Sunday, 7 July 2024

આજના મુખ્ય સમાચાર તા૩૦/૬/૨૪#

આજના મુખ્ય સમાચાર 
તારીખ 30- 6- 2024
દક્ષિણ આફ્રિકા સામે ભારતનો 
સાત રને વિજય 
દ્રવિડ અને રોહિતની ભાગીદારીમાં 
પ્રથમ ટાઈટલ મળ્યું 
કોહલી પ્લેયર ઓફ ધ મેચ

ભારત 17 વર્ષે ફરી ટી 20 ચેમ્પિયન 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 
પણ ભારતીય ટીમને અભિનંદન 
પાઠવ્યા ભારતીય ટીમને
 20.36 કરોડ રૂપિયાની 
રકમ ઇનામ તરીકે મળશે દેશભરમાં ઉજવણી

વિરાટ કોહલી એ ટી ટ્વેન્ટી 
ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ચાર મુખ્યમંત્રી સાથે CMOમાં
 18 વર્ષથી કાર્યરત 71 વર્ષના
 કૈલાસનાથનની વિદાય

નીટ પેપર લીક કાંડ ગુજરાતના 
ચાર જિલ્લામાં CBI ના દરોડા 
આરીફ વોરા, તુષાર ભટ્ટ, પુરુષોત્તમ શર્મા,
 વિભોર આનંદને રિમાન્ડ
નીટ કૌભાંડના ચાર આરોપીઓ 
ચાર દિવસના રિમાન્ડ પર 

સુરતના જમીન દલાલના ઘરે થોકડા 
મળ્યા રદ થયેલી 500, 1,000ની
 રૂપિયા 75 લાખના મૂલ્યની નોટો સાથે ચાર ઝડપાયા

અગાઉ નો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના 
નામે 575 રનનો હતો ભારતનો 
મહિલા ટેસ્ટ ક્રિકેટમાં છ વિકેટે 603 
રન સાથે વર્લ્ડ રેકોર્ડ 

નીતિશે એનડીએમાં રહેવાના સંકેત 
આપ્યા બિહારને વિશેષ દરજ્જો
 અથવા પેકેજ આપો --
નીતિશની કેન્દ્ર સમક્ષ માંગ

બંને અવકાશયાત્રીઓને પરત 
લાવવા મુદ્દે નાસાએ હાથ ઊંચા કર્યા 
સપ્તાહ માટે સ્પેસમાં ગયેલા 
સુનિતા ,વિલમોરનો મહિનાઓ 
સુધી ફસાયેલા રહેશે 

નાસા -બોઈંગે સુનિતા -વિલમોરને 
ખામીવાળી સ્ટારલાઈનર કેપ્સુલમાં 
મોકલ્યા સુનીતા ત્રીજી વખત 
અવકાશ યાત્રાએ ગયા

દેશના મુખ્ય ન્યાયાધીશ dy ચંદ્રચુડની
 લોકોને સલાહ 
કોર્ટને ન્યાયનું મંદિર ના કહો
 નહી તો જજો પોતાને ભગવાન માનવા લાગશે 

પહેલા દસ વર્ષ પછી જ રકમ
 ઉપાડી શકાતી હતી છ 
મહિના પી.એફ જમા કરાવ્યું હશે
 તો પણ રૂપિયા ઉપાડાશે 

વર્લ્ડ રેકોર્ડ વિશ્વની સૌથી લાંબી 
180 ફૂટની રાઈડેબલ સાયકલ
 નેધરલેન્ડના 8 એન્જિનરોએ 
વિશ્વની સૌથી લાંબી સાયકલ 
બનાવી છે તેની લંબાઈ ચાર ડબલ
 ડેકર બસ જેટલી છે.

No comments:

Post a Comment