Sunday, 27 November 2022

*26-નવેમ્બર-સંવિધાન દિવસ**જાણો ભારતના બંધારણ વિશે સામાન્ય અગત્યની ખાસ માહિતી*• ભારત આઝાદ: ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ (ઇન્ડિયા ઈન્ડીપેન્ડન્ટ એક્ટ ૧૯૪૭)• બંધારણ સભા: કુલ સભ્યો:૩૮૯, ભારત પાકિસ્તાન અલગ થતા કુલ ૨૯૪ સભ્યો (કેબીનેટ મિશન)• બંધારણ સભાના પ્રમુખ: ડો.રાજેન્દ્ર પ્રસાદ - બંધારણ સ્વીકાર: ૨૬ નવેમ્બર ૧૯૪૯• બંધારણનો અમલ: ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ – રાજ્યોનો સંઘ-29રાજ્યો, 07 કેન્દ્ર શાસિત પ્રદેશ• કુલ આર્ટીકલ(કલમો): ૩૯૫ હાલમાં ૪૪૪, ૨૨ ભાગ, ૧૨ શિડયુલ, કુલ ખર્ચ ૬૪ લાખ• બંધારણ બનાવવામાં લાગેલ સમય: ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ• દુનિયાનું સૌથી મોટું, લેખિત, લચીલું, ફેરફાર સુધરા વધારા કરી શકાય.• કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની વહેચણી, કાયદા બનાવવાની બંનેને સતા• બંધારણ એટલે દેશનો સૌથી મોટો કાયદો, તમામ કાયદાથી ઉપરનો દેશનો કાનૂની દસ્તાવેજ• ભારત: બિન સાંપ્રદાયિક, પ્રજા સતાક, સાર્વભોમ, સમાજવાદી-રાજ્યને કોઈ ધર્મ નથી • સંસદીય પદ્ધતિની શાસન વ્યવસ્થા, પુખ્ત મતાધિકાર, દર પાંચ વર્ષે ચુંટણી મુસદ્દા(ડ્રાફ્ટીંગ) સમિતિના ચેરમેન: ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર (૨૯ ઓગસ્ટ ૧૯૪૭)સલાહકાર: બી.એન.રાવ• સમીતીના સભ્યો: ૧. સૈયદ મોહમદ સાદુલ્લા ૨. બી.એન.ગોપાલ સ્વામી આયંગર ૩. સી. ક્રિશ્ના સ્વામી ઐયર ૪. કનૈયાલાલ મુનશી ૫. એફ.એન. માધવ રાવ (બી.એલ. મિતર ની જગ્યાએ-રાજીનામું ) ૬. ટી.ટી. ક્રિશ્નામાં ચારી (ડી.પી. ખેતાનની જગ્યાએ-અવસાન)બંધારણમાં સમાવિષ્ટ વિશેષ બાબતો:-૧. આમુખ ૨. નાગરિકતા ૩. રાજ્યોની રચના ૪. મૂળભૂત અધિકારો ૫. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ૬. નાગરિકની ફરજો ૭. યુ.પી.એસ.સી. ૮ ચુંટણી પંચ ૯. સંસદની રચના, સતા અને કાર્ય ૧૦. રાજ્ય સભા, રચના, સતા, કાર્ય ૧૧. રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિની ચુંટણીઓ, સતા, ફરજ ૧૨. વડા પ્રધાન, સતા, ફરજો ૧૩. કેન્દ્રીય મંત્રી મંડળ સતા, ફરજો, ૧૪ રાજ્યપાલની નિમણુક, સતા, ફરજો ૧૫. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, જજોની નિમણુક, સતા, ફરજો ૧૬. રાજ્ય વિધાન સભાની ચુંટણીઓ, રચના, સતા, ફરજો ૧૭. મુખ્ય મંત્રી ૧૮ રાજ્ય મંત્રી મંડળ, સતા, ફરજો ૨૦ પંચાયત.