Sunday, 31 October 2021
સરદાર વલ્લભભાઈ પટેલની જલયાત્રા
Friday, 29 October 2021
Wednesday, 27 October 2021
Tuesday, 26 October 2021
૧૧--વડગામ વિધાનસભા ના તમામ મતદાન મથકો ના નવા નંબર
Sunday, 24 October 2021
ગુજરાતી ભાષા ના કવિ હરજી લવજી દામાણી
ગુજરાતી વ્યાકરણ કાઈકુ વિશે જાણવા જેવું
ધોરણ --૪--કુહૂ--પાઠ--૫--પવન ખિજાય તો ગોળ ઝાપટો----વાર્તા--મિન્ટુભાઈ ગોળવાળા
Saturday, 23 October 2021
સર્વિસ બુક ગાંધીનગર મોકલવા બાબત
પાઠ--૪--સિંહ ઘૂઘવે બકરો ભાગે--વાર્તા---સાચો બેટો ખોટો બેટો---ધોરણ-૪--કુહૂ
Friday, 22 October 2021
ધોરણ ચાર કુહૂ પાઠ-૩--શંખલાની બહેન છીપલી --વાર્તા---કલાકારની ઢીંગલી
પાઠ --૩. કલાકાર ની ઢીંગલી
સુલતાનાબાદ ના એક વિસ્તારમાં તૂટેલી-ફૂટેલી વીસેક ઝૂંપડીઓ કાણાં પડેલા જૂનાં પતરાં લાકડા પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ એ જ ઝૂંપડીની દીવાલો ને છત . રંગબેરંગી ભીંતોવાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યેશ, ગરીબ મા બાપનું હવે એક માત્ર સંતાન.
નવ વર્ષના દિવ્યેશ માટે ફુરસદના સમયે રમતો રમવી ,મોજ મજા કરવી એ એક સપનું જ હતું .તેના પિતાની ચાની લારી. આ લારીમાં ચા ઉપરાંત બિસ્કૂટ- કુલ્ફીનો એક ડબ્બો પણ ખરો. ઋતુ પ્રમાણે કુલ્ફી. સિવાય ની વસ્તુઓ પણ વેચવામાં આવે.
દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે .ને બાકીના સમયમાં પિતાને કામમાં મદદરૂપ થાય. ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો. કુલ્ફી વેચતાં તેના મનમાં કુલ્ફી ખાવાની તીવ્ર ઇચ્છા થાય, તેનું પેટ ક્યારેક ભૂખથી. બૂમો પાડતું હોવા છતાં કૂલ્ફીને મોં સુધી લઈ ન જવા જેટલો સંયમ તેણે મેળવી લીધો હતો.
તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો .તે છીપલામાં હાર ,બુટ્ટી અને ઝાંઝર બનાવતો તથા દીવાલ શોભાવે તેવા કાથીકામ ના ચિત્રો પણ બનાવતો તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમ જ કૂલ્ફીની પટ્ટી ઓમાથી વિમાન,ઘર, હોડી વગેરે બનાવી, રંગોના છાંટણાથી સજાવી વેચતો ,આમાંથી તે થોડી કમાણી પણ કરી લેતો.
નવું નવું બનાવવામાં પ્રવીણ દિવ્યેશ અભ્યાસમાં પણ એટલો જ હોંશિયાર, શાળાના બાળકો તેની પાસે ભાતભાતની વસ્તુઓ બનાવડાવીને ખરીદે .દિવ્યેશ પણ ઘણી હોંશથી પોતાની કલા- કારીગરી વડે અજબ સર્જન કરતો .તેણે બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય!
દિવ્યેશની શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી. તેમાં તે ઉત્સાહભેર ભાગ લેતો અને શાળાને શણગારવામાં પોતાનું કૌશલ્ય બતાવતો.
૨૯મી જુલાઈ દિવ્યેશની જન્મતારીખ. તે દિવસે આચાર્યે પ્રાર્થનાસંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન આપ્યા અને તેની આવડત વિશે વાત કરી. તેમણે કહ્યું કે "આપણો દિવસ તો કલાકાર છે ,આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે છે .આ વખતે રક્ષાબંધનની ઉજવણી આપણે સૌ તેણે બનાવેલી રાખડીઓ ખરીદીએ રક્ષાબંધનને દિવસે સૌ પોતપોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો .અમે બધાં શિક્ષકો પણ એમાં જોડાઈશું" સૌ ખુશ થયાં.
