નાનો ગુજરાતી કાવ્ય પ્રકાર
*'કાઈકુ'નો અર્થ થાય છે 'કેમ?'* અને આ 'કેમ?'ના જવાબ સ્વરૂપે જે અવતરે તે છે 'કાઈકુ'
કાઈકુ ઓગણીસ અક્ષરોનો નાનો કાવ્ય પ્રકાર છે. જેમાં સાત, પાંચ અને સાત અક્ષરોની અનુક્રમે ગુજરાતી કવિતાનો નાનકડો અને હમણાં જન્મેલો કાવ્યપ્રકાર છે. ઓગણીસ અક્ષરોનો બનેલો આ કાવ્ય પ્રકાર કવિ મનમાં જન્મેલા પ્રશ્નના જવાબરૂપે જીવનની સ્થિતિ, ભાવ, વાસ્તવિકતા, સંવેદના, કલ્પન, પ્રકૃતિના તત્વો સાથે રજુ થાય છે. ગુજરાતી સાહિત્યમાં જન્મેલા આ કાવ્ય પ્રકારને પોતાના શીખરો સર કરવાનાં બાકી છે. ગુજરાતી સાહિત્યમાં 'કાઈકુ' કાવ્યપ્રકારને જન્મ આપનાર વિજય ચલાદરીનો મહત્વનો ફાળો છે. *પ્રથમ કાઈકુ તા. 18/05/2021 ના રોજ વિજય ચલાદરીએ વોટ્સએપ અને ફેસબુકમાં પ્રગટ કરેલ છે.*
*"આ તો પાછો દરિયો*
*મળવા આવે*
*કવિતાના સ્વરૂપે....!"*
'કાઈકુ'નું નામકરણ તા. 18/05/2021 ના રોજ કરવામાં આવ્યું હતું. ઓગણીસ અક્ષરોનો બનેલો કાઈકુ કાવ્ય પ્રકાર તેની સાદી, સંક્ષિપ્ત, ધ્વનિપૂર્ણ અને અર્થપૂર્ણ હોય છે. *તેની ત્રણ પંક્તિઓનું વિભાજન સાત, પાંચ, સાત એ રીતે થયેલું હોય છે. પ્રથમ પંક્તિમાં છેલ્લો અક્ષર ગુરુ, બીજી પંક્તિમાં છેલ્લો અક્ષર ગુરુ અને ત્રીજી પંક્તિમાં છેલ્લો અક્ષર લઘુ-ગુરુ હોય છે.* એક એક શબ્દ અર્થસભર હોય તે આ કાવ્ય પ્રકાર માટે ખૂબ જ જરૂરી છે. ઓગણીસ અક્ષરમાં કાઈકુ એક વિચાર રજુ કરે છે.
કાઈકુ સંપૂર્ણપણે વિચારલક્ષી હોય છે કવિના અંગત ભાવ કે ચિંતનને તેમાં પૂરતો અવકાશ છે. એમાંથી ઉત્પન્ન થતું ચિત્ર વાચકના ચિત્તમાં સંવેદના ઉત્પન્ન કરે છે. ઓગણીસ અક્ષરો વડે કવિ પોતાના વિચારને શબ્દો દ્વારા રજૂ કરે છે.
