Friday, 30 November 2018

આજ નો ઇતિહાસ (1/12/1851)

આજ થી એડવેન્ટ કેલેંડર ખુલવા ના દિવસો 

Thursday, 29 November 2018

Wednesday, 28 November 2018

આજ નો ઇતિહાસ (29/11/1947)

ઇન્ટરનેશનલ ડે ઑફ઼ સોલિડેરિટી

ગુરુનાનક વિશે જાણવા જેવું

ભારત ના શ્રધાળુઓ દૂરબીન થી કરે છે પાકિસ્તાન માં આવેલા કરતારપુર ના દર્શન

શું આપે સોના ચાંદી થી મઢેલા દસ્તાવેજ વિશે સાંભળ્યું ?

જાણો પ્રથમ દસ્તાવેજ જે સોના ચાંદી અને હીરા જડિત છે

ગિરનાર ની પરિક્રમા માં ઉમટ્યો માનવ મહેરામણ

12 લાખ લોકો આવ્યા

સોના અને ચાંદી થી મઢેલો જગત નો પહેલો દસ્તાવેજ

જાણો સુરત નો પ્રથમ સોના ચાંદી અને હીરા થી મઢેલા દસ્તાવેજ વિશે

આજ નો ઇતિહાસ (3/12/1928)વોલ્ટ ડીજની ડે

https://drive.google.com/file/d/12wWkZuZ-gu1BOk3E8xaDcBUoDj2X74m1/view?usp=drivesdk

આજ નો ઇતિહાસ (29/11/1869)

ઠક્કર બાપા વિશે ભાવનગર માં જન્મેલા 

Tuesday, 27 November 2018

બોર્ડ ની પરીક્ષા માં

      ધોરણ 10 અને 12 નું  30% થી ઓછું પરિણામ ઘરાવતી સ્કૂલો પાસે થી રિપોર્ટ માંગ્યો 

શિક્ષણ વિભાગ નો હવાઈ કિલ્લો

બાળક ના વજન ના 10 % જેટલી બેગ રાખો 

ભાર વિનાના ભણતર ના બદલે 

આજ નો ઇતિહાસ (28/11/1990)

આજ ના દિવસે  બ્રિટન ના વડાપ્રધાન  માર્ગારેટ થેચરે રાજીનામું આપી દીધું હતું

સુરેન્દ્રનગર વિશે

https://drive.google.com/file/d/1WXwOLdzWbpVi2SILXGIQ9t4PmVWiPV0p/view?usp=drivesdk

સુરેન્દ્રનગર વિશે

https://drive.google.com/file/d/1WfugF4EB2mqcqYY-fAURpRL2ysUXs7OL/view?usp=drivesdk

સુરેન્દ્રનગર જિલ્લા વિશે

https://drive.google.com/file/d/1NrH3ZTfv3Orq3UN_36wRt_tw44qnwKlu/view?usp=drivesdk

સુરેન્દ્રનગર જિલ્લા ની માહિતી

https://drive.google.com/file/d/1Tbj1Houtchoo2-zZsk9ZOKTyWkotm1W0/view?usp=drivesdk

સુરેન્દ્રનગર ની માહિતી

https://drive.google.com/file/d/1gyuJm1HiIA-48dT52xSk0A5E7dued6uS/view?usp=drivesdk

ઉત્કર્ષ મંડળ મીટિંગ નો વિડિઓ

https://drive.google.com/file/d/1dMGe98hVV07j84Xtg3Rm-cP1Kb3J3zUa/view?usp=drivesdk

વિજય

https://drive.google.com/file/d/1PRx3q38byoWoO5r82CHAm7EtrA6U4MnRAHEVKHXEhKtV-GEALFVW1qADGK0TXprotf-6zO2P5FxRoHR1/view?usp=drivesdk

રવિ પૂર્તિ

https://drive.google.com/file/d/1tfHQ2pWDblJhM82jnZfCRaPSI0ypibDS/view?usp=drivesdk

વિજય એક્સપ્રેસ માં પુસ્તક પરબ ના સમાચાર અને બાલ સંપાદન કાર્યક્રમ

https://drive.google.com/file/d/1PRx3q38byoWoO5r82CHAm7EtrA6U4MnRAHEVKHXEhKtV-GEALFVW1qADGK0TXprotf-6zO2P5FxRoHR1/view?usp=drivesdk

ધોરણ 10 ખંડ નિરીક્ષક તરીકે

https://drive.google.com/file/d/10xw_c_pO6Ayftc1LnPcd5YcaAXuOGQVc/view?usp=drivesdk

