Monday, 31 May 2021
વાર્તા --આપણો ત્યાગ આવો હોય છે ....રામકૃષ્ણ પરમહંસ નો જીવન પ્રસંગ
આપણે ત્યાગ આવો હોય છે....
રામકૃષ્ણ પરમહંસ પાસે આવીને
એક દાનવીરે હજાર સોનામહોરો ચરણોમાં ધરી દીધી. એણે કહ્યું : “પ્રભુ આપ આ સ્વીકાર
કરો.’’
રામકૃષ્ણે કહ્યું : “આનું
હું શું કરું ? એને કોણ સાચવશે અહીં ? તું એક કામ કર. આની પોટલી બાંધી દે અને આ
બધી સોનામહોરો ગંગાના જળમાં ડુબાવી દે. મેં એનો સ્વીકાર કરી લીધો છે: હવે આ
સોનામહોરો મારી થઈ ગઈ.
મારા તરફથી એ ગંગામાં ફેંકી
આવ. આટલું કર.કેટલા દૂરથી તું આવ્યો. મારા માટે મારું આ એક કામ કરી દે. “
પેલા દાનવીરને આ વાત કઈ ગમી
નહીં. :આ તે કઈ વાત છે !પણ હવે તે રામકૃષ્ણને ઇન્કાર પણ ન કરી શક્યો. કમને એણે
સોનામહોરો પોટલીમાં બાંધી. ગંગાકિનારે જેવો વિદાય થયો.
ઘણી વાર થઈ ગઈ અને એ પાછો ન
આવ્યો. રામકૃષ્ણે હાજર ભક્તોને પૂછ્યું : ’’ શું થયું પેલા દાનવીરનું... જુઓં જરા
જઈને કે ગંગામાં એ ડૂબ્યો તો નથી ને ! ક્યાંક એમ ન થયુ હોય કે પોટલી કિનારે રાખી
દીધી હોય ને જાતે ગંગામાં ડૂબકી લગાવી દીધી હોય !”
ભક્તો કિનારે પહોચ્યા અને
જોયું તો એક એક સોનામહોર પથ્થરને ટકરાવીને. ગણી ગણીને ગંગામાં ફેકી રહ્યો હતો. એની
આસપાસ મોટી ભીડ થઈ ગઈ હતી. ભક્તોએ એને કહ્યું : “એ તમે શું કરી રહ્યા છો ? ચાલો....
પરમહંસદેવ બોલાવે છે તમને !’’
એણે કહ્યું : “ભાઈઓ ,હું
આવું છું. આ બધી સોનામહોરો પૂરેપૂરી ગણીને ગંગામાં પધરાવિશને....! પરત આવેલા
દાનવીરને રામકૃષ્ણે કહ્યું : ‘’ ગાડીયા એકઠું કરતી વખતે ગણવામાં આવે તો ઠીક ગણાય
....સમજી શકાય. આને ફેંકી દેવાના વખતે શું ગણવાનું ?એક સાથે પોટલી પધરાવી દેવાય કે
નહીં ?’’
આપણો ત્યાગ આવો હોય છે.
ગણતરી કરીને થયેલા ત્યાગની રીત ઘણી લાંબી થઈ જાય છે.છોડવું જ હોય તો તત્કાળ
તત્ક્ષણ છોડો. “
પ્રસંગ પર્વ ----પુસ્તકમાંથી સાભાર
સંપાદક --દક્ષેશ ઠાકર
સંકલન --રામજીભાઈ રોટાતર
.
Sunday, 30 May 2021
વાર્તા ---પ્રેંમ ની આંખ ( પ્રેરક પ્રસંગ )રામકૃષ્ણ પરમહંસ
પ્રેમની આંખ
રામકૃષ્ણ
પરમહંસના મૃત્યુની ક્ષણ નિકટ હતી. એમને ગળાનું કેન્સર થયું હતું. ડોક્ટરોએ જણાવી દીધું
હતું કે અંતિમ ક્ષણ આવી ચૂકી છે.એમના પત્ની શારદામણી દેવી રડવા માંડ્યા. રામકૃષ્ણ
એમને સંબોધી કહેવા લાગ્યા: "રોવાનું બંધ કરો. જે મરશે એ તો મરણધર્મા જ છે અને
જે જીવંત છે એ તો કદીય મરવાનું નથી. અને ધ્યાન રાખજો. હાથનાં કંકણો તોડશો નહિ .''
