Thursday, 21 October 2021

વાર્તા --ધોરણ ---૪ પાઠ --૨---તેને તે ઉગશે


નેપાઠ----  ૨---તેને તે ઉગશે?
વાર્તા-- કૂકડી ને કલગી ઉગે ?
વર્ષો પહેલાની આ વાત છે .એક,કૂકડી હતી, હોશિયાર કૂકડી. ઇંડાં સેવવામાં હોશિયાર,ચણ વીણવામાં  હોશિયાર બચ્ચાં સાચવવામાં હોશિયાર. એમને ચણ ચણતાં શીખવવામાં હોશિયાર. બધાં એને ખૂબ પ્રેમથી, માનથી બોલાવે .કૂકડી પણ હોંશેહોંશે બચ્ચાને સંભાળે.
કૂકડીને બે વાતે દુઃખ એક તો એ કે એનાથી ઊંચે ઊડતું નથી ને બીજું એ કે એને રંગીન પીંછા નથી, માથે કલગી નથી, ગળે લાલ પીળા રંગો નથી .પણ એનું તો શું થાય ? કૂકડીને નાનપણથી હોંશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે અને આસપાસની દુનિયા જુએ.બિચારીકૂકડીને ઊડતાં ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે, ફરવું પડે. એ દોડવામાં કેવીય હોશિયાર હોય,પણ દોડવું એટલે દોડવું ને ઊડવું એટલે ઊડવું, બેમાં ફેર ખરો તો ખરો જ ને!                                કૂકડી એ પોતાની હોંશની વાત પોતાની માને કરી, તો મા કહે,"એ તો એમ જ હોય, કૂકડી ને માથે કલગી  ન હોય !" કૂકડી એની બહેનપણીઓને કહે તો એ બધી તો હસે," શું કામ છે'લી વંડીને માથે ચડીને? અહીં જમીન પર આપણે રમીએ, જમીએ ને ખુશ રહીએ, મૂક વંડીની વાત.ચાલ, અહીં સાતતાળી રમીએ."
‌       કૂકડી  નાછૂટકે દોડાદોડીમાં જોડાય .કદીક ન પણ જોડાય અને એક કોરે ઊભી  ઊભી વંડી તરફ જોયા કરે .મનમાં એક જ રઢ છે ,"મારે વંડીએ ચડવું છે!'.    એક વાર એવું થયું કે કૂકડી વંડીની બહાર ઉકરડામાં ચણતી હતી. ત્યાં અચાનક બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી.કૂકડી બી ગઈ ,જોર કરીને ઊડી . સહેજ જ ઊડી કે પાસે પડેલા એક પથરા પર ચડી ગઈ .        બિલાડી તો લડતાં લડતાં  આઘી જતી રહી, શાંતિ થઈ ગઈ.કૂકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે. ઓહ! આટલું ઊંચે તો મારાથી ઉડાય છે!' કૂકડી ચકિત થઈ ગઈ.
કૂકડી ચણવાનું ભૂલીને વારેવારે ઊડીને એ પથરા પર બેસવા માંડી.ઊડીને પથરા પર બેસે, વળી નીચે ઊતરે ,વળી ઊડીને
પથરા પર  બેસે .કોઈક વાર સહેજ નીચું ઉડાય  તો પથરા જોડે ભટકાય  ને નીચે પડે તોય વળી પાછી ઊડવા જાય .કૂકડીને મજા પડવા માંડી. સાંજ સુધી કૂકડીએ પથરા પર  ઊડઊતર ઊડઊતર કર્યા કર્યું .થાકીને સાંજે એ પાછી ફરી ત્યારે એ ખુશ હતી, ખૂબ જ ખુશ.
કૂકડી ને ખુશખુશાલ જોઈને કૂકડાએ પૂછ્યું," કેમ !આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે?" કૂકડીએ કૂકડાને પથરા પર ચડવાના પોતાના અનુભવની વાત કરી.
"રહેવા દે ને હવે, શું કામ છે તારે આવા શોખ કરીને ?"કૂકડાએ કહ્યું.
,કૂકડાએ કૂકડા ની વાત સાંભળી લીધી, પણ એને ગમી નહિં.
"મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે ."કૂકડીએ પોતાની અભિલાષા કૂકડાને કહી. અને વિચારવા લાગી કે લાખો -હજારો કૂકડીઓએ ન કર્યું એટલે મારે નહીં કરવાનું?' ક્યાં સુધી કૂકડીઓએ  જમીન પર ચણ્યા જ કરવાનું ?કૂકડી આમ રોજેરોજ ઊડઊતર કર્યા કરે. એનાથી થાકે એટલે કૂકડી   કૂકડાને ધારી ધારીને જોયા કરે. એ કેમ  પાંખો ફેલાવે છે, કેમ પગ સંકોરે  છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ચડે છે એ નીરખ્યા કરે. કૂકડો મનમાં પોરસાય કે કૂકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે! કૂકડો ખુશ થાય, વધારે જોરથી ઊડે અને  કૂકડી થોડું વધારે શીખે. ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું, ઊંચે ઊડીનેય શું મળવાનું  તને? માથે કલગી થોડી ઊગવાની છે? કૂકડી, તું તો કૂકડી જ રહેવાની ને ?'
કૂકડી ખિજાઈ," મને કલગી ઊગે -ન ઊગે, તારે શું ?જા,મને કલગી ઊગશે, જોઈ લેજે તું.".                       ‌‌.                     કાગડાને હસતો મૂકીને કૂકડીએ વધુ મહેનત થી ઊડવાનું કામ શરૂ કરી દીધું.
એક સવારે કૂકડો વંડીએ ચડીને બોલ્યો, કૂકડે કૂક ....કૂકડે કૂક " ને  પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો.ત્યાં એણે  શું જોયું. ? થોડી જ દૂર   વંડી પર હતી કૂકડી! તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી."અરે !કૂકડી, તું અહીંયાં?"કૂકડાએ નવાઈથી પૂછ્યું.
"હા ,હુંય હવે ચડી શકું છું વંડી પર.' કૂકડી વટથી બોલીને કૂકડા ની જેમ જ ડોક ઊંચી કરી ને ચારે બાજુ જોવા માંડી .ચારે બાજુ શું હતું? હંમેશા નીચેથી  જોયેલા ઝાડને આજે કૂકડી એ નજરની સામે જોયા. નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે તેવા ઝાડનાં ડાળ- પાંદડાં એની નજર સામે હતા. કાબર ,ચકલી,તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાંયને એ જોતી હતી ,પણ ઉકરડા પાસે જમીન પર .એ પંખીઓને એણે  ઝાડની ડાળે  ઝૂલતાં જોયાં  કૂકડી ખુશ થઇ ,નવાઇ પામી,   હરખઘેલી થઇ ગઇ.
ત્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ. એ ઊડીને કૂકડીની પાસે આવી અને વંડી પર એની સાથે બેસીને બોલી," એ કૂકડી ,જો તો ખરી ,તમને માથે કલગી ઊગી છે!"
"હે! ખરેખર?" કૂકડીએ પૂછ્યું.
"હાસ્તો વળી, હું ખોટું કહેતી હોઉ તો પૂછ આ ચકલીને અને પેલા દોઢડાહ્યા કાગડાને. તારી  કલગી બધાંને દેખાય છે."
ત્યાં તો ચકલી, કાગડો, પોપટ ,કબૂતર બધાં આવ્યાં ને બોલ્યાં,"વાહ વાહ! કડી ને કુકડી ને માથે કલગી બધાએ પાંખો ફફડાવી તાળીઓ પાડી
હવે તો કૂકડીએ રોજેરોજ વંડી પર ચડવા માંડ્યું. નવું જોવા માંડ્યું ,શીખવા માંડ્યું, જમીન પર આવીને એના જેવી બીજી કૂકડીઓને  વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. એનું ઈંડાં સેવવાનું ચાલુ જ રહ્યું . બચ્ચાંને  શીખવાનુંય ચાલું જ રહ્યું. આ બધા કામો સાથે કૂકડી બીજી કૂકડીઓનેય ઊંચું ઊડતાં શીખવવા મહેનત કરતી, સમજાવતી .કોઈકે માન્યુ ,કોઇકે ન માન્યુ. પોતાની સાથે વંડી સુધી ઊડતી કૂકડી ને જોઈને કૂકડો ખૂબ ખુશ થયો. જોકે કાગડાએ અને બીજા થોડાં કૂકડા કૂકડી ઓએ કહ્યું ,"કલગી ઊગી તે તો ઠીક મારા ભૈ,કૂકડા જેવા રંગીન પીંછા ક્યાંથી લાવશો, કૂકડીબાઈ ?" કૂકડી વિચારે છે ,વખત છે ને પીંછા ઊગેય  ખરાં ,કોને ખબર!'.          સ્વાતિ મેઢ
______________________________


No comments:

Post a Comment