Friday, 9 December 2022

ચુંટણી દરમિયાન તમે સાંભળ્યું જ હશે કે આ ઉમેદવારની ડીપોઝીટ જપ્ત થઈ જવી જોઈએ અથવા તો આ ઉમેદવારને તો એટલા પણ મત નથી મળ્યા કે કે તેને ડીપોઝીટ પરત મળે. પરંતુ શું તમે જાણો છો ક્યાં ઉમેદવારને ડીપોઝીટ પાછી મળે છે અને કોની ડીપોઝીટ જપ્ત થઈ જાય છે. ચાલો જાણીએ વિગતવાર.ગઈ કાલે ગુજરાત અને હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.ગુજરાતમાં ભાજપ તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે જીત મેળવી છે. ત્યારે હવે એવા ઉમેદવારો હશે જેઓ જંગી લીડથી જીત્યા હશે , ત્યાં એવા સ્પર્ધકો પણ હશે કે જેઓ તેમની ડિપોઝિટ પણ ગુમાવશે. ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ અમુક રકમ જમા કરાવવાની હોય છે. લોકસભાની ચૂંટણી માટે 25 હજાર અને વિધાનસભાની ચૂંટણી માટે 10 હજારની રકમ જમા કરાવવાની હોય છે. ચૂંટણી પંચમાં જમા કરવામાં આવેલી આ રકમને જમાનત કહેવામાં આવે છે.SC-ST વર્ગના ઉમેદવારને અડધી રકમ એટલે વિધાનસભા માટે 5 હજાર અને લોકસભાની ચૂંટણી માટે સાડા 12 હજાર રૂપિયા ડિપોઝિટ ભરવી પડે છે.ક્યારે જપ્ત થાય છે ડીપોઝીટકોઈપણ ઉમેદવારની ડિપોઝીટ ત્યારે જપ્ત થઈ જાય છે જ્યારે તેને તેના મત વિસ્તારમાં 1/6માં ઓછા મત મળે, એટલે કે ધારો કે કોઈ વિસ્તારમાં 1 લાખ લોકોએ મતદાન કર્યું હોય, તો ઉમેદવારને ઓછામાં ઓછા 16, 666 થી વધુ મત મળવા જોઈએ નહીં તો તેમની ડિપોઝીટ જપ્ત કરવામાં આવશે.અન્ય કઈ પરીસ્થિતમાં મળી શકે છે પરત ડીપોઝીટ ???૧) ચૂંટણી જીત્યા પછી પણ પૈસા પાછા મળે છે.૨) જો ઉમેદવાર ચૂંટણી લડતા પહેલા મૃત્યુ પામે છે.૩) જો ઉમેદવારનું નામાંકન નકારવામાં આવે અથવા તો નામાંકન પાછું ખેંચવામાં આવે.૪) જો ઉમેદવાર ચૂંટણી હારી જાય, તો પણ તેને સમગ્ર મતવિસ્તારમાં મળેલા મતોના 1/6મા ભાગથી વધુ મત મળે છે.વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોગ્રેસનો સફાયો થયો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લા કોગ્રેસ મુક્ત થયા હતા. બીજી તરફ કૉંગ્રેસના 44 અને આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જશે.

 ચુંટણી દરમિયાન તમે સાંભળ્યું જ હશે કે આ ઉમેદવારની ડીપોઝીટ જપ્ત થઈ જવી જોઈએ અથવા તો આ ઉમેદવારને તો એટલા પણ મત નથી મળ્યા કે કે તેને ડીપોઝીટ પરત મળે. પરંતુ શું તમે જાણો છો ક્યાં ઉમેદવારને ડીપોઝીટ પાછી મળે છે અને કોની ડીપોઝીટ જપ્ત થઈ જાય છે. ચાલો જાણીએ વિગતવાર.
ગઈ કાલે ગુજરાત અને હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.
ગુજરાતમાં ભાજપ તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે જીત મેળવી છે. ત્યારે હવે એવા ઉમેદવારો હશે જેઓ જંગી લીડથી જીત્યા હશે , ત્યાં એવા સ્પર્ધકો પણ હશે કે જેઓ તેમની ડિપોઝિટ પણ ગુમાવશે. ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ અમુક રકમ જમા કરાવવાની હોય છે. લોકસભાની ચૂંટણી માટે 25 હજાર અને વિધાનસભાની ચૂંટણી માટે 10 હજારની રકમ જમા કરાવવાની હોય છે. ચૂંટણી પંચમાં જમા કરવામાં આવેલી આ રકમને જમાનત કહેવામાં આવે છે.

SC-ST વર્ગના ઉમેદવારને અડધી રકમ એટલે વિધાનસભા માટે 5 હજાર અને લોકસભાની ચૂંટણી માટે સાડા 12 હજાર રૂપિયા ડિપોઝિટ ભરવી પડે છે.

ક્યારે જપ્ત થાય છે ડીપોઝીટ

કોઈપણ ઉમેદવારની ડિપોઝીટ ત્યારે જપ્ત થઈ જાય છે જ્યારે તેને તેના મત વિસ્તારમાં 1/6માં ઓછા મત મળે, એટલે કે ધારો કે કોઈ વિસ્તારમાં 1 લાખ લોકોએ મતદાન કર્યું હોય, તો ઉમેદવારને ઓછામાં ઓછા 16, 666 થી વધુ મત મળવા જોઈએ નહીં તો તેમની ડિપોઝીટ જપ્ત કરવામાં આવશે.

અન્ય કઈ પરીસ્થિતમાં મળી શકે છે પરત ડીપોઝીટ ???

૧) ચૂંટણી જીત્યા પછી પણ પૈસા પાછા મળે છે.
૨) જો ઉમેદવાર ચૂંટણી લડતા પહેલા મૃત્યુ પામે છે.
૩) જો ઉમેદવારનું નામાંકન નકારવામાં આવે અથવા તો નામાંકન પાછું ખેંચવામાં આવે.
૪) જો ઉમેદવાર ચૂંટણી હારી જાય, તો પણ તેને સમગ્ર મતવિસ્તારમાં મળેલા મતોના 1/6મા ભાગથી વધુ મત મળે છે.

વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોગ્રેસનો સફાયો થયો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લા કોગ્રેસ મુક્ત થયા હતા. બીજી તરફ કૉંગ્રેસના 44 અને આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જશે.

No comments:

Post a Comment