પરફેક્ટ હેલ્મેટ ફુલ ફેસ હેલમેટ
આ એડમાં આંખો માથું અને આંખો ચહેરો ઢંકાઈ જાય છે તેથી અકસ્માત વખતે માથું જડબાને દાઢીના હાડકાંને પણ રક્ષણ મળે છે અકસ્માત વખતે 50% ઘટનાઓમાં દાઢીના હાડકાને નુકસાન થાય છે ઉનાળામાં સૂર્યનાં કિરણોથી શિયાળામાં કાતિલ ઠંડા પવનોથી અને ચોમાસામાં વરસાદ અને પવનના સુસવાટાથી પણ બચાવે છે . સ્પોર્ટસ બાઈકિંગઅને હાઈવે પર મુસાફરી કરવા માટે આદર્શ છે.
Open face helmet
તેને પોણી હેલમેટ પણ કહે છે . તેમાં આંખો, માથું કપાળ અને લમણું હેલમેટના બોડીથી કવર થઇ જાય છે. બાકી નો ચહેરો વાઈઝરથી કવર થાય છે . વાયઝર નો ભાગ ખૂબ મોટો હોવાથી દરેક દિશામાં સરળતાથી જોઈ શકાય છે. અકસ્માત વખતે ચહેરા નો થોડો ઘણો બચાવ કરે છે શહેરમાં જ વાહન ચલાવવાનું હોય તો હેલ્મેટ યોગ્ય છે.
મોડ્યુલર હેલ્મેટ
મોડ્યુલર હેલ્મેટ ફુલ ફેસ અને ઓપન ફેસ નું મિશ્રણ બને છે તેને flip-up હેલમેટ પણ કહે છે તેમાં હેલ્મેટ નું બોડી ,માથું જડબાં અને દાઢી ના હાડકા ને બચાવે એવું આખું હોય છે. જડબાના અને દાઢીના ભાગે પટા જેવું હોય છે. તેથી સામે નો વાયઝર નો ભાગ વધારે માં વધારે ખુલ્લો રહે છે .શહેરમાં વાહન ચલાવતી વખતે સામે નો ભાગ પૂરેપૂરો ખુલ્લો રાખી શકાય છે .flip-up કરેલો ભાગ નીચે કરતાં સામેથી આંખ સિવાય નો ચહેરો ઢંકાઈ જાય છે હાઇવે પર લાંબી યાત્રા સ્પીડ બાઇકિંગ કે સાહસ યાત્રા કરવા માટે પરફેક્ટ છે.
હાફ સેલ હેલ્મેટ
તેને ખોપરી હેલ્મેટ પણ કહે છે. તે માત્ર માથાના હાડકા ને જ રક્ષણ આપે છે. તે ગળાનો ભાગ જડબું દાઢી કે ચહેરો બચાવી શકતી નથી .અકસ્માત ઉપરાંત સૂર્યના કિરણો, વરસાદ, ઠંડા પવનો, ધૂળ વગેરે ચહેરા પર થતા રહે છે. પવનનું જોર માથા પર દબાણ કરે છે પરંતુ તેમાં સામેનો view આખો જોવા મળે છે .માત્ર નાનાં અંતરે જવું હોય તો ચાલે.
ડ્યુઅલ સપોર્ટ હેલ્મેટ
ફુલ ફેસ અને offroad હેલ્મેટ નું મિશ્રણ છે તે આખા માથાનું રક્ષણ કરે છે સાથે જ વિશાળ હોય છે તેની ડિઝાઇન એરો ડાયનેમિક હોવાથી સ્પીડે રાઇડિંગમાં પવન અડચણ કરતો નથી દરેક જગ્યાએ કામ આવે છે.
Offroad હેલ્મેટ
ઉબડખાબડ ઢાળવાળા રસ્તાઓ પર સાહસ યાત્રા કરનાર માટે બેસ્ટ છે offroad હેલ્મેટ તેમાં દાઢીનો ભાગ બચાવવા ખાસ ડિઝાઇન હોય છે પવન નો માર લાગતો નથી સામેનું દૃશ્ય સૌથી વધુ દેખાય છે તાજી હવાનો શ્વાસ મળે એ માટે સગવડ હોય છે ન હોવાથી આંખ ના રક્ષણ માટે ગોગલ્સ પહેરવા જરૂરી છે વજનમાં ખૂબ હળવી છતાં સૌથી મજબૂત છે.
સરકારનો કાયદો સમજી લઈએ
દ્વિચક્રી વાહન ચલાવવા માટે ના કાયદા મોટર વ્હીકલ્સ અમેન્ડમેન્ટ એક્ટ 2019 માં 63 કલમો ઉમેરવામાં આવી તેમાં હેલમેટ ન પહેરવાની દંડની રકમ 1000 રૂપિયા કરી દેવામાં આવી છે.
કલમ 129 મુજબ ચાર વર્ષથી મોટી જે વ્યક્તિઓ ટુ વ્હીલર પર બેસે તે બધાએ નિયમો મુજબ હેલ્મેટ પહેરવી ફરજીયાત છે નહીંતર કલમ 129 ડી મુજબ દંડ થશે.
કલમ 129 એ મુજબ હેલ્મેટ નું મટીરીયલ અને તેનો આકાર સંપૂર્ણ માથાને વધુમાં વધુ રક્ષણ આપનાર હોવા જોઈએ.
કલમ 129 બી મુજબ હેલ્મેટ પહેરીને તેની પટ્ટી બક્કલ કે સ્ટેપ થી ફીટ કરેલી હોવી અનિવાર્ય છે .જેથી અકસ્માત વખતે હેલ્મેટ માથા પરથી નીકળી ન જાય.
હેલ્મેટ કેવી ખરીદવી તેનું ધ્યાન રાખો.
હેલ્મેટ isi mark ધરાવતી અને બી આઈ એસ ના નિયમ અનુસાર હોવી જોઈએ.
હેલમેટના બોડી ની જાડાઈ ૨૨ થી ૨૫ મિલી મીટર વચ્ચે હોવી જોઈએ.
હેલ્મેટ નું વજન 1200ગ્રામ થી વધુ ન હોવું જોઈએ.
નેટનો આંખ નો ભાગ એટલે વાઈઝર પારદર્શક હોવો જોઈએ આંખની સામે અને આજુબાજુ સરળતાથી જોઈ શકાય એવું હોવું જોઈએ.
હેલ્મેટ ની ડિઝાઇન ખાંચાખૂંચીવાળી પસંદ ન કરો. તેનાથી વાહન ચાલતું હોય ત્યારે માથા પર હવાનું જોર લાગશે.
ચહેરાના આકાર મુજબ હેલ્મેટ લો.
તમારા ચહેરાના આકાર મુજબ હેલ્મેટ પસંદ કરો હેલ્મેટ પહેર્યા પછી ચહેરો દબાતો હોય તો માથું દુખવા લાગશે. હેલ્મેટ પહેર્યા પછી માથું ડાબે-જમણે ફેરવો એમ કરતાં હેલ્મેટ જરા એ સરકે નહીં એ હેલ્મેટ ખરીદો.
હેલ્મેટ ની અંદર નું કુશનીગ જાડુ, નરમ અને ચહેરા સાથે વળગી રહે એવું હોવું જોઈએ.
હેલ્મેટપંદર મિનિટ પહેરી રાખો એ પછી અગવડ ન થાય તો હેલ્મેટ ખરીદો .પસંદગી માટે જરૂર મુજબ છ ઓપ્શન છે.
No comments:
Post a Comment