નગર પાલિકા, મહાનગર પાલિકા, ચુંટણીઓ, રચના, સતા, ફરજો, ૨૧. વિદેશી બાબતો ૨૨ કટોકટી ૨૩ રાષ્ટ્રપતિને સજા માફીની સતા ૨૪ રાજ્યપાલને સજા માફીની સતા સંસદ:• સંસદ(નીચલું ગૃહ): કુલ સભ્યો ૫૪૫ જેમાં ૫૪૩ સભ્યો સીધી ચુંટણીઓથી પુખ્ત મતદારો દ્વારા મતદાનથી ચુટાય છે. દર પાંચ વર્ષે ચુંટણી થાય છે. સંસદની મુદત પાંચ વર્ષ હોય છે.• + ૨ સભ્યો એન્ગલો ઇન્ડિયનની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે. કુલ સભ્ય: ૫૪૩+૨ = ૫૪૫રાજ્ય સભા:- રાજ્ય સભા(ઉપલું ગૃહ): કુલ સભ્યો ૨૫૦ જેમાં ૨૩૮ સભ્યો રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા ચુટાય છે. કાયમી ગૃહ છે. દર બે વર્ષે ૨/૩ સભ્યો નિવૃત થાય છે. ૧૨ સભ્યોની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે. કલા, વિજ્ઞાન, રમતગમતના પ્રતિષ્ટિત લોકોમાંથી નિમણુક કરવામાં આવે છે. કુલ સભ્ય= ૨૩૮+૧૨= ૨૫૦ ગુજરાતમાંથી રાજ્ય સભામાં કુલ ૧૧ સભ્યો છે.ગુજરાત વિધાનસભા:- ગુજરાત: વિધાનસભા૧૮૨ સભ્યો ચુંટાઈને વિધાનસભામાં જાય છે. ૧૩ અનુસુચિત જાતિ માટે અનામત અને ૨૭ અનુસુચિત જનજાતિ માટે અનામત સીટો રાજ્યપાલની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે. ગુજરાતના મહામહિમ, રાજયપાલ આચાર્ય દેવવ્રત છે.મૂળભૂત અધિકારો અને નાગરિકોની ફરજો:-બંધારણમાં મૂળભૂત અધિકારો આર્ટીકલ 12 થી 35 સુધી આપવામાં આવેલ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આર્ટીકલ 36 થી 51 નાગરિકોની ફરજો: આર્ટીકલ ૫૧ – A માં આપવામાં આવેલ છે.મૂળભૂત અધિકારો:-૧. સમાનતાનો અધિકાર૨. સ્વતંત્રતાનો અધિકાર ૩. જીવન જીવવા અને વ્યક્તિ સ્વાતંત્રનો અધિકાર૪. શોષણ વિરુદ્ધના અધિકારો ૫. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો૬. બંધારણીય ઉપાયનો અધિકારઆર્ટીકલ ૧૪: સમાનતા: કાયદા સમક્ષ બધા સરખા કાયદાનું બધાને સરખું રક્ષણ,રાજ્ય કાયદાનું સરખું રક્ષણ આપવાની ના પાડી શકે નહિ.આર્ટીકલ ૧૫: ભેદભાવ સામે પ્રતિબંધ: જાતિ, જ્ઞાતિ, લિંગ ધર્મ કે જન્મ સ્થાનના આધાર પર રાજ્ય કોઈ વ્યક્તિ સામે ભેદભાવ રાખવા પર પ્રતિબંધઅપવાદ: અનુસુચિત જાતિ, જન જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે રાજ્ય કોઈ ખાસ કાયદો કે કલ્યાણકારી યોજના બનાવી શકે.