ડીયર
ક્રોધથી લાલચોળ આઈન્સ્ટાઈ નનો ચહેરો નિહાળી ભોંઠો પડેલો વૈજ્ઞાનિક રવાના થઈ ગયો. સમય વીતતો ગયો. આઇન્સ્ટાઇનના થિયરી ઑફરિલેટિવિટીના સિદ્ધાંતની શોધ બદલ ઇ.સ. ૧૯૨૧માં તેમને નોબલ પ્રાઇઝ એનાયત થયું. સાથે મોટી રકમ પણ આપવામાં આવી.
આટલી મોટી રકમ ઉપહાર તરીકે આવતા આઇન્સ્ટાઇનને પોતાની જૂની પત્ની મિલેવા યાદ આવી ગઈ. તેનાથી જ થયેલાં પોતાના બે સંતાનો પૂર્વ પત્ની મિલેવાની જ વત્સલ છાયામાં ઉછરી રહ્યા હતા. આઇન્સ્ટાઇનને સંવેદના પ્રગટ થઈ.
પોતાની હાલની પત્ની એલ્સાને બોલાવીને આઇન્સ્ટાઇને પૂછ્યું : ડિયર એલ્સા, મારે એક વાતમાં તારી સંમતિ જોઈએ છે. એલ્સા બોલી ઊઠીઃ “પ્રિય આલ્બર્ટ તમારી ખુશીમાં જ મારી ખુશી છે. મેં તો મારું અસ્તિત્વ
તમારામાં જ ઓગળી નાખ્યું છે.
તમારે મારી સંમતિ લેવાની હોય જ
નહીં. શું વાત છે કહો. તમારી મનમાં
જે વાત હોય તેનો તાત્કાલિક અમલ
કરો.’
ચહેરા પર મધુર સ્મિત આણતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન બોલ્યાઃ જો એલ્સા નોબેલ પ્રાઇઝની જે માતબર રકમ આપણને મળી છે તેમાંથી અડધો ભાગ મિલેવાને આપીએ તો કેમ? એ બિચારી રાજી થશે. એને થશે કે આપણને તેની તથા બન્ને બાળકોની કેટલી બધી ચિંતા છે ! મને પણ મારા મનમાં જે રંજ છે કે મેં અજાણતા તેને કોઈ અન્યાય તો નથી કર્યોને ! એ રંજ પણ ! મારા મનમાંથી દૂર થઈ જશે.’
એલ્સાને પતિ આલ્બર્ટ આઇન્સ્ટાઇ નની વાત સ્પર્શી ગઈ. તે ખૂબ પ્રસન્નતાથી બોલીઃ “ઘણી ખુશીથી તમને નોબેલ “ પ્રાઇઝ સાથે મળેલી મોટી રકમમાંથી અડધી રકમ મિલેવાને મોકલી આપો. આપણી પર ભગવાનના
ખૂબ આશીર્વાદ વરસી રહેશે.' આલ્બર્ટ આઇન્સ્ટાઇન ખુશ થઈ ગયા અને નોબેલ પ્રાઇઝમાં તેમને “મળેલી માતબર રકમમાંથી અડધી – રકમ પૂર્વ પત્ની મિલેવાને મોકલી આપી.
(માહિતી સૌજન્યઃ સંત ‘પુનિત’ પુસ્તક: મહામાનવોનો મેળો) (ક્રમશઃ) દેવેન્દ્ર પટેલ
No comments:
Post a Comment