Friday, 7 March 2025

વોકેશનલ પ્રોગ્રામ અંતર્ગત પોટર દ્વારા સમજ

આજરોજ વોકેશનલ  પ્રોગ્રામ અંતર્ગત બાળકોને માટીમાંથી બનતા વિવિધ વાસણોની માહિતી આપવામાં આવી. ધોરણ એક થી આઠ ના બાળકોએ આ કાર્યક્ર્મ નિહાળ્યો. બાળકોએ પણ પોતાના હાથ વડે પોતાની સ્કીલ અજમાવી. શાળાના આચાર્ય શ્રી પલ્લવકુમર રાઠોડ તથા, જીજ્ઞેશ ભાઈ મોદી, મુસ્તાકભાઇ, ઝહીરભાઈ, કોકીલાબેન મકવાણા ચંદ્રિકાબેન મેવાડા, અરવિંદભાઈ ચાવડા તેમજ રામજીભાઈ રોટાતર, સ્પે. એજ્યુકટર દામીની બેન અને બાળકો હાજર રહ્યા હતા. લિંબોઈ ના શ્રી રમેશભાઈ પ્રજાપતિ પોતાનો ચાકડો લઈને આવ્યા હતા. બાળકોને માટીમાંથી જૂદી જૂદી વસ્તુ બનાવતાં શીખવ્યું. આપનો ખૂબ ખૂબ આભાર.