આર્ટીકલ ૧૬: નોકરીઓમાં સરખી તક: તમામ નાગરિકોને નોકરી અને નિમણુકમાં જાતિ, જ્ઞાતિ, લિંગ, ધર્મ કે જન્મ સ્થાનના ભેદભાવ વગર સરખી તકઅપવાદ: અનુસુચિત જાતિ, જન જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે રાજ્યની સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં પુરતું પ્રતિનિધિત્વ ના હોય તો તેના માટે નોકરીઓમાં અનામતની જોગવાઈ કરે તો આ કલમનો ભંગ થતો નથી.આર્ટીકલ ૧૭: અસ્પૃશ્યતા નાબુદી; આજથી આશ્પૃશ્યતા નાબુદ કરવામાં આવે છે.કોઈ પણ વ્યક્તિ અસ્પૃશ્યતાનું આચરણ કરશે તો સજા પાત્ર ગુનો બનશે.આર્ટીકલ ૧૮: ખીતાબોની નાબુદી: રાજ્ય લશ્કરી કે શૈક્ષણિક સિવાયના ખિતાબો આપી શકશે નહિ. વિદેશના કોઈ ખિતાબો સરકારની પરવાનગી સિવાય કોઈ પણ વ્યક્તિ લઇ શકશે નહિ.આર્ટીકલ ૧૯: સ્વતંત્રતાના અધિકારો: ૧. વાણી અને અભિવ્યક્તિ ૨. હથિયાર વગર ભેગા થવાનો, સભા, સરઘસો કાઢવાનો અધિકાર ૩. સંગઠન કે સંઘો બનાવવાનો અધિકાર ૪. દેશમાં હરવા ફરવાનો અધિકાર ૫. રહેઠાણ કે વસવાટ કરવાનો અધિકાર ૬ ધંધા રોજગાર કરવાનો અધિકાર જેમાં રાજ્ય સરકાર લાયકાત નક્કી કરી શકે અમુક ધંધા ફક્ત રાજ્ય કરી શકે.આર્ટીકલ ૨૦: ગુના સામે રક્ષણનો અધિકાર: એકને એક ગુનામાં બે વાંર સજા ના થાય, પોતાની સામે સાક્ષી બનવાની ફરજ ના પાડી શકાય, જે સમયે ગુનો બન્યો હોય તે વખતે કાયદામાં જેટલી સજાની જોગવાઈ હોય તેટલીજ સજા થાય.આર્ટીકલ ૨૧: જીવન જીવવાનો અને વ્યક્તિ સ્વાતંત્રનો અધિકાર: કોઈ પણ વ્યક્તિનો કાયદા મનાય રસ્તા સિવાય જીવન જીવવાનો અધિકાર છીનવી ના શકાય, કાયદો યોગ્ય હોવો જોઈએ, કાયદાની યોગ્ય પ્રક્રિયા હોવી જોઈએ, બચાવની તક આપવી જોઈએ.કાગડા કુતરા જેવું જીવન નહિ પણ ગૌરવ પૂર્ણ જીવન હોવું જોઈએ. સુરક્ષાનો અધિકાર, આરોગ્યનો અધિકાર, ખોરાકનો અધિકાર, રહેઠાણનો અધિકાર, સ્વચ્છ પાણીનો અધિકાર, સ્વચ્છ હવા અને પર્યાવરણનો અધિકારઆર્ટીકલ ૨૧-A: ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ: મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૨૦૦૯ આર્ટીકલ ૨૨: ધરપક સામે રક્ષણ: ધરપકડના કારણો જાણવાનો અધિકાર, પસંગીના વકીલની સલાહનો અધિકાર, ધરપકડ વખતે સાક્ષીની સહી લેવી, કોની કસ્ટડીમાં અને ક્યાં રાકવામાં આવેલ છે ધરપકડ કાર્યની સગા, સબંધી, મિત્રને જાણ કરવી, ડોકટરી તપાસ, ૨૪ કલાકમાં નજીકના મેજીસ્ટ્રેટ પાસે રજુ કરવા, આર્ટીકલ ૨૩: માનવ વેપાર અને વેઠ કે બળજબરીથી મજુરી સામે પ્રતિબંધઆર્ટીકલ ૨૪: ૧૪ વર્ષથી નાના બાળકોને જોખમકારક કામ પર કારખાનામાં રાખવા સામે મનાઈઆર્ટીકલ ૨૫: ધર્મ સ્વાતંત્ર અંગેનો અધિકાર:પસંદગીનો ધર્મ પાળવાની છૂટપોતાના અંત: કરણ મુજબ ધર્મો પાળવાનો કે પ્રચાર કરવાનો અને અપનાવવાનો અધિકાર રહેશે. આર્ટીકલ ૨૬: ધાર્મિક બાબતોમાં વહીવટનું સ્વાતંત્રધાર્મિક તથા સાર્વજનિક હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવી તથા ચલાવવીધર્મની બાબતમાં જાતે સંચાલન કરવું.સ્થાયી અને અસ્થાયી મિલકતનો વહીવટ કરવો.આર્ટીકલ ૨૭: કોઇપણ ધાર્મિક સંપ્રદાયના ઉત્કર્ષ તથા દેખરેખ માટે ઉભા કરતા નાણામાંકોઈને દાન આપવાની ફરજ પાડી શકાય નહિ.આર્ટીકલ ૨૮: રાજ્યના ભંડોળમાંથી થોડા અથવા સંપૂર્ણ નાણા મેળવતી શૈક્ષણિક સંસ્થોમાં ધર્મનું શિક્ષણ આપી શકાશે નહી. પરંતુ કોઈ ટ્રસ્ટ હેઠળ સ્થપાયેલી સંસ્થા તેમાં ધાર્મિક જ્ઞાન જરૂરી હોય અને રાજ્યના વહીવટથી ચાલતી હોય તો ઉપરની જોગવાઈઓ લાગુ ન પડે.આર્ટીકલ ૨૯: સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો તથા લઘુમતીના અધિકારો:૧. દેશના કોઈ ભાગમાં નાગરિકોનું જૂથ રહેતુ હોય તેઓને તેમની પોતાની ભાષા, લીપી, અથવા સંસ્કૃતિ અલત હોય તો તેની જાળવણી કરવાનો અધિકાર રહેશે.૨. રાજ્યના ભંડોળમાંથી થોડા કે સંપૂર્ણ નાણા મેળવતી શૈક્ષણિક સંસ્થામાં કોઈપણ વ્યક્તિને માત્ર ધર્મ, વંશ, જ્ઞાતિ, ભાષાના આધારે પ્રવેશ આપવાની ના પાડી શકાશે નહિ.આર્ટીકલ ૩૦: બધીજ લઘુમતીઓને, પછી તે ધાર્મિક હોય કે ભાષાકીય, પસંદગીની સંસ્થાઓ સ્થાપવાનો તથા ચલાવવાનો અધિકાર રહેશે.જે તે કાયદા નીચે આવી સંસ્થાઓની મિલકતો સંપાદિત કરવી પડે તેમ હોય ત્યારે ઉપર જણાવ્યા મુજબનો અધિકાર છીનવાય ના જાય તેની દેખરેખ રાજ્યે રાખવી પડશે. રાજ્યના નાણા શૈક્ષણિક સંસ્થાઓને વહેચતી વખતે, સંસ્થાઓ માત્ર ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતીઓ છે, તેટલા જ કારણથી તેના પ્રત્યે ભેદભાવ રાખી શકશે નથી.આર્ટીકલ ૩૨: બંધારણીય ઇલાજનો અધિકાર, મૂળભૂત અધિકારોના ભંગ સામે સીધી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં ધા નાખી શકાય છે.સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટ બંધારણીય કોર્ટ છે. – દિલ્હી, સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયધીશ ડી.વાય ચંદ્રચુડ અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર છે.બંધારણની જોગવાઈઓની સુસંગત ન હોય કે ભંગ કરતો કોઈ કાયદો હોય તો તે કાયદો કે તેનો અમુક ભાગ રદ્દ થઇ શકે. કાયદાની સમીક્ષા કરવાની સતા સુપ્રીમકોર્ટને છે. સુપ્રીમકોર્ટ રદ કરી શકે.