*ખેડાણ:*
ગુજરાતી સાહિત્યમાં કાઈકુ કાવ્યપ્રકાર નવો છે. કાઈકુનું પ્રથમ સર્જન કરનાર કવિ વિજય ચલાદરી છે. આ કાવ્ય પ્રકારને પોતાના ઉત્તમ શિખરો ચઢવાના બાકી છે. ગુજરાતી સાહિત્યમાં કાઈકુ પોતાનું સ્થાન ઊભું કરશે. તેવું કાઈકુ માટે ભવિષ્ય સારું છે. સૌ મિત્રોને નવો કાવ્યપ્રકાર મળ્યો છે. એવો ઉત્સાહથી સર્જન કરશે. *કાઈકુનું સર્જન આનંદ ચૌહાણ, વિનુ બામણીયા, વિજય બી. પારેગી, ગૌતમ રાઠોડ, હિતેશ પંડ્યા “હોલે હોલે”, હેમંત શાયર, તુષાર ‘તસ્વીર’, અશોક સોલંકી, નરેશ પરમાર એટાવાળા, પ્રતાપ આર. ચૌહાણ, પિયુ વડનગરી, હરેશદાન માદા “હરિયો”, અમરતભાઈ ઠાકોર, “રાજ” સરહદી* જેવા કવિઓ કાઈકુ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. *ગૌતમ રાઠોડે ૫૦૦ કાઈકુનું સર્જન કર્યું છે.*
*કાઈકુનો વિચાર:*
કાઈકુનો વિચાર જાપાની કાવ્યપ્રકાર હાઈકુ ઉપરથી ઉતરી આવ્યો છે, પણ હાઈકુથી અલગ છે. બંધારણ અને રજૂઆતની દ્રષ્ટિએ 'કાઈકુ' એ હાઈકુથી અલગ પડે છે. કાઈકુ એ 'કેમ?' દ્વારા કવિ પોતાની સંવેદનાને વાચા આપે છે અને 'કેમ?'ના જવાબ સ્વરૂપે અવતરે છે કાઇકુ. તો આપણે સૌ કાઈકુ કાવ્યપ્રકારને ઉત્સાહથી વધાવીએ અને સર્જન કરીએ કાઈકુ માટેનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ. ગુજરાતી સાહિત્યને 'કાઈકુ' કાવ્ય પ્રકાર અર્પણ કરતાં આનંદ અનુભવું છું.
~ વિજય ચલાદરી
*વિજય ચલાદરીનાં કાઈકુ*
*
ઝાડવાં ડોલી રહ્યાં
સ્નેહની ધારે
જીવશું સૌ સંગાથે
*
કાવ્ય જેમ આવવું
ભીંજવી જવું
દરિયામાં એવું શું ?
*
મળ્યો છે પ્રેમ તારો
યાદે સજેલો
સ્વપ્ને મઢીને આપું
*~ આનંદ ચૌહાણના કાઈકુ*
*
બચપણ સાંભરે,
યુવાની થકી;
મીટ માંડી બુઢાપે...!
*
છે મર્કી જેવો રોગ ,
ભાસતો કોપ;
બચાવ તું સાધુડા !
*
મોસમ કમોસમી
તણખા વેર્યા
તેં વલખાં કાં કર્યા.
*~ વિનુ બામણીયાના કાઈકુ*
*
દુ:ખના પહાડ છે
સુખ નામનો
દરિયો સુકારો છે.
*~ વિજય બી. પારેગીના કાઈકુ:*
*
ઘણા દિવસ થયા
મળવું તને
ક્યારે આવવાની તું?
*
મારે નથી જોઈતું
એવું આ રાજ
મને માન ન હોય...!!
*
છું રાહી કંટકનો
સહુ છું દર્દ
નથી બીક કાંટાની
*
વેદના વિરહની
કહેવી કોને
દર્દ સહેવાય ના
*
વર્ષો વીત્યાં હાસ્યનાં
હસાવ નહીં
છું દર્દનો દરિયો
*
છું હું પ્રેમ વિયોગી
શું જાણે છે તું
વિરહની વેદના ?
*
જોઈતું નથી મારે
આવું આ રાજ
મને માન ન હોય..!!
*
અટકે નહીં જ્ઞાતિ
સંભાળો સહુ
રાષ્ટ્ર તણો વિનાશ
*
પ્રજા નિર્માલ્ય તણી
ન ક્રાન્તિ જોશ
ગુલામીમાં દિ' ગુજરે
*
સુખની દુનિયામાં
ભભકો શાનો
નથી અમર કોઈ
*
ભણેલ ગણેલ હું
અંધ વિશ્વાસી
તો ઉદ્ધાર ક્યાંથી ?