સાર્થ પ્રમાણપત્ર આઈ આઈ એમ .

https://drive.google.com/file/d/0B54YOmbrdaBkY0lVaVRlbm93dUhRQ3FuZlM4aGFMYkstYS1r/view?usp=drivesdk

Monday, 26 November 2018

1952 માં જવાહર નેહરુ ને મળવા સરઘસ કાઢયું

મેમોરેન્ડમ નહિ લે ત્યાં સુધી 

આજ નો ઇતિહાસ (27/11/1975)

આજ ના દિવસે ગીનીસ બૂક ના સહ સંસ્થાપક       રોસ મેક્વિટર ની હત્યા થઈ હતી      

જાણો ભારતીય જિમનાસ્ટિક વિશે

દીપા કરમાકર

પ્રાણી ઓ

છેતરપીંડી કરવામાં પ્રાણીઓ વધું ચતુર હોંય છે 

મુંબઇ હૂમલા ની વરસી

રંગીન સચિત્ર માહિતી

આજ નો ઇતિહાસ (26/11/2008)

મુંબઇ હૂમલા ની વરસી વિશે ગુજરાત સમાચાર નું વિશેષ વાંચન

Sunday, 25 November 2018

રેડિયો ની દુનિયા જ્યારે દેશ ના કરોડો લોકો ની ધડકન હતો

ગાંધીજી એ 12 નવેમ્બર 1947 ના રોજ રેડિયો સ્ટેશન છેલ્લી વાર ગયા 

આજ નો ઇતિહાસ (26/11/2008)

આજ ના દિવસે મુંબઇ પર હુમલો થયો હતો 

તમારા બાળક ના દફ્તર નું વજન કેટલું હોવું જોઈએ ?

M H R D દ્વારા પરિપત્ર જાહેર કરાયો
જાણો ક્યા ધોરણ ના બાળક નું દફ્તર માં

નાવ માં કાણું (શેઠ અને કારીગર )

નાવમાં કાણું

ઘણા સમય પહેલા સાંભળેલી એક વાત... અમારા વર્ગશિક્ષકે કહી હતી.

વાત કંઈક આમ છે.

દરિયા કિનારે આવેલા એક નગરમાં એક વેપારી વસતો હતો. પોતાની આવડત અને સાહસના બળે એણે ખાસ્સી સફળતા મેળવી હતી. એની પાસે વહાણોનો એક મોટો કાફલો હતો જે સાત સમુદ્ર પાર માલ વેચવા માટે હંકારી જતો અને દરિયા પારના દેશોમાંથી નવી નવી ચીજવસ્તુઓ ભરીને પાછો ફરતો.

ઘણું મોટું કામકાજ હતું આ વેપારીને.

પણ આ બધા કાફલામાં એને સૌથી વહાલી હતી એક નાનકડી નાવ.

એ હજુ જ્યારે ઉગીને ઊભો થતો હતો ત્યારે શરૂઆતના દિવસોમાં આ નાવ લઈને દરિયામાં જતો.

નાના પાયે માછીમારી કરતો અને થોડું ઘણું કમાઈ લેતો.

આજે આ દિવસો ઘણા પાછળ રહી ગયા હતા.

હવે તો એ મોટો સોદાગર બની ગયો હતો.

પણ પેલી નાવ સાથેનો એનો નાતો એવો જ રહ્યો હતો.

ક્યારેક ક્યારેક મોજમાં આવે ત્યારે એ આ નાવ લઈને ખુલ્લા આકાશ નીચે ઘૂઘવતા સમુદ્રના મોજા ઉપર નીકળી પડતો.

આ નાવમાં હવે તો એણે થોડાઘણા સુધારા પણ કરાવ્યા હતા.

હવે હલેસા મારવાની જરૂર નહોતી, મોટરથી આ નાવ ચાલતી. બેસવા માટે પણ સારી વ્યવસ્થા અને છએક માણસ સુધી આરામથી નૌકાવિહાર કરી શકાય એવી સવલત હતી.

ક્યારેક ક્યારેક એની સાથે પત્ની અને બાળકો પણ જોડાતા.

ધીરે ધીરે બાળકો મોટા થતા ગયા અને એમનો પણ આ નાવ માટે એટલો જ લગાવ ઊભો થયો. આ બંને ભાઈઓ હવે ક્યારેક ક્યારેક એકલા જ નૌકાવિહાર માટે નીકળી પડતા.