આર્ટીકલ ૩૭૦: જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા બાબતે છે જે હાલમાં માર્યાદિત કરવામાં આવેલ છે.આર્ટીકલ ૩૩૦: અનુસુચિત જાતિ અને જન જાતિના વર્ગો માટે સંસદમાં અનામતની જોગવાઈ આર્ટીકલ ૩૩૧: એન્ગલો ઇન્ડિયન માટે સંસદમાં અનામતની જોગવાઈ(02 બેઠક)આર્ટીકલ ૩૩૨: અનુસુચિત જાતિ અને જન જાતિના વર્ગો માટે વિધાનસભામાં અનામતની જોગવાઈઆર્ટીકલ ૩૩૩: એન્ગલો ઇન્ડિયન માટે વિધાનસભામાં અનામતની જોગવાઈ (01 બેઠક)આર્ટીકલ ૩૩૪: દર દસ વર્ષે સંસદ દ્વારા અનામત અંગે સમીક્ષા કરવાની જોગવાઈઆર્ટીકલ ૩૩૮: અનુસુચિત જાતિ આયોગ બનાવવા બાબતની જોગવાઈઆર્ટીકલ ૩૩૮-A: અનુસુચિત જન જાતિ આયોગ બનાવવાની જોગવાઈઆર્ટીકલ ૩૪૦: ઓ.બી.સી. તપાસ પંચ બનાવવાની જોગવાઈ (OBC કમીશન)આર્ટીકલ ૩૫૬: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગે તો કટોકટીની જોગવાઈઆર્ટીકલ ૩૬૮: બંધારણમાં ફેરફાર કરવા બાબતની જોગવાઈઅનુસુચિત જાતિ માટે રક્ષણના કાયદાઓ:અનુસુચિત જાતિની વ્યક્તિઓ સાથે અસ્પૃશ્યતા પાળવા સામે રક્ષણ માટેનો કાયદો‘’નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ ૧૯૫૫’’- અસ્પૃશ્યતા ધારોઅનુસુચિત જાતિ અને જન જાતિની સુરક્ષા માટે‘’અનુસુચિત જાતિ અને જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૮૮૯’’ અને તેના નિયમો ૧૯૯૫‘’અનુસુચિત જાતિ જન જાતિ (અત્યાચાર અટકાવ) સુધારા અધિનિયમ ૨૦૧૫’’ અને તેના નિયમો ૨૦૧૬*સી. આર. પી. સી.(Crpc)-ફોજદારી કાર્યરિતી અધિનિયમ-1973*ગુનો બન્યા પછી કરવામાં આવતી તબક્કાવાર પોલીસ કાર્યવાહીફરિયાદ; F. I. R. (First Information Report)એફ.આઈ.આર. એટલે શું ? – પ્રથમ બાતમી અહેવાલ એટલે એફ.આઈ.આર. કહેવાય છે. જેમાં,કોઈ ગુનો બન્યાની પોલીસને રૂબરૂમાં લેખિત કે મૌખિક અથવા ટેલીફોનથી જાણ કરવી તેને ફરિયાદ કે પ્રથમ બાતમી અહેવાલ (એફ.આઈ.આર.)કહેવાય છે.પ્રથમ: ફરિયાદ નોધાવવાગુનો બને એટલે તરતજ નજીકના પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવવી જોઈએ.જે વ્યક્તિ ઉપર ગુનો કરવામાં આવ્યો હોય તે ફરિયાદ નોંધાવે તો ફરિયાદ વહારે મજબુત બને.જો વ્યક્તિ સ્થળ ઉપર મૃત્યુ પામેલ હોય અથવા ગંભીર હાલતમાં હોયતો ગુના વખતે એની સાથે હાજર વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે.કોઈ પણ વ્યક્તિ ફરીયાદી ના હોય તો પોલીસે ખુદ ફરિયાદી બની શકે. દા.