શારદામણી એકમાત્ર ભારતના ઇતિહાસમાં એવી પ્રથમ
નારી છે જેણે પતિના મરણ થવા છતા પોતાના કંકણો તોડ્યા નહી . રામકૃષ્ણે કહ્યું હતું
: હાથનાં કંકણો તોડશો નહી તે મને ચાહ્યો છે કે આ દેહને ! તે કોને પ્રેમ કર્યો હતો ? મને કે આ શરીરને ! જો તે આ દેહને પ્રેમ કર્યો હોય તો તારી મરજી !તો પછી ભલે
તારા કંકણો તૂટે !જો મને પેમ્ર કર્યો હોય તો હું મરી નથી રહ્યો. હું તો રહેવાનો જ છું.
હું ઉપલબ્ધ છું. :અને શારદામણીએ પોતાના કંકણો તોડ્યા નહિ .એમની આંખોમાંથી એક અશ્રુબિંદુ
સુદ્ધ્રા ન ખર્યું .લોકો તો એમ સમજ્યા કે પતિ મરણથી ભયંકર આઘાત લાગ્યો છે અને તેઓ વિક્ષિપ્ત
થઇ ગયા છે .લોકોને શારદામણિની સ્થિતપ્રજ્ઞતા વિક્ષિપ્ત્તતા જણાઈ .શારદામણીએ પોતાના
સઘળા કાર્ય એવી રીતે ચાલુ રાખ્યા કે જાણે રામકૃષ્ણ જીવિત જ છે .
રોજ
સવારે એમને પથારીમાંથી ઉઠાડતાં .. ''હવે ઊઠો પરમહંસ દેવ ... ભક્તો આવી ગયા છે .''પડદા ખોલી ઊભા રહેતા .જેમ હંમેશા ઊભા થઇ જતાં .ભોજનનો સમય થતાં હમેશની જેમ
ભોજનની થાળી તૈયારી કરી લાવતા .બહાર આવી ભક્તોને જણાવતાં '' પરમહંસદેવ
... ચાલો'' લોકો હસતાં .કોઈક વળી રોતાય ખરા .. ''બિચારા માનું ખસી ગયું છે ! રામકૃષ્ણ તો ચિરવિદાય લઇ ગયા ... આ કોને સંભળાવે
છે ? થાળી લગાવી બેસે છે . પંખો નાખે છે . કોઈ ત્યાં બેઠું નથી
!''
પ્રેમની આંખ હોય તો બધું જ છે . પ્રેમની
આંખ નથી તો કઈ દેખાતું નથી .
પ્રસંગ પર્વ
--પુસ્તકમાંથી સાભાર (દક્ષેશ ઠાકર )
સંકલન --રામજીભાઈ રોટાતર
Saturday, 29 May 2021
વાર્તા ---રૂપિયાનો રણકાર
રૂપિયાનો રણકાર
બે જણા રસ્તા પરથી પસાર થતાં હતા .સાંજનો વખત હતો .બજારમાં સૌ પોતપોતાનો પથારો સમેટી રહ્યા હતા .શોરબકોર થઇ રહ્યો હતો .આવામાં પાસેના ચર્ચમાં ઘંટરાવ થવા લાગ્યો ઘંટનો મધુર અવાજ સાંભળતા એક જણ બોલી ઊઠ્યો ;''કેટલો મધુર અવાજ છે !
આ ચર્ચના ઘંટરાવ સાથે તો બીજે કોઈ ઘંટ મુકાબલો જ ન કરી શકે!''
