Thursday, 2 June 2022

મધ્યપ્રદેશનું પ્રાચીન ચત્રભૂજ મંદિરમધ્યપ્રદેશનું ઓરછા પ્રાચીન નગર છે વિશ્વ વિખ્યાત ખજૂરાહોના મંદિર નજીક આવેલા ઓરછામાં તેનો કિલ્લો ઉપરાંત ઘણાં જોવાલાયક સ્થાપત્ય છે .તેમાં ચત્રભૂજ મંદિર વિશેષ છે.16 મી સદીમાં બુંદેલ રાજપૂત યુગમાં બંધાયેલું આ મંદિર નદીમાં આવેલ ટાપુ પર છે ચત્રભુજ મંદિર 15 ફૂટ ઊંચા કેટ ફોર્મ પર શંકુ આકારના ચાર શિખરો ધરાવે છે .વિશાળ પ્રવેશદ્વાર અને વચ્ચે નું સૌથી ઊંચુ શિખર ભવ્ય છે. પ્રથમ દ્રષ્ટિએ મંદિર બહુમાળી મહેલ જેવું લાગે મંદિરની દિવાલો પર ભૌમિતિક આકારની ડિઝાઇન ઉપરાંત રંગીન ભીંતચિત્રો છે. ઑરછામાં કિલ્લો ઉપરાંત ઝાંસી નો કિલ્લો અને વન્ય પ્રાણી અભયારણ્ય પણ જોવાલાયક છે .બેટવા નદીના કિનારે બાંધેલી છત્રીઓ ઓરછા ની વિશેષતા છે.

No comments:

Post a Comment