ચોમાસુ પૂરું થવા આવ્યું હતું અને દરિયો શાંત થવા માંડ્યો હતો.

વેપારીએ આ નાવના મેઇન્ટેનન્સ અને રંગ કરવા માટે એક સારા કારીગરને બોલાવીને કામ સોંપ્યું.

પેલા કારીગરે પણ સરસ મજાનું રંગરોગાન કરી નાવને સજાવી દીધી.

જે મહેનતાણું નક્કી થયું હતું તે ચૂકવાઈ ગયું. વાત પૂરી થઈ.

થોડા દિવસ વિત્યા હશે. પેલો વેપારી પેલા કારીગરની દુકાને પહોંચ્યો.

શેઠને પોતાના ત્યાં આવેલા જોઈ પેલો કારીગર સહેજ નવાઈ પામ્યો.

શેઠને બેસવા માટે અપાય એવી એક સારી ખુરશી પણ એને ત્યાં નહોતી. એ મૂંઝાતો હતો.

પણ પેલા શેઠે તો બાજુમાં પડેલી પાટલી પર જ જમાવી દીધું. અને બેગ ખોલી.

ચકિત થવાનો વારો હવે પેલા કારીગરનો હતો.

બેગ મોટા ચલણની નોટોથી ઠસોઠસ ભરેલી હતી.

કારીગરે પ્રશ્નાર્થ નજરે પેલા શેઠ સામે જોયું.

મજૂરીના પૈસા તો એ જ દિવસે ચૂકવાઇ ગયા હતા તો પછી આટલી મોટી રકમ શેને માટે ?

શેઠે કહ્યું, ભાઈ આ રકમ મારા તરફથી તને ભેટ આપવા આવ્યો છું.

મેં તને નાવ રંગરોગાન કરવા માટે કહ્યું હતું પણ ત્યારે હું એ કહેવાનું ભૂલી ગયો હતો કે આ નાવના તળિયે એક નાનું કાણું હતું. આ કાણું રીપેર કરવાનું કહેવાનું હું ચૂકી ગયો.

બેત્રણ દિવસ બાદ બપોરે હું ઘરે જમવા ગયો ત્યારે પત્નીએ કહ્યું કે મારા બંને દીકરાઓ નૌકાવિહાર માટે નીકળી ગયા હતા.

આ વાત સાંભળીને મને પેલું કાણું રીપેર કરવાનું તને કહેવાનું રહી ગયું હતું તે યાદ આવ્યું. મેં ક્ષણનોય વિલંબ કર્યા વગર દરિયા તરફ દોટ મૂકી.

અમંગળની કલ્પનાઓ મને ઘેરી વળી.

હું હાંફળોફાંફળો દરિયાકિનારે પહોંચ્યો ત્યારે જોયું કે મારી નૌકા સલામત રીતે કિનારા તરફ આવી રહી હતી.

મારી ખુશીનો કોઈ પાર ના રહ્યો. નાવ હંકારીને બંને દીકરા કિનારે આવ્યા. બંનેને એક સાથે ભેટી પડ્યો.

નાવને કિનારે મંગાવી તપાસ કરી. પેલું કાણું ગાયબ હતું.

એ કાણું મારા વગર કહ્યે તેં રીપેર કરી દીધું હતું.

મારા વગર કહ્યે તે જે ચીવટથી આ કામ કર્યું એ ન કર્યું હોત તો ?

તારા આ આભારનો બદલો આપવા માટે ગમે તેટલી રકમ ઓછી પડે પણ હું આ એક નાનકડી ભેટ તરીકે રકમ લઈ આવ્યો છું તે તું સ્વીકાર કર.

પેલા કારીગરે કહ્યું, શેઠ મેં તો મારું કામ કર્યું અને એમાં આ કાણું મારી નજરે ચઢ્યું એટલે વ્યવસ્થિત રીતે પૂરી દીધું. એનો કોઈ બદલો ન હોય.

આમ છતાંય લગભગ બળજબરી કરીને પેલા વેપારીએ આ નાણાંથી ભરેલી બેગ એના હાથમાં પકડાવી દીધી અને આભાર વ્યક્ત કરીને ત્યાંથી ચાલવા લાગ્યો.

વાત પૂરી કરતાં એનો સાર અમારા સાહેબે કહેલો તે હજુ પણ યાદ છે.

