આપણે ત્યાગ આવો હોય છે....
રામકૃષ્ણ પરમહંસ પાસે આવીને
એક દાનવીરે હજાર સોનામહોરો ચરણોમાં ધરી દીધી. એણે કહ્યું : “પ્રભુ આપ આ સ્વીકાર
કરો.’’
રામકૃષ્ણે કહ્યું : “આનું
હું શું કરું ? એને કોણ સાચવશે અહીં ? તું એક કામ કર. આની પોટલી બાંધી દે અને આ
બધી સોનામહોરો ગંગાના જળમાં ડુબાવી દે. મેં એનો સ્વીકાર કરી લીધો છે: હવે આ
સોનામહોરો મારી થઈ ગઈ.
મારા તરફથી એ ગંગામાં ફેંકી
આવ. આટલું કર.કેટલા દૂરથી તું આવ્યો. મારા માટે મારું આ એક કામ કરી દે. “
પેલા દાનવીરને આ વાત કઈ ગમી
નહીં. :આ તે કઈ વાત છે !પણ હવે તે રામકૃષ્ણને ઇન્કાર પણ ન કરી શક્યો. કમને એણે
સોનામહોરો પોટલીમાં બાંધી. ગંગાકિનારે જેવો વિદાય થયો.
ઘણી વાર થઈ ગઈ અને એ પાછો ન
આવ્યો. રામકૃષ્ણે હાજર ભક્તોને પૂછ્યું : ’’ શું થયું પેલા દાનવીરનું... જુઓં જરા
જઈને કે ગંગામાં એ ડૂબ્યો તો નથી ને ! ક્યાંક એમ ન થયુ હોય કે પોટલી કિનારે રાખી
દીધી હોય ને જાતે ગંગામાં ડૂબકી લગાવી દીધી હોય !”
ભક્તો કિનારે પહોચ્યા અને
જોયું તો એક એક સોનામહોર પથ્થરને ટકરાવીને. ગણી ગણીને ગંગામાં ફેકી રહ્યો હતો. એની
આસપાસ મોટી ભીડ થઈ ગઈ હતી. ભક્તોએ એને કહ્યું : “એ તમે શું કરી રહ્યા છો ? ચાલો....
પરમહંસદેવ બોલાવે છે તમને !’’
એણે કહ્યું : “ભાઈઓ ,હું
આવું છું. આ બધી સોનામહોરો પૂરેપૂરી ગણીને ગંગામાં પધરાવિશને....! પરત આવેલા
દાનવીરને રામકૃષ્ણે કહ્યું : ‘’ ગાડીયા એકઠું કરતી વખતે ગણવામાં આવે તો ઠીક ગણાય
....સમજી શકાય. આને ફેંકી દેવાના વખતે શું ગણવાનું ?એક સાથે પોટલી પધરાવી દેવાય કે
નહીં ?’’
આપણો ત્યાગ આવો હોય છે.
ગણતરી કરીને થયેલા ત્યાગની રીત ઘણી લાંબી થઈ જાય છે.છોડવું જ હોય તો તત્કાળ
તત્ક્ષણ છોડો. “
પ્રસંગ પર્વ ----પુસ્તકમાંથી સાભાર
સંપાદક --દક્ષેશ ઠાકર
સંકલન --રામજીભાઈ રોટાતર
.
No comments:
Post a Comment