દિવ્યેશે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી. તેણે મોતી, ચણોઠી ,કારેલાંના બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામા તાર જેવી પરચૂરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને, અને મેઘધનુષ ના રંગનું કરીને જાતજાતની અને ભાતભાતની આકર્ષક રાખડીઓ બનાવી.
રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતાં હતાં. બધાંને આતુરતા હતી દિવ્યેશ ની રાખડીઓની. એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ લઈ હસતો હસતો દિવ્યેશ શાળા માં પ્રવેશ્યો.
દિવ્યેશના પ્રવેશતાં જ તેનાં મિત્રો તેની રાખડીઓ જોવા, ખરીદવા ટોળે વળી ગયા. શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે દિવ્યેશે બોક્સ ખોલીને બધાં જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. રાખડીઓ જોતાં
જ દિયા બોલી ,"અરે, વાહ ! કારેલાંના બીમાંથી બનાવેલી રાખડી ? મેં તો પહેલી જ વાર જોઇ." ત્યાં જ રિયા બોલી,"દિવ્યેશ, આ રાખડી મારા માટે ને !" દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું. મનોજ બોલ્યો ,"તને કેવી રીતે ખબર?"
રિયા બોલી ,"મને કારેલાનું શાક ખૂબ ભાવે છે .દિવ્યેશ આ વાત જાણે છે."
દિવ્યેશે રિયાને' કારેલા રાખડી 'આપી . એટલામાં પ્રિયા બોલી, "જો નેહા,પેલી લાકડાના પારાવાળી! કદાચ તારા માટે."
નેહાએ કહ્યું ,"ખરેખર દિવ્યેશ ,આવો વિચાર તો તને જ આવે .આ રાખડી કડા જેવી છે એટલે રક્ષાબંધન પછી પણ બારેમાસ પહેરવી ગમશે . દિવ્યેશે કહ્યું ,"એટલે જ મેં બે બનાવી છે, બીજી રાખડી તારા માટે."
આ રીતે શરીફા માટે સૂતરની ,ભવ્યા માટે ઘૂઘરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોઠીની રાખડી દિવ્યેશે બનાવેલી. ધૈર્ય પૂછ્યું , દિવ્યેશ આ મેઘધનુષ જેવી રાખડી... કોના માટે ?" દિવ્યેશ બોલ્યો,"તારા માટે, મારા ચિત્રકાર!"
ત્યાં નૈનેશ આગળ ધસી આવ્યો ને બોલ્યો," ને મારી?"
મધુર સ્મિત સાથે દિવ્યેશે કહ્યું, નૈનેશકુમાર કાપડિયા ,તારા માટે આ કાપડ ના ફૂલવાળી 'ફૂલ રાખડી .'દિવ્યેશ પાસેથી આવી ખાસ રાખડીઓની ખરીદી સૌ ખુશખુશાલ થઇ ગયા .
રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ દિવ્યેશે બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતાના ભાઇઓને સાથે વિધિવત બાંધી . વડ નીચે બેઠેલો દિવ્યેશ આ બધું જોતો હતો. એને એની ઢીંગલી યાદ આવી. એની બે વર્ષની બહેન આજે એની સાથે નહોતી.દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો .એની ઢીંગલી માટે એણે કાપડમાંથી ઢીંગલી બનાવી હતી. પણ દિવ્યેશની ઢીંગલી તો થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી . દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા.
સૌ કોઈ પોતપોતાની ખાસ રાખડી બાંધી- બંધાવી ખુશ હતા. તેવામાં રિયા દિવ્યેશ પાસે પહોંચી. તેણે જોયું કે દિવ્યેશની આંખમાં આંસુ હતા .રિયા બોલી, લે, તારો હાથ કેમ ખાલી? જો તનેય ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે .લાવ તારો હાથ. જો ભેટ તો હું લઈશ જ હો !"આમ બોલતાં બોલતાં તેણે રાખડી બાંધી દીધી.દિવ્યેશે રાખડી જોઈ .તેના પર 'દિવ્યેશ' વંચાયું .હવે ટીલડી વડે ગૂથાયેલું દિવ્યેશ નામ ભીંજાયેલું હતું.