એમણે કહ્યું હતું કે આપણા ખયાલ બહાર ઘણી વખત આપણા જીવનની નૌકામાં પણ કોઈને કોઈ કાણાં પૂરીને આપણને ઉગારી લેતું હોય છે. મોટા ભાગનો સમય તો આ કાણાં પૂરવાવાળાને આપણે જાણતા પણ નથી હોતા.

પણ જાણ થાય ત્યારે પણ આપણે કોઈ દિવસ કોઈનો આભાર માનવાનું વિચારીએ છીએ ખરા?

જાણ્યા અજાણ્યા આવા અનેકના ઉપકાર આપણી ઉપર છે.

ક્યારેક શાંતિથી વિચારી જોજોને.

આમાંનાં ઘણાં બધાનો બદલો ગમે તેટલા પૈસા ચૂકવશો તો પણ નહીં વાળી શકો.

આજ નો ઇતિહાસ (25/11/1960)

આજ ના દિવસ ને U N દ્વારા મહિલાઓ વિરુધ્ધ હિંસા ખતમ કરવા નો દિવસ 

આપ નોકરી કરો છો ?

તો અબ્દુલ કલામ સર ની  આ સોનેરી સલાહ અવશ્ય વાંચો .

Saturday, 24 November 2018

આજ ના વૈજ્ઞાનિક

MRi ના શોધક રેમન્ડ ડેમેડિયન 

આજ ના વ્યક્તિ વિશેષ

સમર્થ સાહિત્યકાર શરદબાબુ 

સર્વર ના ધાંધિયા વચે ઓનલાઈન હાજરી

ગુરૂવારે પણ 18697 સ્કૂલો અને 15227 શિક્ષકૉ ની હાજરી ન પુરાઈ 

જાણો નવા સત્ર થી વિધાર્થીઓ ને ભણવા મળશે

કોમર્સમાં 11અને 12 માં G S T ભણાવાશે 

આજ નો ઇતિહાસ (24/11/1950)

આજ ના દિવસે us માં ભયાનક તોફાને તબાહી મચાવી હતી 

વાર્તા નદી અને સમુદ્ર

#अभिमान_और_विनम्रता
➖➖➖➖➖➖➖➖
एक बार नदी को अपने पानी के प्रचण्ड प्रवाह पर घमण्ड हो गया ।🍃❗️ नदी को लगा कि मुझमें इतनी ताकत है कि मैं पहाड़, मकान, पेड़, पशु, मानव आदि सभी को बहाकर ले जा सकती हूँ । 🍃❗️

एक दिन नदी ने बड़े गर्वीले अन्दाज में समुद्र से कहा - "बताओ ! मैं आपके लिए क्या लेकर आऊँ ? मकान, पशु, मानव, वृक्ष जो तुम चाहो, उसे मैं जड़ से उखाड़कर ला सकती हूँ ।"🍃❗️

  समुद्र समझ गया कि नदी को अहंकार हो गया है । इसलिए उन्होंने नदी से कहा -
"यदि तुम मेरे लिए कुछ लाना ही चाहती हो तो थोड़ी सी घास उखाड़कर ले आओ ।"🍃❗️

नदी ने कहा - "बस, इतनी सी बात ! अभी लेकर आती हूँ ।" नदी ने अपने जल से पूरा जोर लगाया, पर घास नहीं उखड़ी । नदी ने बहुत बार प्रयास किया, लेकिन असफलता ही हाथ लगी ।🍃❗️

आखिरकार नदी हारकर समुद्र के पास पहुँची और बोली - "मैं वृक्ष, मकान, पहाड़ आदि तो उखाड़कर ला सकती हूँ, मगर जब भी घास को उखाड़ने के लिए जोर लगाती हूँ तो घास नीचे की ओर झुक जाती है और मैं खाली हाथ ऊपर से गुजर जाती हूँ ।"🍃❗️

समुद्र ने नदी की पूरी बात ध्यान से सुनी और फिर मुस्कुराते हुए कहा - "पगली ! जो पहाड़ और वृक्ष जैसे कठोर होते हैं, वे आसानी से उखड़ जाते हैं । किन्तु घास जैसी विनम्रता जिसने सीख ली हो, उसे प्रचण्ड आँधी-तूफान या प्रचण्ड वेग भी नहीं उखाड़ सकता ।"🍃❗️

जीवन में खुशी का अर्थ लड़ाईयाँ लड़ना नहीं, बल्कि उन से बचना है । कुशलता पूर्वक पीछे हटना भी अपने आप में एक जीत है । क्योंकि अभिमान फरिश्तों को भी शैतान बना देता है और विनम्रता - साधारण व्यक्ति को भी फरिश्ता बना देती है ।🍃❗️