*
પાપ ધોયું ગંગામાં
મોક્ષને માટે
કરીને જીવ હત્યા
*
વહે લાશો જળમાં
અહંકારીની
મરી છે માનવતા
*
હોય વિપરિત વા
પ્રપંચ થકી
આવે નકામી સત્તા
*
ભીંજવવી છે તને
આવ તો ખરી
આંખડી જુએ રાહ
*
યાદ આવે છે તારાં
ઝુરતા હૈયે
નયન નખરાળાં
*
અધુરો તારા વિના
એકાંત લાગે
કર પુર્ણ મુજને
*
ભાગ્યો મૃગની જેમ
તને મળવા
આભાસી મિલનમાં
*
કામધેનુને સૂકું
લીલુંછમ તો
ચરી જાય આખલા
*
બને દમન ક્રૂર
ચેતના ફૂકે
મશાલ ઇન્કલાબે
*
જ્ઞાતિનો અહીં ભેદ
રહ્યા શોષણે
મળે ન ઉચ્ચ સ્થાન
*
નિભાવે જીવનમાં
સાચી વીરતા
વટ વચન પ્રેમે
*
ઉજાગરો વર્ષોનો
તારી યાદનો
થાક્યાં નયન મારાં
*
મચલે આ હૃદય
કહો આંખોને
ઈશારા કરે થોડા
*
ધર્મના નામે ડખા
રાજરમતે
ભડકે બળે દેશ
*~ ગૌતમ રાઠોડના કાઈકુ:*
*
યાયાવર પક્ષી છું,
વતન દૂરે,
સ્મરણની પંખ છે.
*
જીવન સંધ્યામાં યે
વિયોગ તારો
દુઃખ આપતો મને.
*
માનવજાતિ રૂ શી
સમય કપરો
કુદરત ઉગારે.
*
કોઈ સંચાર નથી
ખુદમાં કેદી
અવસાદ ચાલતો!
*
ચાંદ યાદ અપાવે
માશૂકા મારી
નશીબે અમાસ છે.
*
વિયોગનો કવિ છું
વિયોગી પેમી
આંસુભયાઁ કાવ્ય છે.
*
એ બીજાની થઈ છે
એની યાદો છે
ગરીબની જણસો.
*
કાશ!એ મારા હોતાં
સ્વઁગ ખોરડું
થઈ જાત પળમાં!
*
એને લોભ સોનાનો
મને વફાનો
આ વિરોધાભાસ છે!
*
ના કદી ભૂલીશ હું
એ બેવફાને
જે વફા વાત કરે!
*
કોઈ કોઈનું નથી
કોરોનાકાળે
અજબ સમય છે!
*
મારા ગીતો ગાનારાં
આજે વિરોધી
હવા જેમ ચાલતાં!
*
માણસ ખોવાયો છે
કો શોધો એને
માણસની ભીડમાં!
*
ખાલીપો ખખડે છે
મારામાં હવે
રિક્તતા સભર છું.
*
ખાલી ઘરે ખાલીપો
પગમાં બેડી
મન પણ એકલું.
*
કવિતા નહીં દવા
મારા લેખને
ખુદ હું મરીઝ છું.
*
ઘણી લખી કવિતા
બેવફા પર
બેવફા તો બેવફા!
*
આંસુ આંખે છવાયાં
આંસુ બિસ્તરે
આંસુ ભયાઁ ગઝલે.
*
યાદ કરો છો દુશ્મનો?
દુશ્મન છું હું
મેં તો દોસ્તી કરી 'તી.
*
આજ ઉદાસીન છું
કાલે ય હતો
ઉદાસી દાસી જ છે.
*
ખૂબ લખાયું છે હો
ખૂબ જિવાયું
કોઈના સાથ વિના.
*
આપણો સાથ કેવો?
એક આત્માનો
એક બેવફા થયો.
*
કવિતા કર નહીં
અંગાર નયોઁ
તને એ દજાડશે.
*
ખૂબ કાયકુ થયા
કાયકુ થયા
બસ અમસ્તા થયા.
