બાળકો જેમને પ્રિય હતા એવા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની જયંતીને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે બાળ દિવસ પંડિત જવાહરલાલ નેહરૂ ને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની યાદમાં ઉજવવામાં આવે છે. જવાલાલ નેહરૂ ને બાળકો ચાચા નહેરુ કહીને બોલાવતા હતા. 14 નવેમ્બર 1889 એ પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મ થયો હતો .ચાચા નહેરો બાળકોને બહુ પ્રેમ કરતા હતા. તેમણે બાળકો માટે ખાસ સ્વદેશી સિનેમા બનાવવા માટે 1955માં ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઈન્ડિયા ની સ્થાપના કરી હતી.
નહેરુ જીયે ભારતીય બાળકો માટે શિક્ષણનો વારસો છોડ્યો હતો તેમણે એક વખત કહ્યું હતું કે "આજના બાળકો આવતીકાલનું ભારત બનાવશે જે રીતે આપણે તેમનો ઉછેર કરીશું એ દેશનું ભવિષ્ય નક્કી કરશે" આમ તો આપણે વર્ષોથી બાર દિવસની ઉજવણી કરતા આવ્યા છીએ પરંતુ તેની સાથે જોડાયેલી રોચક વાતો વિશે આજે આપણે જાણીશું.
ભારતમાં પહેલી વખત બાળ દિવસ 1956માં ઉજવવામાં આવ્યો હતો એ વખતે 14મી નવેમ્બરના દિવસે નહીં પરંતુ 20 મી નવેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવ્યો હતો આ ક્રમ 1956 થી લઈને 1964 સુધી જળવાઈ રહ્યો હતો આ દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે 1964માં પંડિત જવાલાલ નેહરુના મૃત્યુ બાદ એવું નક્કી કરવામાં આવી કે એમના જન્મદિવસની બાળ દિવસના રૂપમાં ઉજવવામાં આવશે. એ પછીથી 12 દિવસને 14 નવેમ્બરે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું. બાળ દિવસની ઉજવણી જ્યારથી શરૂ કરવામાં આવી હતી ત્યારે ભારતીય સંસદમાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો એ પછી તેની તારીખ બદલવામાં આવી હતી. દુનિયાના આશરે 50 દેશોમાં બાળ દિવસ પહેલી જૂને ઉજવવામાં આવે છે. બ્રિટન એક એવો દેશ છે જ્યાં બાળ દિવસ ઉજવવામાં આવતો નથી. જ્યારે અન્ય મોટાભાગના દેશોમાં 20 નવેમ્બરે બાળ દિવસ ઉજવાય છે. પંડિત જવાલાલ નેહરૂ ને ચાચા નેહરુ કોણે કહ્યું હતું એ એક સવાલ છે. જેનો જવાબ આજ સુધી કોઈને મળ્યો નથી. એવું કહેવાય છે કે બાળકો પ્રત્યેના પ્રેમને કારણે ચાચા ને એવું કહેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ અંગે એક વાત પ્રખ્યાત છે. વાત જાણે એમ છે કે નહેરુ મહાત્મા ગાંધીની બહુ નજીક હતા તેઓ ગાંધીજીને મોટાભાઈ માનતા હતા. ગાંધીને બાપુના નામે ઓળખવામાં આવતા હતા તેથી નહેરુ ચાચાના નામથી ઓળખાવા લાગ્યા. 14 નવેમ્બર સ્કૂલમાં બાળ દિનની ઉજવણી કરવામાં આવે છે એમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે જાપાનમાં બાળ દિનના દિવસે બાળકોને સ્કૂલમાં પ્રોત્સાહન મળે એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. બાળ દિનની શરૂઆત 1857માં અમેરિકાના ચેલ્સીમાં રેવરેન્ડ ડો ચાલર્સ લિયોનાર્ડે કરી હતી આમ જોવા જઈએ તો બાળ દિન બાળકોના અધિકારો જાગૃતિ વધારવા માટે ઉજવાય છે. જવાલાલ નેહરુએ ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન, ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થાન અને ભારતીય પ્રબંધન સંસ્થાન જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ની સ્થાપના કરી હતી.
No comments:
Post a Comment