☘🌾☘🌾☘🌾☘🌾

Thursday, 22 November 2018

મોરવાહડફ માં પાનમ નદીમાં થી SBi ના ATM મળ્યા

બાળકો રમતા હતા (બાય સંદેશ ન્યૂસપેપર )રિપોર્ટ 382 બિનવારસી ATM કાર્ડ મળ્યા 

ધોરણ 9અને 11માટે

ધોરણ 9અને 11ની એનરોલમેન્ટ ફી ભરવા સ્કૂલો ને શિક્ષણ બોર્ડ ની સૂચના 

રાજ્ય ની માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક

600 જેટલી શાળા ઓ બંધ થશે વાંચો આજ ના સંદેશ ન્યૂસપેપર માં અનેક શાળા ઓ માં ઓછી  સંખ્યા અને સંસાધનો નૉ અભાવ .બોર્ડ ની બેઠક માં ડી .ઈ .ઓ .ના રિપોર્ટ રજૂ થશે 

આજ નો ઇતિહાસ (22/11/1963)

આજ ના દિવસે જોન એફ .કેનેડી ની હત્યા થઈ હતી (અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ )

Wednesday, 21 November 2018

નેશનલ પાર્ક અનેં અભ્યારણ

*🍄 રાષ્ટ્રીય ઉદ્યાન🍄*
*(નેશનલ પાર્ક)*

*🛡કાઝીરંગા નેશનલ પાર્ક :અસમ*
*🛡નંદનકાનન નેશનલ પાર્ક : ભુવનેશ્વર, ઓડિશા*
*🛡જિ aમ કોર્બેટ નેશનલ પાર્ક :રામનગર, ઉત્તરાખંડ*
*🛡દુધવા નેશનલ પાર્ક : ઉત્તર પ્રદેશ*
*🛡હઝારીબાગ નેશનલ પાર્ક: ઝારખંડ*
*🛡શિવપુરી નેશનલ પાર્ક :મધ્ય પ્રદેશ*
*🛡 કાન્હા નેશનલ પાર્ક:મંડલા,મધ્ય પ્રદેશ*
*🛡 બાંધવગઢ નેશનલ પાર્ક:મધ્ય પ્રદેશ*
*🛡 બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન: ઝારખંડ*
*🛡ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન: રાજસ્થાન*
*🛡રોહલા નેશનલ પાર્ક: કુલ્લું, હિમાચલ પ્રદેશ*
*🛡તાડોબા નેશનલ પાર્ક:ચંદ્રપુર, મહારાષ્ટ્ર*
*🛡 પેચ નેશનલ પાર્ક: નાગપુર, મહારાષ્ટ્ર*
*🛡સંજયગાધી નેશનલ પાર્ક: બોરીવલી, મહારાષ્ટ્ર*
*🛡નવેગાવ નેશનલ પાર્ક:ભંડારા, મહારાષ્ટ્ર*
*🛡બંડીપુર નેશનલ પાર્ક: મૈસૂર, કણાટર્ક*
*🛡નગરહોલ નેશનલ પાર્ક:કુગૅ, કણાટર્ક*
*🛡બન્નીરઘાટા નેશનલ પાર્ક: બેંગલુરુ, કણાટર્ક*
*🛡ગિડી નેશનલ પાર્ક: ચેન્નાઇ, તમિલનાડુ*
*🛡કાગેર રાષ્ટ્રીય ઉદ્યાન: છત્તીસગઢ*
*🛡 ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક: કુલ્લુ, હિમાચલ પ્રદેશ*