Thursday, 21 October 2021
વાર્તા --ધોરણ ---૪ પાઠ --૨---તેને તે ઉગશે
નેપાઠ---- ૨---તેને તે ઉગશે?
વાર્તા-- કૂકડી ને કલગી ઉગે ?
વર્ષો પહેલાની આ વાત છે .એક,કૂકડી હતી, હોશિયાર કૂકડી. ઇંડાં સેવવામાં હોશિયાર,ચણ વીણવામાં હોશિયાર બચ્ચાં સાચવવામાં હોશિયાર. એમને ચણ ચણતાં શીખવવામાં હોશિયાર. બધાં એને ખૂબ પ્રેમથી, માનથી બોલાવે .કૂકડી પણ હોંશેહોંશે બચ્ચાને સંભાળે.
કૂકડીને બે વાતે દુઃખ એક તો એ કે એનાથી ઊંચે ઊડતું નથી ને બીજું એ કે એને રંગીન પીંછા નથી, માથે કલગી નથી, ગળે લાલ પીળા રંગો નથી .પણ એનું તો શું થાય ? કૂકડીને નાનપણથી હોંશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે અને આસપાસની દુનિયા જુએ.બિચારીકૂકડીને ઊડતાં ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે, ફરવું પડે. એ દોડવામાં કેવીય હોશિયાર હોય,પણ દોડવું એટલે દોડવું ને ઊડવું એટલે ઊડવું, બેમાં ફેર ખરો તો ખરો જ ને! કૂકડી એ પોતાની હોંશની વાત પોતાની માને કરી, તો મા કહે,"એ તો એમ જ હોય, કૂકડી ને માથે કલગી ન હોય !" કૂકડી એની બહેનપણીઓને કહે તો એ બધી તો હસે," શું કામ છે'લી વંડીને માથે ચડીને? અહીં જમીન પર આપણે રમીએ, જમીએ ને ખુશ રહીએ, મૂક વંડીની વાત.ચાલ, અહીં સાતતાળી રમીએ."
કૂકડી નાછૂટકે દોડાદોડીમાં જોડાય .કદીક ન પણ જોડાય અને એક કોરે ઊભી ઊભી વંડી તરફ જોયા કરે .મનમાં એક જ રઢ છે ,"મારે વંડીએ ચડવું છે!'. એક વાર એવું થયું કે કૂકડી વંડીની બહાર ઉકરડામાં ચણતી હતી. ત્યાં અચાનક બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી.કૂકડી બી ગઈ ,જોર કરીને ઊડી . સહેજ જ ઊડી કે પાસે પડેલા એક પથરા પર ચડી ગઈ . બિલાડી તો લડતાં લડતાં આઘી જતી રહી, શાંતિ થઈ ગઈ.કૂકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે. ઓહ! આટલું ઊંચે તો મારાથી ઉડાય છે!' કૂકડી ચકિત થઈ ગઈ.
કૂકડી ચણવાનું ભૂલીને વારેવારે ઊડીને એ પથરા પર બેસવા માંડી.ઊડીને પથરા પર બેસે, વળી નીચે ઊતરે ,વળી ઊડીને
પથરા પર બેસે .કોઈક વાર સહેજ નીચું ઉડાય તો પથરા જોડે ભટકાય ને નીચે પડે તોય વળી પાછી ઊડવા જાય .કૂકડીને મજા પડવા માંડી. સાંજ સુધી કૂકડીએ પથરા પર ઊડઊતર ઊડઊતર કર્યા કર્યું .થાકીને સાંજે એ પાછી ફરી ત્યારે એ ખુશ હતી, ખૂબ જ ખુશ.
કૂકડી ને ખુશખુશાલ જોઈને કૂકડાએ પૂછ્યું," કેમ !આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે?" કૂકડીએ કૂકડાને પથરા પર ચડવાના પોતાના અનુભવની વાત કરી.
"રહેવા દે ને હવે, શું કામ છે તારે આવા શોખ કરીને ?"કૂકડાએ કહ્યું.
,કૂકડાએ કૂકડા ની વાત સાંભળી લીધી, પણ એને ગમી નહિં.
"મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે ."કૂકડીએ પોતાની અભિલાષા કૂકડાને કહી. અને વિચારવા લાગી કે લાખો -હજારો કૂકડીઓએ ન કર્યું એટલે મારે નહીં કરવાનું?' ક્યાં સુધી કૂકડીઓએ જમીન પર ચણ્યા જ કરવાનું ?કૂકડી આમ રોજેરોજ ઊડઊતર કર્યા કરે. એનાથી થાકે એટલે કૂકડી કૂકડાને ધારી ધારીને જોયા કરે. એ કેમ પાંખો ફેલાવે છે, કેમ પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ચડે છે એ નીરખ્યા કરે. કૂકડો મનમાં પોરસાય કે કૂકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે! કૂકડો ખુશ થાય, વધારે જોરથી ઊડે અને કૂકડી થોડું વધારે શીખે. ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું, ઊંચે ઊડીનેય શું મળવાનું તને? માથે કલગી થોડી ઊગવાની છે? કૂકડી, તું તો કૂકડી જ રહેવાની ને ?'
કૂકડી ખિજાઈ," મને કલગી ઊગે -ન ઊગે, તારે શું ?જા,મને કલગી ઊગશે, જોઈ લેજે તું.". . કાગડાને હસતો મૂકીને કૂકડીએ વધુ મહેનત થી ઊડવાનું કામ શરૂ કરી દીધું.
એક સવારે કૂકડો વંડીએ ચડીને બોલ્યો, કૂકડે કૂક ....કૂકડે કૂક " ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો.ત્યાં એણે શું જોયું. ? થોડી જ દૂર વંડી પર હતી કૂકડી! તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી."અરે !કૂકડી, તું અહીંયાં?"કૂકડાએ નવાઈથી પૂછ્યું.
"હા ,હુંય હવે ચડી શકું છું વંડી પર.' કૂકડી વટથી બોલીને કૂકડા ની જેમ જ ડોક ઊંચી કરી ને ચારે બાજુ જોવા માંડી .ચારે બાજુ શું હતું? હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કૂકડી એ નજરની સામે જોયા. નીચેથી ઊંચે જોતા માંડ જોવા મળે તેવા ઝાડનાં ડાળ- પાંદડાં એની નજર સામે હતા. કાબર ,ચકલી,તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાંયને એ જોતી હતી ,પણ ઉકરડા પાસે જમીન પર .એ પંખીઓને એણે ઝાડની ડાળે ઝૂલતાં જોયાં કૂકડી ખુશ થઇ ,નવાઇ પામી, હરખઘેલી થઇ ગઇ.
ત્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ. એ ઊડીને કૂકડીની પાસે આવી અને વંડી પર એની સાથે બેસીને બોલી," એ કૂકડી ,જો તો ખરી ,તમને માથે કલગી ઊગી છે!"
"હે! ખરેખર?" કૂકડીએ પૂછ્યું.
"હાસ્તો વળી, હું ખોટું કહેતી હોઉ તો પૂછ આ ચકલીને અને પેલા દોઢડાહ્યા કાગડાને. તારી કલગી બધાંને દેખાય છે."
ત્યાં તો ચકલી, કાગડો, પોપટ ,કબૂતર બધાં આવ્યાં ને બોલ્યાં,"વાહ વાહ! કડી ને કુકડી ને માથે કલગી બધાએ પાંખો ફફડાવી તાળીઓ પાડી
હવે તો કૂકડીએ રોજેરોજ વંડી પર ચડવા માંડ્યું. નવું જોવા માંડ્યું ,શીખવા માંડ્યું, જમીન પર આવીને એના જેવી બીજી કૂકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. એનું ઈંડાં સેવવાનું ચાલુ જ રહ્યું . બચ્ચાંને શીખવાનુંય ચાલું જ રહ્યું. આ બધા કામો સાથે કૂકડી બીજી કૂકડીઓનેય ઊંચું ઊડતાં શીખવવા મહેનત કરતી, સમજાવતી .કોઈકે માન્યુ ,કોઇકે ન માન્યુ. પોતાની સાથે વંડી સુધી ઊડતી કૂકડી ને જોઈને કૂકડો ખૂબ ખુશ થયો. જોકે કાગડાએ અને બીજા થોડાં કૂકડા કૂકડી ઓએ કહ્યું ,"કલગી ઊગી તે તો ઠીક મારા ભૈ,કૂકડા જેવા રંગીન પીંછા ક્યાંથી લાવશો, કૂકડીબાઈ ?" કૂકડી વિચારે છે ,વખત છે ને પીંછા ઊગેય ખરાં ,કોને ખબર!'. સ્વાતિ મેઢ
______________________________