~ હિતેશ પંડ્યા "હોલે હોલે"ના કાઈકુ:
*
વાદળ વરસે છે
આંખો બંધ છે
દિલના દ્વાર ખોલી
*
મારે તને મળવું
તેં પાડી છે ના
મનમાં છે શંકા
*
દિલથી ફીલ કરું
તને ના જોઈ
માનથી ઢીલ કરું
~ હેમંત શાયરના કાઈકુ:
*
કવિતા વંચાય છે
વલોવાય છે
અહમ ઓગળે છે
*~ તુષાર "તસ્વીર"નાં કાઈકુ:*
*
વેદના સંવેદના
છે આ શબ્દોમાં
માણસાઈ ક્યાં છે..?
ખારો ય કેમ નથી
આ શું પ્રશાંત?
દયાળ હોવો જોઈએ..!
*~ અશોક સોલંકીનાં કાઈકુ:*
*
નથી સાવ સરળ
જીવવું અહીં
"બેહદ" મૃત્યુ જેમ.
*~ નરેશ પરમાર એટાવાળાનાં કાઈકુ:*
*
આભે ભાખી વીજળી
મનાવે કોણ?
દીઠો પીયુ નભમાં
*~ પ્રતાપ આર. ચૌહાણનાં કાઈકુ:*
*
ઘનઘોર વાદળો
ઘેરાયા એ તો
ભીંજવવા ધરતી
*~ પિયુ વડનગરીનાં કાઈકુ:*
*
ચરખો કાંતે કેવું?
તાર – તાર થૈ,
જિંદગીની પછેડી.
*
કોઠી તળેથી જડ્યા ;
બા સંતાડતી:
આંસુ મણ-મણના.
*
કાચિંડો લાલ ચોળ.
તપિશ ધરા,
સાંબેલા ધાર વર્ષા.
*
પિતાજી જોયા કરે;
ઘર આખ્ખુંય,
સ્મૃતિ ફોટો ફ્રેમમાં .
*
રાશ, બળદ, હળ;
વેચ્યા ખેડૂએ:
કરજે વેચી ધરા.
*
છત ઉખાડી નાખી:
વાવાઝોડાએ,
મોભે ભર્યાં ડૂસકાં.
*
મહામારી હવાની;
શ્વાસ રૂધાયા :
વેચાતી જોઈ હવા
*~ હરેશદાન માદા “હરિયો”નાં કાઈકુ:*
*
મળી તો જો દિલ ને
એકવાર તું
દરિયો નાનો પડે
*
માસ્તર છો દુઃખી છો
અંત્દૃષ્ટિ જોવો
કેવું કાર્ય કર્યું તમે
•
સમય સમય છે
બદલ નહિ
નુકશાન વધશે
•
તું કાયર નથી હો
ડરતો નહિ
સમય નબળો છે
*~ અમરતભાઈ ઠાકોરનાં કાઈકુ:*
*
પ્રિતમ બેઠા હૈયે
કીધા અબોલા
દીઠાં એ મને મીઠાં
*~ “રાજ” સરહદીનાં કાઈકુ:*
*
પૈસા માટે દોડતા
એ માણસના
પગ થંભી ગયા હો.
*
બથ ભરી મળતા,
એ હેત ગયું,
હાથ જોડતા થયા.
*
માણસ ખોવાયો છે,
પોતાનામાં જ
ક્યાંય મળે, કહેજો.
*
*~ સી. જી. આસલનાં કાઈકુ:*
•
માણસાઈ ભૂલી ને
માણસ લુટ્યો
હવે તારી વારી હો....!
*
રોજ સપનું આવે
તમારું મને
સાચે પોતાનામાંથી
તું લૂંટી લે બધાને
બંધ નયને
તારી લૂંટ નક્કી છે.
*નોંધ: આપશ્રી કાઈકુનું સર્જન કરશો તે આ લેખમાં ઉમેરવામાં આવશે. ભવિષ્યમાં ઈ – બુક કે પુસ્તકનો આકાર આપવામાં આવશે.*
- જેતસીભાઈ ગ્રામશિલ્પી
No comments:
Post a Comment