*🍄અભયારણ્ય🍄*

*🥇ઈટન્ગકી અભયારણ્ય:કોહિમા, નાગાલેન્ડ*
*🥇કનાળા પક્ષી અભયારણ્ય: પનવેલ, મહારાષ્ટ્ર*
*🥇કોલ્લેરુ પક્ષી અભયારણ્ય:એલુરૂ, આંધ્ર પ્રદેશ*
*🥇કોયલાદેવ ધાના પક્ષી અભયારણ્ય: ભરતપુર, રાજસ્થાન*
*🥇તાનસા અભયારણ્ય:ઠાણે, મહારાષ્ટ્ર*
*🥇ડાચીગામ અભયારણ્ય: જમ્મુ કાશ્મીર*
*🥇પંચમઢી અભયારણ્ય: હોશંગાબાદ,મધ્ય પ્રદેશ*
*🥇પેરિયાર અભયારણ્ય:કેરલ*
*🥇પલામૂ વાઘ અભયારણ્ય:ડાલ્ટનગંજ, ઝારખંડ*
*🥇મેળઘાટ અભયારણ્ય: મહારાષ્ટ્ર*
*🥇મુડુમલાઈ અભયારણ્ય: નીલગીરી, તમિલનાડુ*
*🥇રાધાનગરી અભયારણ્ય: કોલ્હાપુર, મહારાષ્ટ્ર*
*🥇રણથંભોર વાઘ અભયારણ્ય: રાજસ્થાન*
*🥇વાયનાડ અભયારણ્ય:કેરલ*
*🥇શરાવતી અભયારણ્ય:, કણાટર્ક*
*🥇શિકારીદેવી અભયારણ્ય:મંડી, હિમાચલ પ્રદેશ*
*🥇શિવપુરી અભયારણ્ય:મધ્ય પ્રદેશ*
https://telegram.me/ojasjobs
*🥇 સુંદરવન વાઘ અભયારણ્ય: પશ્ર્ચિમ બંગાળ*
*🥇સારિસ્કા અભયારણ્ય: રાજસ્થાન*
*🥇સોનાઈરૂપા અભયારણ્ય:તેઝપુર,અસમ*
*🥇વેડનતાગલ  પક્ષી અભયારણ્ય: તમિલનાડુ*
*🥇 ચંદ્રપૃભા અભ્યારણ્ય: વારાણસી, ઉત્તર પ્રદેશ*
*🥇ધટપૃભા પક્ષી અભયારણ્ય: કણાટર્ક*
*🥇જલદાપાડા અભયારણ્ય: પશ્ર્ચિમ બંગાળ*
*🥇મનાસ વાઘ અભયારણ્ય:બારપેટા,અસમ*
*🥇મેલાપટુ પક્ષી અભયારણ્ય: આંધ્ર પ્રદેશ*
*🥇સિમ્લીપાલ વાઘ અભયારણ્ય:મયૂરભંજ, ઓડિશા*
*🥇 સુલતાનપુર લેક પક્ષી અભયારણ્ય: ગુડગાંવ, હરિયાણા*
*🥇પુલિકટ પક્ષી અભયારણ્ય: આંધ્ર પ્રદેશ*
*🥇 ભગવાન મહાવીર અભયારણ્ય:મોલેમ, ગોવા*
*🥇 નાગાર્જુન શ્રીશૈલમ વાઘ અભયારણ્ય: આંધ્ર પ્રદેશ

પ્રમાણપત્ર સેન્ટર વિજ્ઞાન ફેર

https://drive.google.com/file/d/1DAUmYHC3cYG0JXcevC9tRqOZZM-I8f9y/view?usp=drivesdk

હનુમાન ચાલીસા

https://drive.google.com/file/d/0B54YOmbrdaBkMjFjY0lHYmtuWVk/view?usp=drivesdk

Tuesday, 20 November 2018

આજ નો ઇતિહાસ (21/11/1996)ના વર્ષ થી

21 નવેમ્બર ને વર્લ્ડ ટેલિવિઝન ડે તરીકે ઉજવાય છે .

આજ નો ઇતિહાસ (21/11/1877)આજ

આજ ના દિવસે અવાજને રેકોર્ડ કરી ફરી શાંભળવો શક્ય બન્યું .એડીસને દુનિયા સામે પ્રથમ ફોનોગ્રાફ રજૂ કર્યો .

સરકારી પ્રાથમિક શાળા ઓ માં ઓનલાઈન હાજરી નો ફિયાસ્કો

શાળા ખૂલ્યા પછીના સમય માં 30 મિનિટ માં હાજરી અપલોડ કરવાની હતી .

લ્યો બોલો ! બી .એડ .ના વિધાર્થીઓ કૉલેજ માં

કૉલેજ માં કરે છે અધ્યાપક ની નોકરી
આર .ટી .આઈ .ના અંતર્ગત માહિતી માંગતા ખબર પડી

કોપરેલ તેલ ખરેખર વિષ સમાન છે ?

ભારત ના ક્યા રાજ્ય ના લોકો સ્વાસ્થ્ય બાબત માં તંદુરસ્ત છે ? વાંચો આજ ની પૂર્તિ માં

ફેસબૂક વિશે આ જાણો છો ?

