Tuesday, 11 May 2021

બૌદ્ધ ધર્મ પરીષદો તેનું સ્થાન

📚✍🧑‍🎓 જાણવા જેવું  👨‍🎓📚✍

✅ બૌદ્ધ ધર્મપરીષદો તેનું  સ્થાન, અધ્યક્ષ, શાસક, ઉદેશ્ય.
 

 * "પ્રથમ બૌદ્ધ ધર્મપરિષદ"

 સ્થાન:- રાજગૃહ (સપ્તપર્ણી ગુફા)
 સમય :- 483 બીસી
 અધ્યક્ષ :- મહાકશ્યપ
 શાસનકાળ:- અજાતશત્રુ (હર્યક રાજવંશ).
 ઉદ્દેશ્ય:- બુદ્ધના ઉપદેશોને વિનય પીટક અને સુત્તપિટકમાં સંકલિત કરવામાં આવ્યા હતા.


 * "બીજી બૌદ્ધ ધર્મપરિષદ"
 
 સ્થાન:-  વૈશાલી
 સમય :- 383 બીસી
 અધ્યક્ષ :- સબાકામીર 
 શાસનકાળમાં :- કલાશોકા (શિશુનાગા રાજવંશ)
 ઉદ્દેશ્ય: શિસ્ત અંગેના મતભેદોને ઉકેલવા માટે, જુના વિચાર‌ અને નિયમના પક્ષપાતી "સ્થવિરવાદ" અને તેના અસહેમત ભિક્ષુઓ "મહાસંઘિકા" એમ બે ભાગમાં વહેંચાયા.


 * "ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદ"
 
 સ્થાન :- પાટલીપુત્ર
 સમય :- 251 બી.સી.
 અધ્યક્ષ :- મોગલિપુત્ત
 શાસનકાળ :- અશોક (મૌર્ય રાજવંશ)

 ઉદ્દેશ્ય :- સંઘના ભેદ વિરુદ્ધ કડક નિયમો ઘડીને બૌદ્ધ ધર્મને સ્થિરતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો.  આખરે શાસ્ત્રોનું સંપાદન કરવામાં આવ્યું અને ત્રીજું પિટક "અભિધમ્મપિટક" ઉમેરાયુ.


 * "ચોથી બૌદ્ધ ધર્મપરિષદ"

 સ્થાન:- કાશ્મીરનું કુંડલવન વિહારમાં
 સમય:- પ્રથમ સદી.  ઇ.
 અધ્યક્ષ:- વસુમિત્ર
 ઉપાઅધ્યક્ષ:- અશ્વઘોષ
 શાસનકાળ:- કનિષ્ક (કુષાણ રાજવંશ)
 ઉદ્દેશ્ય: બૌદ્ધ ધર્મના હિનયાન અને મહાયાન બે સંપ્રદાયોમાં વિભાજન.

👉 યાદ રાખો :- બૌદ્ધધર્મના ધાર્મિક પુસ્તકો ને ત્રિપિટકો કહેવાય છે. ૧. સુત્તપિટક ૨. વિનયપિટક ૩. અભિધમ્મપિટક.

😇 બૌદ્ધ ધર્મપરિષદ અને બૌદ્ધ ધર્મ સંગીતીઓ એકજ.

No comments:

Post a Comment