Wednesday, 5 March 2025

શૈક્ષિણક સમાચાર

વાંચતાં-લખતાં આવડે તો જ ધો.2માં પાસઃ રાજ્યભરમાં મૂલ્યાંકનનો પ્રારંભગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ

રાજ્યની તમામ શાળાઓમાં બાલવાટિકાથી લઈને ધોરણ-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સોમવારથી મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરાશે. નિપુણ ભારત અંતર્ગત GCERT દ્વારા હાથ ધરવામાં આવનારા વાર્ષિક સર્વેક્ષણમાં બાળકોના વાંચન, લેખન અને ગણનનું મૂલ્યાંકન કરવામાં આવશે.સોમવારથી શરૂ થનારી આ કાર્યવાહી 21 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
શિક્ષકો દ્વારા વ્યક્તિગત અને સામુહિત પ્રવૃત્તિ. દ્વારા બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય હાથ ધરાશે. નવા શૈક્ષણિક વર્ષથી બાળક ધોરણ-3માં જાય ત્યારે તે ધોરણ અનુરૂપ વાંચન, લેખન અને ગણન કરી શકે તે માટે આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા નિપુણ ભારત મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા રાજ્ય વ્યાપી સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. NEP-2020ની અપેક્ષા મુજબ દરેક બાળક પોતાના ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરે તે જરૂરી છે. દરેક બાળક પોતાના ધોરણ મુજબનાં વાંચન, લેખન, ગણન કૌશલ્યોમાં નિપુણતા પ્રાપ્ત કરે એ માટે રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ સતત પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યની તમામ શાળાઓમાં બાલવાટિકા,ધોરણ-1 અને ધોરણ-2માં અભ્યાસ કરતાં તમામ બાળકોને વાર્ષિક સર્વેક્ષણ હેઠળ આવરી લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
રાજ્યમાં આગામી જૂનથી શરૂ થનારા શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ-3માં પ્રવેશતા તમામ બાળકો પોતાના ધોરણને અનુરૂપ વાંચન, લેખન અને ગણન કરી શકે તેવું રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરવા માંગતું હોવાના લીધે આ સર્વેક્ષણ કરવાનું આયોજન કરાયું છે. આ સર્વેક્ષલ સોમવારથી રાજ્યની સ્કૂલોમાં શરૂ કરવામાં આવશે. સોમવારથી શરૂ થનારું સર્વેક્ષણ 21 માર્ચ સુધી ચાલશે. આ સર્વેક્ષણ દરમિયાન જે તે શિક્ષક દ્વારા વિવિધ વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ધોરણનાં તમામ બાળકોનું વાંચન, લેખન અને ગણન અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવશે. આ મૂલ્યાંકન બાદ સંબંધિત શિક્ષક દ્વારા બાળકોની જરૂરિયાત મુજબ વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય હાથ ધરવામાં આવશે.

No comments:

Post a Comment