હિમાલયની અદભુત વનસ્પતિ બ્રહ્મકમળ
હિમાલયની ખીણમાં જાત જાતની વનસ્પતિ જોવા મળે આ બર્ફીલા પ્રદેશમાં કદી ન જોયા હોય તેવા અદભૂત છોડ વેલા અને ફૂલ છોડ જોવા મળે છે મોટાભાગની વનસ્પતિ ઔષધીય ગુણ ધરાવે છે તેમાં ઉત્તરાખંડમાં આવેલી ખીણ તો 'વેલી ઓફ ફ્લાવર્સ 'કહેવાય છે. ૩૦૦ સો ફૂટની ઊંચાઈએ ઠંડા પહાડોમાં જાતજાતના સુંદર ફૂલો વચ્ચે બ્રહ્મકમળ નામનું સફેદ ફૂલ અદભુત છે.
બ્રહ્મકમળ એક ફૂટ લાંબુ હોય છે અને તેજસ્વી સફેદ રંગના હોય છે એ છોડ ઉપર ૧૪ વર્ષે એક જ કમળ ખીલે છે તેમ કહેવાય છે આ ફૂલને ટપાલ ટિકિટ પર પણ સ્થાન મળ્યું છે તેમાંથી ઘણી દવાઓ બને છે સામાન્ય કમળના આકારમાં જ આ ફૂલ હિમાલયને ખીણનું સૌથી સુંદર ફૂલ ગણાય છે તેની પાંખડીઓ તારા આકારમાં ગોઠવાયેલી હોય છે રાત્રિના અંધકારમાં પણ ચમકે છે આ ફૂલ રાત્રે જ ખીલે છે અને સવારે બીડાઈ જાય છે ઉત્તરાખંડનું તે રાજ્ય ફૂલ છે કેદારનાથ અને બદ્રીનાથ ના મંદિરમાં અર્પણ કરાય છે નેપાળ અને ઇન્ડોનેશિયામાં પણ બ્રહ્મકમળ થાય છે.
No comments:
Post a Comment