સ્વીડનના રાજા અને નૉર્વેજિયન નોબેલ
સમિતિએ સૌ પ્રથમ વાર તા. ૧૦-૧૨-૧૯૦૧ના રોજ વિવિધ વિષયો માટે નોબેલ ઍવૉર્ડ જાહેર કર્યા હતા. આલ્ફ્રેડ નોબેલના વસિયતનામા મુજબ માનવજાતના કલ્યાણ અર્થે દર વર્ષે તે ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર વ્યક્તિઓને ત્રણ સ્વીડનની અને એક નોર્વેની સંસ્થાઓ દ્વારા આપવામાં આવશે. પદાર્થ વિજ્ઞાનના ક્ષેત્રમાં 'ક્ષ' કિરણોની શોધ માટે જર્મનીના વિલ્હેમ રોન્ટજેનને, રસાયણશાસ્ત્રના ક્ષેત્રે નેધરલેન્ડના જેકોબસ હેનીક્સ વોન્ડ હોફને, તબીબ વિજ્ઞાનના ક્ષેત્રે સીરમયેર માટે જર્મનીના એમિલ વોન બોહેરિંગને અને સાહિત્યક્ષેત્રે ફ્રાન્સના સુલી પ્રુડહોમને તેમની કાવ્યકૃતિ માટે આપવામાં આવ્યા હતાં. ૧૯૦૧નું નોબેલ શાંતિ પારિતોષિક સ્વિત્ઝર્લેન્ડના જીન હેન્રી ડુનાન્ડને રોડક્રોસની સ્થાપના માટે અને ‘ફ્રેન્ચ સોસાયટી ઑફ ધ્ ફ્રેન્ડઝ ઑફ પીસ'ની સ્થાપના માટે ફ્રાન્સના અર્થશાસ્ત્રી ફેડરિક પેસીને અપાયું હતું. •
No comments:
Post a Comment