ત. અજાણી વ્યક્તિની લાશ સંદિગ્ધ હાલતમાં મળી હોય અને કોઈજ ફરીયાદી ન હોય ત્યારે.ફરિયાદ ત્રણ રીતે નોંધાવી શકાય .સીધા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને અથવાજો પોલીસ ફરિયાદ ન લે તો (ડી.એસ.પી.) એટલે કે જીલ્લાના પોલીસ વડાને રજીસ્ટર એ.ડી. થી અથવાસીધી કોર્ટમાં વકીલ મારફતે જેને ખાનગી ફરિયાદ કહેવાય.ફરિયાદમાં શું લખાવવું ?ગુનો કરનારનું નામ અને સરનામું જો ખબર ન હોયતો તેની ઓળખના નિશાન. ઓળખના નિશાન એટલે કે દેખાવ કેવો હતો, શરીરનો બાંધો, કપડા કેવા પહેર્યા હતાં વિગેરે.ગુનાનો ભોગ બનનારને થયેલી શારીરિક ઈજાઓ.મિલ્કત, ઘરવખરી, અન્ય વસ્તુના નુકશાનની માહિતી.ગુનામાં વાપરવામાં આવેલ હથિયારો, સક્ષીઓના નામ, સરનામાં.યાદ રાખવું :- ૦ (ઝીરો) નંબરથી ગમે દેશના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય છે.- તાલુકા મેજીસ્ટ્રેટ (મામલતદાર) ને લેખિત ફરિયાદ આપી શકાય છે, અને તાલુકા મેજીસ્ટ્રેટ આફરિયાદમાં “શેરા” સાથે સબંધિત પોલીસ સ્ટેશન અધિકારીને ગુનો દાખલ કરવા મોકલશે. (ગુજરાત સરકાર ગૃહ વિભાગ ઠરાવ ક્રમાંક-પસફ-૨૯૯૮-૨૫૧૧-ડ, સચિવાલય, ગાંધીનગર તા.૨૨.૪.૯૮ મુજબ)- એફ.આઈ.આર જાહેર દસ્તાવેજ છે જે કોઈ પણ ફી ભરી પોલીસ સ્ટેશન અથવા તો કોર્ટમાંથી તેની નકલ મેળવી શકે.- એકની એક ફરિયાદ બીજી વખત લખવાની પોલીસ ના પાડી શકે.- ફરિયાદ વાંચી કે સાંભળ્યા પછી તેમાં સહી કરવાની.- ફરિયાદની નકલ પૈસા આપ્યા વિના મેળવવાનો ફરિયાદીને અધિકાર છે.બીજું : ઈજા પામનારને સરકારી દવાખાને લઇ જવા માટેપોલીસ સ્ટેશન યાદી (લેખિત ચિઠ્ઠી) લઈને સરકારી દવાખાને ઈજા પામનારને લઇ જવો.સરકારી ડોક્ટર પાસેથી યોગ્ય ફોર્મ ઉપર સહી સાથે ઇજાનું સર્ટીફીકેટ લેવું.જો કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર થયેલ હોય તો બળાત્કાર સમયે પહેરેલા કપડા સાથે એને દવાખાને લઇ જવી.બળાત્કારનો ભોગ સ્ત્રીને, જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાયે અને એની તબીબી તપાસ ન થાયે, ત્યાં સુધી તેને સ્નાન કરવા દેવી નહી.સરકારી ડોક્ટર પાસે શરીરની તપાસ કરાવવી. યાદ રાખવું કે ડોક્ટર કોઈ સ્ત્રી હોય અથવા જો કોઈ પુરૂષ હોય તો જયારે તપાસ કરે ત્યારે સ્ત્રી નર્સને પણ હાજર રાખવી.યાદ રાખવું: અત્યાચારમાં ગંભીર ઈજા પામેલ વ્યક્તિને, તાત્કાલિક હોસ્પીટલે પહોચાડી ત્યાં સારવાર કરનાર ડોકટરને વાત કરતા તે મેડીકોલીગલ કેસ કાગળો બનવાશે અને નજીકના પોલીસ સ્ટેશનમાં બનાવની જાણ કરશે.