હેલ્મેટ isi mark ધરાવતી અને બી આઈ એસ ના નિયમ અનુસાર હોવી જોઈએ.
હેલમેટના બોડી ની જાડાઈ ૨૨ થી ૨૫ મિલી મીટર વચ્ચે હોવી જોઈએ.
હેલ્મેટ નું વજન 1200ગ્રામ થી વધુ ન હોવું જોઈએ.
નેટનો આંખ નો ભાગ એટલે વાઈઝર પારદર્શક હોવો જોઈએ આંખની સામે અને આજુબાજુ સરળતાથી જોઈ શકાય એવું હોવું જોઈએ.
હેલ્મેટ ની ડિઝાઇન ખાંચાખૂંચીવાળી પસંદ ન કરો. તેનાથી વાહન ચાલતું હોય ત્યારે માથા પર હવાનું જોર લાગશે.
ચહેરાના આકાર મુજબ હેલ્મેટ લો.
તમારા ચહેરાના આકાર મુજબ હેલ્મેટ પસંદ કરો હેલ્મેટ પહેર્યા પછી ચહેરો દબાતો હોય તો માથું દુખવા લાગશે. હેલ્મેટ પહેર્યા પછી માથું ડાબે-જમણે ફેરવો એમ કરતાં હેલ્મેટ જરા એ સરકે નહીં એ હેલ્મેટ ખરીદો.
હેલ્મેટ ની અંદર નું કુશનીગ જાડુ, નરમ અને ચહેરા સાથે વળગી રહે એવું હોવું જોઈએ.
No comments:
Post a Comment