પેંગ્વિન્સ માત્ર બરફમાં જ નહીં, રણ અને જંગલોમાં પણ જોવા મળે છે
મોટા ભાગના લોકો પેંગ્વિન્સને બરફની દુનિયામાં જીવતાં જુએ છે.પરંતુ આ પ્રતીકાત્મક પક્ષીઓ વિશે તેથી પણ ઘણું બધું વિશેષ છે . પેંગ્વિન્સ રણ, જંગલો અને ધમધમતાં શહેરોમાં પણ જોવા મળે છે. નાની પરી જેવાં ફક્ત ૩૦ સેમી ઊંચાં પેંગ્વિન્સથી લઈને વિરાટ કાયા ધરાવતાં પેંગ્વિન્સ પણ છે. પેંગ્વિન્સનો પરિવાર આશ્ચર્યોથી ભરેલો છે. અસાધારણ અનુકૂળતા અને નવી ક્ષમતાઓનો ઉપયોગ કરતાં પેંગ્વિન્સ પૃથ્વી પર અમુક તીવ્ર સ્થળોને માત આપે છે. તો ચાલો, પેંગ્વિન્સના પરિવારના અમુક સભ્યોને મળીએ.
સ્નેર્સ પેંગ્વિન્સ
આ પક્ષીઓને શોધવાનું સ્થળ ન્યૂઝીલેન્ડનું જંગલ છે, જે ૬૦,૦૦૦થી વધુ સ્નર્સ પૅગ્વિન્સનું ઘર છે. મૂળ જમીનના શિકારી વિનાનું ન્યૂઝીલેન્ડ હંમેશાં આ પાંખ વિનાનાં સમુદ્રી પક્ષીઓ માટે સંગ્રહાલય અને તેમનાં બચ્ચાં માટે સુરક્ષિત સ્વર્ગ રહ્યું છે. જોકે, જંગલમાં રહેવાનો એક મોટો ગેરલાભ કાદવ છે. કાદવ તેમના માટે જોખમી હોય છે. પેંગ્વિન્સનાં પીંછાં સમુદ્રની બહાર વોટરપ્રૂફિંગ અને રક્ષણ માટે મહત્ત્વપૂર્ણ હોય છે. જો તેઓ કાદવમાં ફસાઈ જાય તો તેઓ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરી શકતાં નથી અને ઠંડીથી મૃત્યુ પામી શકે છે. જોકે, સ્નેર્સ પાસે તેનું પણ સમાધાન છે. સંપૂર્ણપણે તરબોળ પછી પેંગ્વિન્સ તેમનાં પીંછાં થકી અત્યંત વિશેષ મીણ ફેલાવે છે. પૂંછના મૂળમાં ગ્રંથિમાંથી પેદા થતું આ મીણ તેમનામાટે વોટરપ્રૂફ અવરોધ બને છે, જે તેમનું જરૂરી રક્ષણ છે. એન્ટિ માઈક્રોબાયલ છે. અનિચ્છનીય જીવાણુઓને નિવારે છે. આ પ્રક્રિયા દિવસમાં ૩ કલાક સુધી ચાલે છે. જોકે, તેમની ફોરેસ્ટ સેન્કચ્યુઅરી માટે ખર્ચ કરવાનું મૂલ્યવાન છે.
ગાલાપેગોસ પેંગ્વિન્સ
ગાલાપેગોસ પેંગ્વિન્સે અંતરિયાળ જવાળામુખીના ટાપુઓની ઉત્તરીય ભૂમધ્ય રેખામાં અસાધારણ કાળઝાળ ગરમીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. આ ખડવાળો દરિયાકાંઠો તેમને સૂર્યથી રક્ષણ કરવા માળો અને આશ્રય બનાવવાની ભરપૂર જગ્યા આપે છે. આ ટાપુ ભૂમધ્ય રેખા પર સ્થિત હોવા છતાં હમ્બોલ્ટ કરન્ટને લીધે પાણી બહુઠંડું હોય છે. એન્ટાર્કટિકાથી લગભગ ૮૦૦૦ કિલોમીટર પ્રવાસ કરીને આવતાં આ પેંગ્વિન્સને અનુકૂળ પાણી અને ખાદ્ય આ જ્વાળામુખીના ટાપુઓ આપે છે. વાસ્તવમાં એવું કહેવાય છે કે, હમ્બોલ્ટ કરન્ટ પેંગ્વિન્સને આશરે ૪ મિલિયન વર્ષ પૂર્વે અહીં વહન કરી લાવ્યું હતું. આશ્રિત ટાપુઓ, ઠંડાં પાણી અને સમુદ્ર ખાદ્ય ગાલાપેગોસ પેંગ્વિન્સને સીમા પાર કરવા અનુકૂળતા આપે છે.
ગેંટૂપેંગ્વિન્સ
એન્ટાર્કટિક પ્રદેશ કોઈ પણ પેંગ્વિન્સની જાતિમાંથી સૌથી વધુ સંખ્યામાં ગેંટ્રનું ઘર છે. તેઓ બચ્ચાંઓને સુરક્ષિત રાખવા માટે તેમને સમૂહમાં ભેગાં કરવા માટે ઓળખાય છે. સમર્પિત વાલીના રક્ષણે પેંગ્વિન્સને જીવવામાં મદદ કરી છે. પૃથ્વી પર તેઓ સૌથી ઝડપી પેંગ્વિન્સ છે. અહીં ફોકલેન્ડ આઈલેન્ડ્સમાં લોબસ્ટર કિલ ઝુંડમાં ઉદ્ભવે છે અને તે ગેંટૂનો ભાવતો ખોરાક છે.
No comments:
Post a Comment