Friday, 23 October 2020

गांधीजी को जानो

🏯કીર્તિમંદિર નો 70મો લોકાર્પણ દિવસ🏠 

🙏 27 may1950 🙏

💐પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનું આ સ્મારક મંદિર છે. 

💐પોરબંદરમાં ગાંધીજી ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ જે ઘરમાં જન્મ્યા હતા તે પુરાના ઘરની આજુબાજુ જ આ કીર્તિમંદિર બનાવાયું છે. 

💐આ મંદિર બાંધવામાં પોરબંદરના મહારાજા શ્રીનટવરસિંહજી અને રાજરત્ન "શ્રીનાનજી કાલિદાસ મહેતાનો" મોટો ફાળો છે. 

💐પુરુષોત્તમ મિસ્ત્રીએ બાંધકામ કર્યુ છે. કીર્તિ મંદિર ૧૯૫૦માં બનીને તૈયાર થયું, અને સરદાર વલ્લભભાઈ પટેલે તે પ્રજા માટે ખુલ્લું મૂક્યું. 

💐મંદિરની ઉંચાઇ ૭૯ ફૂટ છે, જે ગાંધીજીની ૭૯ વર્ષની ઉમરનો નિર્દેશ કરે છે. 

💐ગાંધીજીને બધા ધર્મો પ્રત્યે આદર હતો, કીર્તિ મંદિરના સ્થાપત્યમાં એવા છ ધર્મો – હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, ચર્ચ અને મસ્જીદનું મિશ્રણ દેખાય છે. 

💐મંદિરમાં ગાંધીજી જે જગાએ જન્મેલા તે જગ્યાએ સ્વસ્તિકનું ચિહ્ન દોરેલું છે. 

💐મંદિરમાં સાંજે ૫ વાગે ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ગવાય છે.

No comments:

Post a Comment