Wednesday, 18 October 2023

હિન્દુ ધર્મ અને યહુદી ધર્મ

હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના યહુદીઓને લઈને દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ક્યારેક ભયાનક શોષણનો ભોગ બનેલા યહુદીઓનો દેશ હવે હમાસના છક્કા છોડાવી રહ્યાં છે.
યહુદી ધર્મ વિશ્વના સૌથી જૂના ધર્મોમાંનો એક છે. આ ધર્મ વિશે થોડું ઊંડાણપૂર્વક જાણશો તો તમને ખબર પડશે કે તેનો ઇતિહાસ લગભગ 3000 વર્ષ જૂનો છે. કહેવાય છે કે ખ્રિસ્તી, ઇસ્લામ અને યહુદી ધર્મ એક જ સમયે શરૂ થયો હતો.
આ જ કારણ છે કે તેમની વચ્ચે ઘણી સમાનતા છે. બીજી બાજુ જો તમે હિંદુ ધર્મ સાથે યહુદી ધર્મની તુલના કરો તો તમને થોડી વસ્તુઓ સિવાય કોઈ સમાનતા નહીં દેખાય.

યહુદી ધર્મ અનુસાર, તેમાં માનતા લોકો દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરે છે. યહૂદીઓ વિશ્વમાં ગમે ત્યાં રહે તે પ્રાર્થના કરે ત્યારે જેરૂસલેમ તરફ મુખ રાખે છે.

યહુદી ધર્મ મૂર્તિપૂજામાં માનતો નથી. આ સાથે આ લોકો દરેક વસ્તુ માટે તેમના ભગવાનનો આભાર માને છે. તમને દરેક ધર્મમાં આ પ્રથા જોવા મળશે. ચાબડ હાઉસ યહૂદીઓ માટે ખૂબ જ ખાસ હોય છે.

યહુદીઓની સંખ્યા હશે તેવા તમામ દેશોમાં ચાબડ હાઉસ જોવા મળે છે. અહીં યહૂદી લોકો પ્રાર્થના કરે છે. ભારતમાં મુંબઈ, દિલ્હીના પહાડગંજ, અજમેર, હિમાચલના ધરમકોટ અને રાજસ્થાનના પુષ્કરમાં ચાવડ હાઉસ બનાવવામાં આવ્યા છે.

વિદેશથી આવતા ઇઝરાયલીઓ અહીં પ્રાર્થના કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દર વર્ષે ઈઝરાયેલથી હજારો પ્રવાસીઓ હિમાચલ પ્રદેશના ધરમકોટ, ધર્મશાલાના ચાબડ હાઉસમાં મુલાકાત અને પ્રાર્થના કરવા આવે છે.

યહૂદીઓ પૂજા કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખે છે કે તેમના માથા પર કિપ્પા હોય. કિપ્પા એ ટોપી છે જે દરેક યહૂદી ખાસ પ્રસંગોએ પહેરે છે. મોટાભાગના ધાર્મિક યહૂદીઓ તેમના માથા પર ખાસ પ્રકારની નાની ટોપી પહેરે છે.

યહુદીઓમાં માનવામાં આવે છે કે પૂજા કરતી વખતે અથવા કોઈપણ ધાર્મિક વિધિ કરતી વખતે વ્યક્તિએ પોતાનું માથું કિપ્પાથી ઢાંકવું પડે છે. આ હિંદુ અને ઇસ્લામમાં પણ જોવા મળે છે.

જણાવી દઈએ કે, હિન્દુ ધર્મમાં પણ પૂજા કરતી વખતે માથા પર કપડું રાખવાનો રિવાજ છે. ઇસ્લામમાં પણ નમાઝ પઢતી વખતે ટોપી પહેરવી ફરજિયાત માનવામાં આવે છે.

By Desk Oneindia 

source: oneindia.com

No comments:

Post a Comment