Tuesday, 12 October 2021

સ્મૃતિ મંધાના એ વિશ્વ કક્ષાએ ક્રિકેટ પ્રેમીઓ ના દિલ જીત્યાભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં બેસ્ટ પ્લેયર તરીકે સ્થાન જમાવનાર સ્મૃતિ મંધાના આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારીને સ્મૃતિએ ઇતિહાસ રચ્યો છે. ટેસ્ટ મેચમાં સદી કરનારી તે પહેલી ભારતીય મહિલા ક્રિકેટર છે .સ્મૃતિ મંધાના એ મેળવેલી સફળતા પછી તે દેશના દિગ્ગજ ખેલાડીઓ ના લિસ્ટમાં અંકિત થઈ ગઈ છે .મહિલા ક્રિકેટ ટીમને એક ઊંચાઈએ લઈ જનાર સ્મૃતિ આજે ક્રિકેટ પ્રેમીઓના દિલમાં રાજ કરતી હોય પરંતુ તે નાની હતી ત્યારે ક્રિકેટના ચિત્રમાં બનાવવાનું ક્યારેય વિચાર્યું નહોતું. ભાઈ શ્રવણ મંધાના મહારાષ્ટ્રમાં અંડર 15 ટીમમાં રમતો હતો. ક્રિકેટમાં ભાઈની લગન અને તેને મળી રહેલી ઓળખને જોઈને સ્મૃતિ મંધાના ને ક્રિકેટ પ્રત્યે નું આકર્ષણ જાગ્યું . તેણેકક્રિકેટમાં કરીયર બનાવવાનું નક્કી કર્યું . ભાઈ પહેલેથી જ ક્રિકેટમાં હતો અને પિતા ડિસ્ટિકટ લેવલે રમી ચૂક્યા હતા તેથી તેને ખાસ મુશ્કેલી ન પડી .અને પરિવારના સભ્યોએ ભેગા મળીને સ્મૃતિનું મનોબળ વધાર્યું અને તેની કરિયરમાં આગળ વધવા પ્રોત્સાહિત કરી .દોડવું હોય ને ઢાળ મળે પછી શું જોઈએ. ફક્ત ૧૧ વર્ષની ઉંમરે સ્મૃતિનું અંડર-19 ટીમમાં સિલેક્શન થઇ ગયું. પોતાના શાનદાર પ્રદર્શન માટે તે ચર્ચામાં આવી. એ દરમિયાન સ્મૃતિ ગુજરાત ની સામે ૧૫૦ બોલમાં ૨૨૪ રન કર્યા .આ મેચ પછી વન-ડેમાં ડબલ સેન્ચ્યુરી બનાવનાર પહેલી મહિલા ખેલાડી બની ગઈ .2016માં સ્મૃતિ મંધાના ઇન્ડિયાના read તરફથી women's challenger trophy જબરજસ્ત રમી અને ત્રણ અર્ધ શતક બનાવ્યા. મુંબઈમાં ૧૯૯૬માં જન્મની સ્મૃતિ નેશનલ લેવલે ધમાકેદાર એન્ટ્રી કરીને અટકી ન ગઇ તે 2013માં આંતરરાષ્ટ્રીય લેવલે બાંગ્લાદેશ ની સામે વન-ડે રમી .2014માં ઇંગ્લેન્ડ સામે અને 2017માં સ્મૃતિ પર ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરી. અને ૯૦ રન બનાવ્યા .મંધાનાની જોરદાર બેટિંગ થી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિશ્વ કપ ફાઇનલ સુધી પહોચી ગઈ હતી. જમણા હાથથી બેટિંગ કરવામાં મહારથ હાંસલ કરનાર સ્મૃતિ ભણવામાં જેટલી હોશિયાર હતી એટલું જ કાઠું તેણે ક્રિકેટમાં કાઢ્યું. તેણે નવ વર્ષની ઉંમરથી રમવાનું શરુ કર્યું અને ત્રણે ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું .ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એક ઊંચાઈ સુધી પહોંચાડનાર સ્મૃતિ હજુ સિંગલ છે તે દસ વર્ષની હતી ત્યારથી રિતિક રોશન તેનો ક્રશ છે.

No comments:

Post a Comment