આઠમી અજાયબી
દિલ્હીમાં ભારત મંડપમાં યોજાયેલી G-20 સમિટની સફળતામાં કેટલીક બાબતો તરફ વિશ્વ આખાનું ધ્યાન ખેંચાયું. તેમાં ઓડિશાના સૂર્યમંદિરના કોણાર્ક ચક્રની વાહવાહી સૌનાં મોઢે સાંભળવા મળી. કારણ કે દેશના વડાપ્રધાને તમામ વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું ત્યારે આ અદ્ભુત ક્ષણનું સાક્ષી બન્યું કોણાર્ક ચક. શા માટે કોણાર્ક ચક્રની આખી દુનિયામાં ચર્ચા થઈ.....
એવું તે શું રહસ્ય છે આ ચક્રનું...
તો સૌપ્રથમ એ જાણી લઈએ કે કોણાર્કના આ ચક્રમાં ફક્ત સંસ્કૃતિ જ નહીં, સાયન્સ પણ સમાયેલું છે. તેનું અનોખું સાયન્સ સૂરજ ક્યારે ઊગે છે, ક્યારે આથમે છે અને ક્યારે કર્યો સમય ચાલી રહ્યો છે તે પણ જણાવે છે. કોણાર્ક ચક્ર ભારતની પ્રાચીન સભ્યતા અને સ્થાપત્યનું સમયની ગતિ, પ્રગતિ અને નિરંતર પરિવર્તનનું શ્રેષ્ઠ પ્રતીક છે,
વૈજ્ઞાનિક મહત્ત્વ
કોણાર્ક એ સંસ્કૃત શબ્દ છે. ‘કોણ' એટલે 'ખૂણો અને ‘અરક’ એટલે સૂર્ય. આ બે શબ્દોના સંગમથી કોણાર્ક નામ રાખવામાં આવ્યું. દરરોજ સવારે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. મધ્યયુગના સ્થાપત્યનું આ સૂર્ય મંદિર મૂળ તો વિશાળ રથ રૂપે બનાવાયું છે, જેને સાત ઘોડા ખેંચી રહ્યા છે. આ રથમાં 12 જોડી પૈડાં છે. એટલે કે કુલ મળીને 24 પૈડાં અને દરેક પૈડાં ઉપર શાનદાર કોતરણી કરવામાં આવી છે. આ પડાં જીવનચર્યા સાથે જોડાયેલી ઘણી બધી વૈજ્ઞાનિક બાબતો ઉર્જાગર કરે છે. જેમકે, ચક્રનાં પૈડાં દર્શાવે છે કે આખી દુનિયા કેવી રીતે સૂર્યની ઊર્જાથી ચાલે છે. સાત ઘોડા એટલે અઠવાડિયાના સાત દિવસ. 12 પૈડાં એટલે વર્ષના બાર મહિના. 24 પૈડાં એટલે દિવસના ચોવીસ કલાક. દરેક પૈડાનો વ્યાસ એટલે કે ડાયામીટર 9.9 ફીટ છે અને આ ચક્રમાં 8 પહોળા અને 8 નાના કાંટા છે.