ફેસ બૂક ના યૂજર્સ આ માહિતી અવશ્ય જાણે .ફેસબૂક વિશે જાણવા જેવું

સ્પેશ સ્ટેશન એટલે શું ?

શું આપ જાણો છો ? દુનિયા માં કેટલા સ્પેશ સ્ટેશન છે ?

Monday, 19 November 2018

પ્રથમ વાર સરકાર દ્વારા કડક આદેશ

શિક્ષણ વિભાગ માં સરકારી ટેક્નિકલ કૉલેજ ના પ્રોફેસર અનેં કર્મચારીઓ ને મંજૂરી વગર શિક્ષણ વિભાગ માં ના આવવા કડક આદેશ _ _ બાય ગુજરાત સમાચાર

આજ નો ઇતિહાસ (20/11/1985)આજ

આજ ના દિવસે બિલ ગેટ્સે વિન્ડોઝ_ વન  સિસ્ટમ બજારમાં ઉતારી હતી

કવિ અનેં તેનું હુલામણું નામ

*કવિ અને તેમનું  હુલામણું નામ (ઉપનામ)*

કાન્ત - મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ - દત્તાત્રેય  કાલેલકર
ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ચકોર - બંસીલાલ વર્મા
ચંદામામા - ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
જિપ્સી -કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
દર્શક - મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ - મગનલાલ પટેલ
પારાર્શય - મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી - મધુસૂદન પારેખ
પુનર્વસુ - લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ

ફિલસુફ - ચીનુભાઈ પટવા
બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર - ઈબ્રાહીમ પટેલ
બેફામ - બરકતઅલી વિરાણી
મકરંદ - રમણભાઈ નીલકંઠ
પ્રેમસખી - પ્રેમાનંદ સ્વામી
અઝીઝ - ધનશંકર ત્રિપાઠી
અદલ - અરદેશર ખબરદાર
અનામી - રણજિતભાઈ પટેલ
અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી - ભોગીલાલ ગાંધી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી ગોહિલ
મસ્ત, બાલ, કલાન્ત - બાલાશંકર કંથારિયા
મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર - રસિકલાલ પરીખ
લલિત - જમનાશંકર બૂચ
વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
વાસુકિ - ઉમાશંકર જોષી
વૈશંપાયન - કરસનદાસ માણેક
શયદા - હરજી દામાણી
શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
શૂન્ય - અલીખાન બલોચ
શૌનિક - અનંતરાય રાવળ
સત્યમ્ - શાંતિલાલ શાહ
સરોદ - મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી - ધીરુભાઈ ઠાકર
સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
સેહની - બળવંતરાય ઠાકોર
સુધાંશુ - દામોદર ભટ્ટ
સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
સોપાન - મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
સહજ - વિવેક કાણ

➲    તખલ્લુસ

1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર –  ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા  – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી  – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ  –  ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી  –  ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ  –”કાન્ત’
17. બાલારામ દેસાઈ  –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ  –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની  –’અખો’
20. લાલજીભાઈ સુથાર  –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ  – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા  – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ  –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી  –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા  –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન  –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર  –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા  – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર  –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા  – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ  –‘ લલિત’
33. હરાજી લવજી દામજી  –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા  –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી  –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી  – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક  – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી  – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ  –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ  – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ  –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ  – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર  –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી  –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર  –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર  –’મધુર

કાચ ની બરણી ને બે કપ ચા

*"કાચની બરણી ને બે કપ ચા"*

*એક બોધ કથા :*

જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય.... બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના ૨૪ કલાક પણ ઓછા લાગવા લાગે.....
ત્યારે આ બોધકથા *"કાચની બરણી ને બે કપ ચા"* ચોક્કસ યાદ આવવી જોઈએ....!!!

દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે એ આજે જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ ભણાવવાના છે....!!!

એમણે પોતાની સાથે લાવેલી એક મોટી કાચની બરણી (જાર) ટેબલ પર રાખી એમાં ટેબલ ટેનીસના દડા ભરવા લાગ્યા અને જ્યાં સુધી એમાં એકપણ દડો સમાવાની જગ્યા ન રહી ત્યાં સુધી ભરતા રહ્યા....!!!

પછી એમણે વિદ્યાર્થીઓને પૂછ્યું, "શું આ બરણી ભરાઈ ગઈ છે..?!?"

"હા" નો  અવાજ આવ્યો....

