તે કરી હતી એ રસ્તે દાંડીકૂચ હેરિટેજ સર્કિટ વિકસાવાઈ છે ઇતિહાસની યાદગાર ક્ષણ અને દેશના ગૌરવંતા પ્રકરણના સેક્સી બનાવવા માટે આ હેરિટેજ સાઇટની યાત્રા કરવા જેવી છે ગાંધીજી જે સ્થળે ગયા હતા જ્યાં રોકાયા હતા તે તમામ સ્થળોને જોડતી આ સર્કિટ ગુજરાત પ્રવાસન માં એક અનોખું આકર્ષણ છે. દેશના આઝાદીના ઇતિહાસમાં સામાન્ય લોકો પણ કેટલા ઓતપ્રોત થઈ ગયા હતા. તેનો અહેસાસ આ નાનકડા ગામડાનાં પ્રવાસથી થશે. મનમાં દેશપ્રેમનો જબરજસ્ત જુવાળ આ સર્કિટના કારણે પેદા થઈ જશે.
ગાંધીજીએ દાંડીકૂચ શરૂ કર્યા પછી રસ્તામાં ભાટ ગામે પ્રતિજ્ઞા લીધી હતી કે, કાગડા- કૂતરાને મોતે મરીશ પણ આઝાદી લીધા વિના પાછો નહીં કરું.આ યાત્રા વખતે ગાંધીજીની વય 60 વર્ષથી વધુ હતી છતાં તેમનામાં ચાલવાનો અને દેશ માટે ફના થઈ જવાનો જે જુસ્સો હતો એ જુસ્સાનું અહેસાસ દાંડી સર્કિટ પર યાત્રા કરવાથી મળશે ગાંધીજી સાબરમતી આશ્રમ થી નીકળીને અસલાલી, બારેજા ,નવાગામ વાસણા ,માતર ,ડભાણ, નડિયાદ, બોરીયાવી, આણંદ, નાપાસ બોરસદ, રાસ, કંકરપુરા, મહીસાગર કાંઠા ,કારેલી ,ગજેરા આંખી, જંબુસર, આમોદ ,બુવા સામલી, ત્રાલસા ,દેરોલ, ભરૂચ-અંકલેશ્વર સાંજોદ, માંગરોળ, રાયમા, ઉમરાચી, અર્થન, ભાટગામ,સાંધિયેર,દેલાદ,છાપરભાઠા, સુરત, ડિંડોલી,વાંઝ,ધમણ, નવસારી, વિજલપોર, કરાડી, મટવાડ ને છેવટે દાંડી પહોંચ્યા હતા.
દાંડી ખાતે આ ઐતિહાસિક ક્ષણ અને યાદ તાજી રહે એ માટે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક બનાવાયું છે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ અથવા મેમોરિયલ અથવા દાંડી મેમોરિયલ તરીકે જાણીતું આ સ્મારક દાંડીના સમુદ્ર કિનારે ૧૫ એકર જમીન પર ફેલાયેલું છે .રૂપિયા 89 કરોડના ખર્ચે બનાવાયેલા આ સ્મારકમાં મુખ્ય સ્મારક ઉપરાંત દાંડી યાત્રાનું મૂર્તિ ચિત્રણ, કુત્રિમ તળાવ ,સૌર વૃક્ષો , સૌર મીઠું બનાવવાની કડાઇઓ, વર્ણનાત્મક ભીંત ચિત્રો બનાવ્યા છે. આ બધું અત્યંત આકર્ષક છે અને તમને ગૌરવવંતા ઇતિહાસની યાદ તાજી કરાવી દેશે આ સર્કિટની યાત્રાનો અનુભવ એકવાર લેવા જેવો છે.
ગાંધીજી રોકાયા હતા એ સૈફી વિલા ઐતિહાસિક સ્થળ
દાંડી પાસે ની સૈફી વિલા પણ એતિહાસિક સ્થળ છે .પદયાત્રા દરમિયાન ગાંધીજી સવિનય કાનૂન ભંગની આંગલી એટલે કે 5 એપ્રિલ 1930ની એક રાત પસાર કરી હતી. સૈફી વિલાના માલિક દાઉદી બોહરા સમુદાયના ધાર્મિક વડા સૈયદના તાહેર સૈફુદ્દીનની હતા. 1961 માં, તેમણે વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આ વિલા રાષ્ટ્રીય વારસાના ભાગરૂપે રાષ્ટ્રને અર્પણ કરવા વિનંતી કરી હતી. કેન્દ્ર સરકારે આ વિનંતી સ્વીકારીને તેને હસ્તગત કરી પછી 1964થી વિલાનું સંચાલન ગુજરાત સરકાર કરે છે. ની જાળવણી માટે સ્થાનિક જિલ્લા વહીવટને ગુજરાત પ્રવાસન વિભાગ માંથી દર મહિને ચોક્કસ રકમ મળે છે 2016માં ભારતના પુરાતત્વીય સર્વેક્ષણના વડોદરા સર્કલએ સહી વિલા અને પ્રાર્થના મંદિરને આંશિક રીતે પુનઃ સ્થાપિત કર્યું હતું.
આભાર ગુજરાત સમાચાર તારીખ 5 નવેમ્બર 2021
No comments:
Post a Comment