બીજાએ કહ્યું : "શું વાત કરે છે ! મને તો કશો અવાજ સંભળાતો નથી.'' પેલાએ ફરી જોરથી સંભળાવ્યું પણ એ તો બજારના શોરબકોરમાં ખોવાયેલો હતો. ઘોડાઓ હણહણી રહ્યા હતા.ગાડીઓ જોડાતી હતી. બળદોને ડચકારા થઈ રહ્યા હતા. માલ -સામાન બંધાઈ રહ્યો હતો. બધાં વ્યસ્ત હતા. ઉતાવળમાં હતા. સૂર્ય આથમી રહ્યો હતો.લોકો બધું સમેટીને ઘરે જવા અધીરા હતા.એણે કહ્યું:"આવા શોરબકોરમાં કોણ પ્રશસા કરી રહયો છે.મારી સમજમાં નથી આવતું. અને દુષ્ટ પાદરી ચર્ચાના ઘંટ જોરજોરથી વગાડી રહયો છે.એનાથી કશું ઠીક રીતે સંભળાતું નથી.કે તું શું કહી રહ્યો છે !''
એવામાં કોઈના રૂપિયાના સિક્કા ખણણ કરતાં સડક ઉપર પડ્યા. ભીડ એકઠી થઈ ગઈ. જે માણસને
ચર્ચનો ઘંટરાવ નહોતો સંભળાયો એ પણ દોડી આવ્યો.પેલો પૂછતો હતો કે "ક્યાં જાય છે તું ?"
સાંભળ્યો નહી રણકતા રૂપિયાઓનો ખણખણાટ !હમણાં જ કોઈના રૂપિયાના સિક્કાઓ પડ્યા. ''
એના સાથી મિત્રે અચરજથી પૂછ્યું: "આટલો શોરબકોર થઈ રહ્યો છે. ઘોડાઓ હણહણી રહ્યા છે. ગાડીઓને બળદો બંધાઈ રહ્યા છે. લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. સામાન બધાંઈ રહ્યો છે.લોકોને ઘરે જવાની ઉતાવળ છે -અને પેલો પાદરી ચર્ચનો ઘંટ વગાડી રહ્યો છે. આટલા શોરબકોરમાં તને રૂપિયા પડવાના ખણખણાટ સંભળાયો !"
જેની નજર રૂપિયા ઉપર છે,એને હજાર પ્રકારના ધોંઘાટમાં ય રૂપિયાનો રણકાર સંભળાયા વિના નહી રહે. જેની રૂપિયા ઉપર પકડ છે, એને ફક્ત રૂપિયામાં જ સંગીત સંભળાય છે.....એને બીજું કશું સંગીત સંભળાતું નથી.
પ્રસંગ પર્વ માંથી ----સાભાર
સંપાદક --દક્ષેશ ઠાકર
શબ્દ વાવેતર એક પરિવાર પિરામિડ ની રચના ફાઈલ
માનવ નું શરીર નું જાણવા જેવું
માનવશરીરનું જાણવા જેવું
લોહીમાંના લાલ કણો ૨૦ સેકંડમાં આખા શરીરમાં ફરી વહે છે.
ramajirotatar1971blogspot.org
માનવમગજ શરીરનું સૌથી વધુ શક્તિ વાપરતું અવયવ છે .
માણસનું નાનું આતરડું ૨૨ ફૂટ લાંબુ હોય છે.
આપણા હાથના અગુંઠાના સંચાલન માટે મગજમાં અલગ તંત્ર હોય છે
માણસનું હૃદય લોહીને ૩૦ ફૂટ દુર ફેકી શકે તેટલું દબાણ પેદા કરે છે .
માણસના શરીરના તમામ હાડકાનું વજન કુલ વજનના ૧૪ ટકા હોય છે.
માણસના શરીરના વજનનો ૧૫ ટકા ભાગ ચામડી રોકે છે .
માણસની હોજરીની અંદરનું આવરણ દર ૧૫ દિવસે નવું બને છે.
માણસ બોલવા માટે લગભગ ૭૨ સ્નાયુઓનો ઉપયોગ કરે છે.