સમયચકનાં દરેક પૈડાંની જુદી જ ગાથા
આ ચક્રની ડિઝાઈન એ રીતે બનાવાઈ છે કે સૂર્યનો પ્રકાશ તેમાંથી પસાર થઈ શકે અને તેનો પડછાયો પડે
ગોળાકારમાં જે કોતરણીકામ થયું છે. તેમાં ફૂલ-પાંદડાંની ડિઝાઈન તેમજ પ્રાણીઓ અને પક્ષીઓને કોતરવામાં આવ્યાં છે
મોટા કાંટા વચ્ચેનો પાતળો કાંટો દોઢ કલાકનો સમય બતાવે છે. એટલે કે 90 મિનિટ
એટલે ચોક્કસ સમય જાણી શકાય. 24 પૈડાંમાંથી બે પૈડાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો આખા દિવસનો સમય દર્શાવે છે. એ સમજવા માટે જો આંગળીને પૈડાંની ધરી વચ્ચે રાખીને જોશો તો આંગળીઓનો પડછાયો તમને સાચો સમય બતાવશે. વચ્ચે સૌથી ટોચ ઉપરનો જાડો મોટો કાંટો રાતનો 12 વાગ્યાનો સમય દર્શાવે છે. ચકનાં 12 પૈડાં 12 મહિના ઉપરાંત 12 રાશિ પણ જણાવે છે. ચક્રનાં દરેક પૈડાંમાં હિંદુ પૌરાણિક કથાઓનાં દશ્યો, દેવી-દેવતાઓનાં, પ્રાણીઓ તેમજ માણસોનાં ચિત્રો અંકિત કરાયાં છે. આ ચક્રને જીવન, મૃત્યુ અને પુનર્જન્મના ચક્રનું પ્રતીક પણ કહેવાય છે.
સૂર્ય ચક્રનો ઉપયોગ કરન્સીમાં ઓડિશાની ઉચ્ચ સાંસ્કૃતિક પરંપરાઓને ધ્યાનમાં
ત્રિમૂર્તિમાં સૂર્ય અહીં મંદિરમાં સૂર્ય
ભગવાનની બાળપણની, તરુણાવસ્થાની તેમજ વૃદ્ધાવસ્થાની એમ ત્રણ અલગ અલગ મૂર્તિઓ પણ છે. તેને ઉદિત, મધ્યમ અને અસ્થ્ય સૂર્ય પણ કહેવાય છે.
ચક્રમાં 8 મોટા અને 8 નાના કાંટા છે. મોટા કાંટા વચ્ચે બનેલા ગોળાકારમાં સીઓની અલગ અલગ મુદ્રાઓ અંકિત કરવામાં આવી છે.
30 મોતી જેવાં સર્કલ જે ત્રણ કલાકનો સમય બતાવે છે. એટલે કે 180 મિનિટ
રાખીને એક સમયે ભારત સરકારે કોણાર્કના ચક્રની કલાકૃતિ 10ની જૂની અને 20ની નોટો પર છાપી હતી. 5 જાન્યુઆરી, 2018ના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 10 રૂપિયાની નોટની સામેની તરફ મહાત્મા ગાંધી અને પાછળની તરફ કોણાર્ક ચક્રનું ચિત્ર દર્શાવવાની ઘોષણા કરી હતી. ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ આ ચક્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એક નજર ઈતિહાસ પર....
ઇતિહાસકારોના કહેવા મુજબ, તેરમી સદીમાં અડધાન શાસક મોહમ્મદ ગૌરીના શાસન વખતે મુસ્લિમ શાસકોએ ભારતનાં ઘણાં રાજ્યો જીતી લીધાં હતાં. હિંદુ સામ્રાજ્યનો અંત નજીક આવવા લાગ્યો ત્યારે ઓડિશા પણ એમાંથી બાકાત નહોતું રહ્યું. એ સમયે ગંગા રાજવંશના રાજા નરસિંહદેવ પ્રથમે મુસ્લિમ શાસકો સામે લડવાની હિંમત બતાવી. તેમણે કૂટનીતિથી મુસ્લિમ શાસકો પર હુમલો કર્યો અને તેમની જીત થઈ. નરસિંહદેવ સૂર્ય ભગવાનના મહાન ઉપાસક હતા. વિજયપતાકા લહેરાવ્યા બાદ તેમણે સૂર્ય ભગવાનને સમર્પિત કોણાર્ક સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું.
વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ
સૂર્ય મંદિરને તેનાં સુંદર આર્ટવર્ક અને અજોડ આર્કિટેક્ચર માટે 1984માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવામાં આવ્યું. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં સિંહો દ્વારા હાર્થીઓના વિનાશનું દશ્ય દર્શાવાયું છે, જેમાં સિંહને પમંડ અને હાથીને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. *
No comments:
Post a Comment