Tuesday, 12 October 2021

ભારત ના જુદા જુદા રાજ્યોમાં નોરતા શી રીતે મનાવવામાં આવે છે?

 નોખી -અનોખી રીતે ઉજવાય છે નવલાં નોરતા
ગુજરાતી પ્રજા માટે શક્તિ અને શક્તિનું પર્વ એટલે નવલાં નોરતા . નવરાત્રિ આવે એટલે ગુજરાતીઓ મા અંબાની આરાધના કરવા સાથે ગરબે ઘૂમવા થનગની ઊઠે. પણ એવું નથી કે નવરાત્રીનો મહિમા માત્ર ગુજરાતીઓમાં જ છે.
વાસ્તવમાં આપણા દેશમાં વિવિધ પ્રાંતોમાં રીતે જુદી જુદી રીતે નવરાત્રી ઉત્સવ મનાવવામાં આવે છે. કારણ કે અન્તે તો આ તહેવારનો હેતુ દોસ્ત સુપર શાહરૂખના વિજય નો મહિમા કરવાનો જ છે ને. આજે આપણા દેશના અલગ-અલગ રાજ્યોમાં નોરતા શી રીતે મનાવવામાં આવે છે તેની વાત માંડીશું .
મહારાષ્ટ્ર----મહારાષ્ટ્રમાં પણ નવરાત્રિની ઉજવણી ઘણા અંશે ગુજરાત જેવી જ હોય છે. આ પર્વ દરમિયાન લોકો નવી મોટર ઘર ખરીદવાનું પસંદ કરે છે. તેવી જ રીતે બિઝનેસમાં કોઈ મોટો સોદો પાર પાડવા માટે પણ આ અવસર શુભ ગણાય છે. નોરતાના છેલ્લા દિવસે મહિલાઓ અન્ય સ્ત્રીઓને પોતાના ઘરે 'હલ્દી- કુમકુમ 'માટે આમંત્રે છે. દરમિયાન નિમંત્રિત મહિલાઓના કપાળે હળદર અને કંકુનો ચાંદલો કર્યા પછી તેને નાળિયેર, નાગરવેલનું પાન અને સોપારી આપવામાં આવે છે આ વસ્તુઓને પવિત્ર માનવામાં આવી છે એમ કહેવાય છે કે આ વિધિ કરવાથી પતિનું આયુષ્ય વધે છે.
   કેરળ---કેરળમાં નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ શિક્ષણ અભ્યાસ કે વિદ્યા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે અષ્ટમીના દિવસે મા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે આઠમ થી ૧૦ દરમિયાન પુસ્તકો વાંચવાનો અનેરો મહિમા ગણાવાય છે આઠમના દિવસે જ નાના બાળકને ચોખા પર પહેલો અક્ષર પાડતાં શીખવાય છે. જ્યારે દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાવણ પર વિજય મેળવ્યો હતો તેથી આ દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે.
  ઉત્તર પ્રદેશ---આ પ્રદેશમાં નોરતાના પહેલા દિવસે અનાજ વાવીને પછી સમગ્ર રાત્રી દરમિયાન તેને પાણી ખેંચવામાં આવે છે પૂજા કર્યા પછી ફણગાવેલા અનાજ અને છોડવા પાણીમાં ડુબાડવામાં આવે છે. આ પરંપરા ઉત્તર પ્રદેશની કાપણી લણણી ની પરંપરાની સૂચક છે. અહીંના લોકો નોરતા દરમિયાન ઉપવાસ કરે છે અને નવમા દિવસે કન્યાઓને દેવી માનીને પોતાના ઘરે નિમંત્રણ આપે છે. દરમિયાન તેમના પગ ધોઈને તેમને ભોજન કરાવીને ભેટ-સોગાદો આપવામાં આવે છે. દશેરાના દિવસે રામલીલા થયા બાદ રાવણ અને તેના ભાઇ કુંભકર્ણ તેમ જ પુત્ર મેઘનાદ ના પૂતળાનું દહન કરાય છે.
  હિમાચલ પ્રદેશ--હિમાચલ પ્રદેશના નોરતા એકદમ નોખા તરી આવે છે. અહીં મા દુર્ગાના મંદિરોમાં આસ્થાળુઓ ના ટોળા ઉમટી પડે છે. ખાસ કરીને કાંગડા, બિલાસપુર અને ઉના જિલ્લાઓમાં આવેલા માતાજીના મંદિરોમાં પુષ્કળ ભીડ જામે છે. મહત્વની વાત એ છે કે અહીં 'કુલ્લુ દશેરા'આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાય છે તેની ઉજવણી માટે દેશ-વિદેશમાં રહેતા લોકો હિમાચલ પ્રદેશમાં પહોંચી જાય છે. કુલ્લુ દશેરા મંદિરમાં સ્થાપીત દેવીની મૂર્તિઓ મંદિરની બહાર લઈ જઈને તેની શોભાયાત્રા કાઢવામાં આવે છે.
  તામિલનાડુ--તામિલનાડુમાં નવરાત્રી દરમિયાન ત્રણ ત્રણ દિવસ માટે મા દુર્ગા મા લક્ષ્મી અને મા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. આ દિવસોમાં લોકો મિત્રો સંબંધીઓ સાથે વસ્ત્રો મીઠાઈઓ અને આભૂષણોની આપ-લે કરે છે. અહીં ગોલું /કોલુ સજાવટની અનોખી મહતા છે. આ પ્રથામાં નવ પગથીયાને સુંદર ઢગલીઓ દેવી-દેવતાઓની મૂર્તિઓ થી શણગારવામાં આવે છે. 
   એક-એક પગથીયુ નોરતા ની નવરાત્રી નું પ્રતીક ગણાય છે તેની સજાવટ માં ઉપયોગમાં લેવાતી ઢીંગલીઓ અને મૂર્તિઓ દરેક પરિવાર પોતાના વંશજોને આપતા રહે છે.
 પશ્ચિમ બંગાળ--પશ્ચિમ બંગાળમાં નવરાત્રીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાની પરંપરા હંમેશાથી ચાલી આવે છે. ઠેક ઠેકાણે વિશાળ પંડાલો ઊભા કરીને તેમાં સિંહ પર સવાર થયેલી માં દુર્ગા ની નિશાળ ભવ્ય --મૂર્તિઓની સ્થાપના કરાય છે મા દુર્ગા સાથે મહિસાસુર ગણેશજી, કાર્તિકેય અને મા લક્ષ્મી તેમજ મા સરસ્વતીની મૂર્તિ પણ બનાવવામાં આવે છે. બંગાળી સ્ત્રીઓ તેમની પરંપરાગત સફેદ ,લાલ ,ગોલ્ડન સાડી પહેરીને મા દુર્ગાની પૂજા- અર્ચના કરે છે. 
  આંધ્ર પ્રદેશ--આ પ્રાંતમાં નોરતાની "કોલુ '' ઉજવણીને "બાથુકમ્મા પાંડુગા"(મા દુર્ગા સજીવ થઈ ને પધારો) કહેવામાં આવે છે. આંધ્ર પ્રદેશની મહિલાઓ મોસમી ફૂલોનો સુંદર પૂળો બનાવે છે. આ પુળાને જ બાથુકમ્મા તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્ત્રીઓ નવા વસ્ત્ર આભૂષણ ધારણ કરીને નવ દિવસ સુધી તેની પૂજા કરે છે. નોરતાના અંતિમ દિવસે બાથકમ્માને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવામાં આવે છે.

આભાર ગુજરાત સમાચાર તારીખ 12/ 10/21

No comments:

Post a Comment