ત્રીજું : બનાવના સ્થળ ઉપર પોલીસ દ્વારા તપાસપોલીસ તપાસ: ફરિયાદની ચકાસણી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને પોલીસ તપાસ કહે છે. કોગ્નિઝેબલ ગુનાની પ્રથમ માહિતી આપવામાં આવેલ ત્યાંથી પોલીસ તપાસનો આરંભ થાય છે. જેમાં સ્થળ પર જઈ તપાસ કરવી, નિવેદનો લેવા, ઘટના અને સંજોગોની ચકાસણી, આરોપીની ધરપકડ, ઈજાના સારવાર અગેના મેડીકલ સર્ટિફિકેટ લેવા, લાશને દવાખાને પી.એમ. માટે મોકલવી, કરેલ કાર્યવાહીનો રીપોર્ટ અદાલતને સોંપવોફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ બનાવના સ્થળે તપાસ કરવા આવે છે.યાદ રાખવું :બનવાની જગ્યા ઉપર કોઇપણ વસ્તુને અડવા દેવું નહી. ત્યાં કોને પણ હલનચલન કરવા દેવું નહી. જગ્યાની સાફ સફાઈ કરવી કી કરાવવી નહી.જો લાશ પડી હોય તો તેને પણ અડવું કે અડવા દેવું નહી. એ જે સ્થિતિમાં છે તેવીજ રીતે રહેવા દેવી.ચોથું : બનાવના સ્થળનું પંચનામુંપોલીસ અધિકારી જે ગામમાં ગુનો બન્યો હોય ત્યાનાં જ વ્યક્તિઓની પસંદગી કરીને તેમની હાજરીમાં બનાવનાં સ્થળનું પંચનામું કરે છે.પંચો બનવાના સ્થળે જે પરિસ્થિતિ હોય એટલે કે નુકશાની, તોડ-ફોડ વિગેરે જોઇને લેખિતમાં દસ્તાવેજ બનાવે છે.બનાવના સ્થળ પર લાશનું પંચનામુંલાશનું પંચનામું તાલુકાના મામલતદાર દ્વારા કરવામાં આવે છે. જો કોઈ કારણવશ તે ન આવી શકે તેમ હોય તો પોલીસ અધિકારી ઓછામાં ઓછા બે અથવા વધારે આબરૂદાર માણસોને એકઠા કરી લાશની રૂબરૂ તપાસ કરે છે.લાશના પંચનામામાં નીચે લખેલ વિગતો હોય.....પોલીસ સ્ટેશનનું સરનામુંપંચનામું ભર્યાનું સ્થળ, સમય, તારીખફરિયાદ-ખબર આપનારનું નામમરનારનું નામ, સરનામું, ઉમર, જાતિશબ મળ્યું હોય તે જગ્યાથી નજીકનું પોલીસ સ્ટેશન કેટલું દુર છે.મૃત્યુનું કારણ, તારીખ, સમયશબની સ્થિતિ અને તેનું વર્ણનશબ ઉપર દાગીના કે કોઈ ચિઠ્ઠી મળી હોય તો તે નોંધવામાં આવે છે.પાંચમું : આરોપી –ગુનેગારની ધરપકડફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ ગુનેગારની ધરપડક કરે છે.ધરપકડ બે રીતે થઇ શકે છે:વોરંટ: વોરંટ એટલે મેજીસ્ટ્રેટ દ્વારા, પોલીસને ધરપકડનો હુકમ હોયવોરંટ સાથે: જો ગંભીર ગુનો ન હોય ત્યારે પોલીસે, ન્યાયાધીશનો લેખિત હુકમ લઈને ધરપકડ કરવી પડે છે.વોરંટ વગર: ગંભીર ગુનામાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે.