સુરતમાં ચૂંટણીલક્ષી કામગીરી માટેની પ્રથમ શિબિરમાં ગેરહાજર ૪૦૦ શિક્ષક-કર્મચારીઓને નોટિસ
(પ્રતિનિધિ દ્વારા)
સુરત, મંગળવાર | સુરત સહિત ગુજરાતમાં ૭ મેના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીની કામગીરી માટે પાલિકા અને શિક્ષણ સમિતિના કર્મચારીઓના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ૮૧૩૯ કર્મચારીઓને પણ ચૂંટણી
કામગીરીમાં ફરજ સોંપવામાં આવી છે અને તેઓની તાલીમ પણ શરુ કરી દેવામાં આવી છે. ચૂંટણી લક્ષી કામગીરી માટે પ્રથમ શિબિરમાં ગેરહાજર રહેલા ૪૦૦ કર્મચારી-શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.
સુરત મ્યુનિ.ના ૮૧૩૯ કર્મચારીઓને પણ ચૂંટણી કામગીરીમાં ફરજ સોંપવામાં આવી તેમાંથી ૧૫૦ના ઓર્ડર રદ કરવા વિવિધ કારણો રજૂ કરાયા
લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન, થાય અને ચૂંટણી લક્ષી વિવિધ કામગીરી માટે સુરત પાલિકાના કર્મચારીઓ અને શિક્ષણ સમિતિના શિક્ષકોને કામગીરી સોંપવાનું શરુ થયું છે. આ કામગીરીમાં વર્ગ-૨ના ૨૯૪, વર્ગ-૩ના ૩૮૧૩ અને વર્ગ-૪ના ૪૦૩૨ કર્મચારીઓનો સમાવેશ | થાય છે. આ ઓર્ડર સાથે જ ૨૭ માર્ચથી
૨ એપ્રિલ સુધી પ્રથમ તબક્કાની તાલીમ | શિબિર શરુ થઈ હતી. આ શિબિરમાં ૪૦૦ જેટલા કર્મચારીઓ હાજર રહ્યાં ન હતા તેની ગંભીર નોંધ તંત્રએ લીધી છે અને તાલિમમાં ગેરહાજર રહેનારા તમામ ૪૦૦ કર્મચારીઓને કારણદર્શક નોટિસ | ફટકારવામાં આવી છે આ ઉપરાંત આ કામગીરીમાં તંત્રની
વિવિધ કારણો રજૂ કરાયા પણ કેટલીક ક્ષતિ બહાર આવી છે તેમાં એક જ કર્મચારીના બે અલગ અલગ કામગીરી માટે ઓર્ડર નિકલ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આ ઉપરાંત હાલમાં ચુંટણીની આચારસંહિતાના અમલ માટે વિવિધ ઝોનમાંથી બેનર કાઢવા તથા અન્ય કામગીરી સાથે સંકળાયેલા ૧૮ કર્મચારીઓના બીજા વાર ઓર્ડર નિકળ્યા છે. આ ઉપરાંત ચૂંટણી કામગીરી માંથી મુક્તિ મેળવવા માટે ૧૫૦ કર્મચારીઓએ જુદા જુદા કારણો સાથે ઓર્ડર રદ્દ કરવા માટે અરજી કરી છે. આ અરજીમાં મોટા ભાગે પારિવારિક કારણ, સ્વાસ્થ્ય અને અન્ય કારણો રજુ કરવામા આવ્યા છે.
No comments:
Post a Comment