પછી સાહેબે નાના-નાના કાંકરા એમાં ભરવા માંડ્યા, ધીરે-ધીરે બરણી હલાવી તો ઘણાખરા કાંકરા એમાં જ્યાં-જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં-ત્યાં સમાઈ ગયા.

ફરી એક વાર સાહેબે પૂછ્યું, "શું હવે આ બરણી ભરાઈ ગઈ છે....?!?"

વિદ્યાર્થીઓએ એકવાર ફરીથી "હા" કહ્યું....

હવે સાહેબે રેતીની થેલીમાંથી ધીરે-ધીરે તે બરણીમાં રેતી ભરવાનું શરૂ કર્યુ, રેતી પણ બરણીમાં જ્યાં સમાઈ શકતી હતી ત્યાં સમાઈ ગઈ... એ જોઈ વિદ્યાર્થીઓ પોતાના બંને જવાબ પર હસવા માંડ્યા....

ફરી સાહેબે પૂછ્યું, "કેમ.. ? હવે તો આ બરણી પૂરી ભરાઈ ગઈ છે ને..?!?"

"હા... હવે તો પૂરી ભરાઈ ગઈ..!!!" બધા વિદ્યાર્થીઓએ એક સ્વરમાં કહ્યું.....

હવે સાહેબે ટેબલ નીચેથી ચાના ભરેલા બે કપ બરણીમાં ઠાલવ્યા, ને ચા પણ બરણીમાં રહેલી રેતીમાં શોષાઈ ગઈ... એ જોઈ વિદ્યાર્થીઓ તો સ્તબ્ધ થઈ ગયા....!!!

હવે સાહેબે ગંભીર અવાજમાં સમજાવાનું શરુ કર્યું....

"આ કાચની બરણીને તમે તમારું જીવન સમજો....

ટેબલ ટેનીસના દડા સૌથી મહત્વપૂર્ણ ભાગ એટલે કે ભગવાન, પરિવાર, માતા-પિતા, દીકરા-દીકરી, મિત્રો, અને સ્વાસ્થ્ય...!!!

નાના-નાના કાંકરા  એટલે કે તમારી નોકરી-વ્યવસાય, ગાડી, મોટું ઘર, શોખ વગેરે....

અને રેતી એટલે કે નાની નાની બેકારની વાતો, મતભેદો, ને  ઝગડા...!!!

જો તમે તમારી જીવનરૂપી બરણીમાં સર્વપ્રથમ રેતી ભરી હોત તો તેમાં ટેબલ ટેનીસના દડા ને નાના-નાના કાંકરા ભરવાની જગ્યા જ ન રહેત... ને જો નાના-નાના કાંકરા ભર્યા હોત તો દડા ન ભરી શક્યા હોત, રેતી તો જરૂર ભરી શકતા....!!!

બસ, આજ વાત આપણા જીવન પર લાગુ પડે છે....
જો તમે નાની-નાની વાતોને વ્યર્થના મતભેદ કે ઝગડામાં પડ્યા રહો ને તમારી શક્તિ એમાં નષ્ટ કરશો તો તમારી પાસે મોટી-મોટી અને જીવન જરૂરીયાત અથવા તમારી ઇચ્છિત વસ્તુ કે વાતો માટે સમય ફાળવી જ ન શકો....

તમારા મનના સુખ માટે શું જરૂરી છે તે તમારે નક્કી કરવાનું છે.... ટેબલ ટેનીસના દડાની ફિકર કરો, એ જ મહત્વપૂર્ણ છે....
પહેલા નક્કી કરી લો કે શું જરૂરી છે... ? બાકી બધી તો રેતી જ છે....!!!

વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા ને અચાનક એકે પૂછ્યું, "પણ સાહેબ.... તમે એક વાત તો કહી જ નહિ કે " ચાના ભરેલા બે કપ" શું છે ?"

સાહેબ હસ્યા અને કહ્યું, "હું એ જ વિચારું છું કે હજી સુધી કોઈએ આ વાત કેમ ના પછી...?!?"

"એનો જવાબ એ છે કે,
*જીવન આપણને કેટલું પણ પરિપૂર્ણ અને સંતુષ્ટ લાગે, પણ આપણા ખાસ મિત્ર સાથે "બે કપ ચા" પીવાની જગ્યા હંમેશા હોવી જોઈએ."*

(પોતાના ખાસ મિત્રો અને નજીકના વ્યક્તિઓને આ મેસેજ તરત મોકલો....)

☕ ☕