- સર્ચ વોરંટ(તાલાશીનું વોરંટ): ચોરીનો માલ, નકલી દસ્તાવેજો, અદાલતમાં ના લાવી શકાય તેવી વસ્તુઓ, ગેરકાયદેસરનું છાપકામ, અને ગેરકાયદેસર રીતે કબજામાં હોય તેવી વ્યક્તિને છોડાવવા માટે પોલીસ સર્ચ વોરંટ મેળવે છે જેમાં- ધરપકડ કરતી વખતે, પોલીસે પોતાની ઓળખ આપવી અને શા માટે આવ્યા છે તે જણાવવું. જો કોઈ, પોલીસને તલાશી કરતા અટકાવે, તો પોલીસ, તે વ્યક્તિ ઉપર બળ વાપરી શકે છેછઠ્ઠું : મૃત્યુ પહેલા નિવેદનગુનાનો ભોગ બનનારને જયારે ગંભીર ઈજા પહોંચી હોય અને તાલુકાના મામલતદારને લાગે કે તે વધારે જીવી નહી શકે ત્યારે મામલતદાર તે વ્યક્તિનું મૃત્યુ પહેલા નિવેદન લે છે. નિવેદન લીધા પછી તે વ્યક્તિની સહી અથવા અંગૂઠાનું નિશાન લેવામાં આવે છે. ખાસ સંજોગોમાં જો મામલતદાર ન હોય તો પોલીસ અધિકારી નિવેદન લઇ શકે છે.યાદ રાખવું: જો વ્યક્તિ બેભાન કે બોલી શકવાની હાલતમાં ન હોય તો નિવેદન અપાવવું નહી.સાતમું : સ્ટેટમેન્ટ એટલે નિવેદનફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ ફરિયાદી અને સક્ષીઓના જવાબો/નિવેદનો લે છે.નિવેદનોમાં તેઓએ બનાવ સમયે જે કંઈ પોતાની નજરે જોયું હોય તે લખવામાં આવે છે. કોર્ટમાં જયારે કેસ ચલાવવામાં આવે છે, ત્યારે આ નિવેદનના આધારે ન્યાયધીશની સમક્ષ ફરીયાદી અને સાક્ષીઓની જુબાની લેવામાં આવે છે.યાદ રાખવું : પોલીસને આપેલ નિવેદન પ્રમાણે જ કોર્ટમાં જુબાની અપાય તે ખુબજ જરૂરી છે.આઠમું : સમરી એટલે અભિપ્રાય: ગુનાની તપાસ દરમિયાન જો તપાસ કરનાર પોલીસ અધિકારીઓના મનમાં જો શંકા ઉભી થાય તો તે બનાવ વિષે પોતાનો અભિપ્રાય તે ત્રણ રીતે મૂકી શકે છે. જેને સમરી કહેવાય છે. સમરી ત્રણ રીતે અપાય૧. A – સમરી- બનાવ સાચો છે પણ આરોપી મળતા નથી.૨. B - સમરી - ગુનાની ફરિયાદ ખોટી છે.૩. C – સમરી - ફરિયાદ સાચી પણ નથી અને ખોટી પણ નથી (પુરાવા મળતા નથી)યાદ રાખવું: સમરી ભરવા માટે પોલીસે, ફરિયાદીની સમંતિ લવી જરૂરી છે અને આ સમરીને કોર્ટમાં પડકારી શકાય છે.છેલ્લું : ચાર્જશીટ ભરવાનીગુનાને લગતી બધી તપાસ કરીને પોલીસ ન્યાયધીશના સમક્ષ પોતાનો રીપોર્ટ રજુ કરે છે. જેને ચાર્જશીટ કહેવામાં આવે છે. ચાર્જશીટ એટલે તહોમતનામું ફરિયાદ નોંધાવ્યા પછી ૯૦ દિવસની અંદર પોલીસે ચાર્જશીટ ફરિયાદ કોર્ટમાં દાખલ થાય છે. કોર્ટમાં ફરિયાદ દાખલ થયા પછી ફરિયાદને કેસ કહેવાય છે અને તેને કેસ નંબર આપવામાં આવે છે.

No comments:

Post a Comment