Sunday, 30 May 2021

વાર્તા ---પ્રેંમ ની આંખ ( પ્રેરક પ્રસંગ )રામકૃષ્ણ પરમહંસ

 

પ્રેમની આંખ

રામકૃષ્ણ પરમહંસના મૃત્યુની ક્ષણ નિકટ હતી. એમને ગળાનું કેન્સર થયું હતું. ડોક્ટરોએ જણાવી દીધું હતું કે અંતિમ ક્ષણ આવી ચૂકી છે.એમના પત્ની શારદામણી દેવી રડવા માંડ્યા. રામકૃષ્ણ એમને સંબોધી કહેવા લાગ્યા: "રોવાનું બંધ કરો. જે મરશે એ તો મરણધર્મા જ છે અને જે જીવંત છે એ તો કદીય મરવાનું નથી. અને ધ્યાન રાખજો. હાથનાં કંકણો તોડશો નહિ .''

      શારદામણી એકમાત્ર ભારતના ઇતિહાસમાં એવી પ્રથમ નારી છે જેણે પતિના મરણ થવા છતા પોતાના કંકણો તોડ્યા નહી . રામકૃષ્ણે કહ્યું હતું : હાથનાં કંકણો તોડશો નહી તે મને ચાહ્યો છે કે આ દેહને ! તે કોને પ્રેમ કર્યો હતો ? મને કે આ શરીરને ! જો તે આ દેહને પ્રેમ કર્યો હોય તો તારી મરજી !તો પછી ભલે તારા કંકણો તૂટે !જો મને પેમ્ર કર્યો હોય તો હું મરી નથી રહ્યો. હું તો રહેવાનો જ છું. હું ઉપલબ્ધ છું. :અને શારદામણીએ પોતાના કંકણો તોડ્યા નહિ .એમની આંખોમાંથી એક અશ્રુબિંદુ સુદ્ધ્રા ન ખર્યું .લોકો તો એમ સમજ્યા કે પતિ મરણથી ભયંકર આઘાત લાગ્યો છે અને તેઓ વિક્ષિપ્ત થઇ ગયા છે .લોકોને શારદામણિની સ્થિતપ્રજ્ઞતા વિક્ષિપ્ત્તતા જણાઈ .શારદામણીએ પોતાના સઘળા કાર્ય એવી રીતે ચાલુ રાખ્યા કે જાણે રામકૃષ્ણ જીવિત જ છે .

        રોજ સવારે એમને પથારીમાંથી ઉઠાડતાં .. ''હવે ઊઠો પરમહંસ દેવ ... ભક્તો આવી ગયા છે .''પડદા ખોલી ઊભા રહેતા .જેમ હંમેશા ઊભા થઇ જતાં .ભોજનનો સમય થતાં હમેશની જેમ ભોજનની થાળી તૈયારી કરી લાવતા .બહાર આવી ભક્તોને જણાવતાં '' પરમહંસદેવ ... ચાલો'' લોકો હસતાં .કોઈક વળી રોતાય ખરા .. ''બિચારા માનું ખસી ગયું છે ! રામકૃષ્ણ તો ચિરવિદાય લઇ ગયા ... આ કોને સંભળાવે છે ? થાળી લગાવી બેસે છે . પંખો નાખે છે . કોઈ ત્યાં બેઠું નથી !''

         પ્રેમની આંખ હોય તો બધું જ છે . પ્રેમની આંખ નથી તો કઈ દેખાતું નથી .

પ્રસંગ પર્વ --પુસ્તકમાંથી સાભાર (દક્ષેશ ઠાકર )

                  સંકલન --રામજીભાઈ રોટાતર         


                                                                                    






 

No comments:

Post a Comment