જય ગુરૂ મહારાજ
ઘણી વાર નવરાત્રીમાં આઠમ અને નોમના નૈવેદ્ય ને લઇ લોકોમાં પ્રશ્ન થાય છે
તિથિ ની વધ ઘટ આપડા સનાતન ધર્મમાં શા માટે ગોઠવ્યા છે તે સમજી નથી શકતા.
ખ્રિસ્તી કેલેન્ડર ફક્ત સૂર્યના પરિભ્રમણ ઉપર બનાવેલું છે તેથી તેમની નાતાલ અને બીજા જે કોઈ ડે ઉજવે છે તે નિયત ઋતુમાં જ આવે છે પરંતુ તેમની 15 તારીખે ચંદ્ર પૂર્ણ અને 30 તારીખે ચંદ્ર સાવ ક્ષીણ એટલે કે પૂનમ અને અમાસ જેવું બની શકતું નથી કારણ કે તેમના કેલેન્ડરમાં ચંદ્રના ભ્રમણ ની ગણત્રી કરી શક્યા નથી
જ્યારે મુસ્લિમ ધર્મમાં ફક્ત ચંદ્રના ભ્રમણ પર કેલેન્ડર બનાવેલું છે તે પણ ચંદ્રની ગતિની ગણત્રી જાણતા નથી ફક્ત બીજના દિવસે ચંદ્રને પ્રત્યક્ષ જોઈ પછી મહિનો કે તહેવાર નક્કી કરે છે તેથી તેમને સૂર્ય આધારિત જે ઋતુઓ શિયાળો, ઉનાળો કે ચોમાસું તેમના કેલેન્ડર માં ગણત્રી માં લઇ શકતા નથી તેથી રમજાન મહિનો ગમે તે ઋતુ માં આવે છે
જ્યારે આપણા ઋષિઓ તો એટલા વૈજ્ઞાનિક હતા કે લાખો વર્ષ થી જ્યારે કોઈ પણ દૂરબીન કે ટેલિસ્કોપ નહોતા ત્યારથી એ સૂર્ય અને ચંદ્ર બન્નેના પરિભ્રમણની ગણત્રી કરી શકતા અને આપણને વારસામાં તે પંચાંગ આપ્યું છે.
સનાતન ધર્મમાં દરેક તહેવાર નિયત ઋતુમાં જ આવે છે તેથી તેને આપડે આટલા ઉમંગથી ઉજવી શકીએ છી એ જૉ દિવાળી ભર ઉનાળે આવે કે હોળી શિયાળા ચોમાસા માં ગમે ત્યારે આવે તો કેવું લાગે ?
પૂનમના દિવસે ચંદ્ર સોળ કળાએ પૂર્ણ ખીલેલો હોય છે તે આપડા પંચાંગની કમાલ છે આપડે દૂરબીન લઇ જોવું નથી પડતું બીજ કયા દિવસે છે ને અગિયારસ કયા દિવસે છે આપડા પંચાંગ માં પહેલેથી લખેલું જ હોય છે.
આવા વૈજ્ઞાનિક ધર્મમાં આપડે હોવા છતાં અમુક આપડા જ મૂર્ખ લોકો બીજા વિધર્મી સાથે ચર્ચા કરતા હોય છે કે તમારે તો સારું બધું ચોખું હોય અમારે તો બહુ લપ હોય છે બે અગિયારસ આવે ને દિવાળી માં વચ્ચે ધોકો આવે આવું બોલે અરે મૂર્ખ તું અજ્ઞાની છો તેથી તું જાણતો નથી
આપડે એટલું જ હોય છે કે તિથિ કોઈ પણ સમયે શરૂ થાય છે અને કોઈ પણ સમયે પૂરી થાય છે પરંતુ તે પંચાંગ માં સ્પષ્ટ લખ્યું જ હોય છે. જ્યારે આપડો વાર હંમેશા સૂર્ય ઉદયથી જ શરૂ થાય છે
રહી વાત નિવેદની તો જેમને આઠમ ના સાંજ ના નિવેદ થતાં હોય તેમને પંચાગમાં જોઈ લેવું કે આઠમ ક્યારે બેસે છે જૉ આઠમ બપોરે ૧ કે ૨ વાગે શરૂ થતી હોય તો તે જ દિવસે સાંજે આઠમ ના નિવેદ કરવાના હોય આઠમ ના નિવેદ જેમને બપોરે થતાં હોય તો તેમને બીજે દિવસે સવારે કરવાના હોય તે જ રીતે નોમ અને ચૌદશ માં પણ લાગુ પડે
જૉ જાતે તિથિ શરૂ થવાનો અને પૂરી થવાનો સમય જોતા ન આવડે તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે પંચાગમાં જોવરાવી શકાય નિવેદ અને બીજા ધાર્મિક તહેવાર તો તીથી મુજબ જ કરવા જોઈએ 🙏
No comments:
Post a Comment