Tuesday, 31 October 2023
Wednesday, 25 October 2023
જયારે આલ્બર્ટ આઇન્સ્ટાઇનનેઇઝરાયેલનું રાષ્ટ્રપતિપદ ઓફર થયેલું..!
જયારે આલ્બર્ટ આઇન્સ્ટાઇનને
ઇઝરાયેલનું રાષ્ટ્રપતિપદ ઓફર થયેલું..!
સૌ જાણે છે કે નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન મહાન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા જેમણે સાપેક્ષતા (રિલેવિટી)નો સિધ્ધાંત આપ્યો હતો. ટેબલ પર
મુકેલી કોઇ વસ્તુ પાસે ઉભેલાને સ્થિર લાગે પરંતુ પૃથ્વીની સૂર્યની આસપાસ થતી ગતિને કારણે સૂર્ય ઉપરથી જોવાથી તે સ્થિર લાગે નહીં. આ ગતિ સાપેક્ષ વિષય પર વસ્તુ સ્થિતિનો વિચાર કરીને ખૂબજ ઉંડુ સંશોધન કર્યુ હતું. આઇન્સ્ટાઇનને ફોટો ઇલેકિટ્રક અસરના સિધ્ધાંતની શોધ બદલ ૧૯૨૨માં ફિઝિક્સનો નોબેલ પારિતોષિક મળ્યો હતો જેને કવાંટમ ફિઝિકસની એક નવી જ દુનિયાને જન્મ આપ્યો હતો. પહેલા વિશ્વયુધ્ધ પછી પછી જર્મનીમાં નાઝીઓનો ઉદય થતા આ સ્વતંત્ર મિજાજી વિજ્ઞાનીએ ૧૯૩૩માં જર્મન નાગરિકત્વ છોડીને અમેરિકામાં વસવાટ કર્યો હતો. એ સમયે આઇન્સ્ટાઇને ટિપ્પણી કરી હતી કે જયાં સુધી મારી પાસે વિકલ્પ છે ત્યાં સુધી હું ફકત એવા દેશમાં જ રહીશ જયાં નાગરિક સ્વતંત્રતા, સહિષ્ણુતા અને કાયદા સમક્ષ સૌ નાગરિકો સમાન હોય. ૧ ઓકટોબર ૧૯૪૦ના રોજ ન્યૂ જર્સીના ટ્રેન્ટનમાં અમેરિકન નાગરિક તરીકેના શપથ લીધા હતા. ૨. ઓગસ્ટ ૧૯૩૯ના રોજ અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટને પત્ર લખીને ચેતવણી આપી હતી કે યુરેનિયમ વિસ્ફોટમાંથી જર્મની મહા
વિનાશક બોંબ બનાવે તે શકય છે. અમેરિકા પણ પરમાણુ વિભાજનની પ્રક્રિયાના સંશોધન પ્રયોગોમાં આગળ વધ્યું. આઇન્સ્ટાઇને રુઝવેલ્ટને પરમાણુ બોંબનો ઉપયોગ ન કરવાની વિનંતી કરતો પત્ર લખ્યો હતો. વિજ્ઞાનનો સત્તા માટે દુરોપયોગ થવા બદલ તે ખૂબજ ચિંતિત રહયા હતા. અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ બોંબ ઝીંકયો તેનાથી આઇન્સ્ટાઇન ખૂબ વ્યથિત થયા હતા.
આઇન્સ્ટાઇનની પ્રસિધ્ધિ
એટલી બધી હતી કે તેમના વિચારો અને માન્યતાને ખૂબ ગંભીરતાથી લેવામાં આવતા હતા. તેમણે મધ્ય પૂર્વમાં યહુદી વતન હોવા બાબતે સમર્થન વ્યકત કર્યુ હતું સાથે સાથે તે યહૂદીઓ અને આરબ વચ્ચે સહકારની જરુરિયાત પર પણ ભાર મુકતા હતા. ૩૦ મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા પછી દુનિયા ભરના મહાનુભાવોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. આઇન્સ્ટાઇને કહેલું કે હાડમાંસથી
બનેલો માનવી પૃથ્વી પર વિચરતો હશે એવું નવી પેઢી માની શકશે નહી. તેમની આ વિશિષ્ટ અંજલીનો સૌથી વધારે ઉલ્લેખ થાય છે.
સુપર બ્રેઇન આઇન્સ્ટાઇને શોધ સંશોધનોમાં અનેક સિધ્ધિઓ મેળવી પરંતુ એ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે આઇન્સ્ટાઇનને ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બનવાની પણ ઓફર થઇ હતી. જો આ ઓફર સ્વિકારી હોતતો આ મહાન વૈજ્ઞાનિક નવા અવતરેલા યહૂદી દેશ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખાતા હોત.જો કે ઇઝરાયેલની લોકશાહી વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ કરતા વડાપ્રધાન પાસે વાસ્તિવક સત્તાઓ વધારે હોય છે તેમ છતાં વિદેશમાં સંઘર્ષ કરી રહેલા યહુદીઓ માટે આઇન્સ્ટાઇન પ્રતિક બની ગયા હોત એવું માનવામાં આવે છે. ૧૪ મે ૧૯૪૮ના રોજ ઇઝરાયેલનું નિર્માણ થયું હતું. ૯ નવેમ્બર ૧૯૫૨ના રોજ ઈઝરાયેલના પ્રથમ રાષ્ટ્રપતિ ચેમ વેઇઝમેનનું અવસાન થતા શોકની લહેર ઉઠી હતી. વેઇઝમેનની અંતિમયાત્રાના ૨૪ કલાક પછી નવા રાષ્ટ્રપતિ કોણ એ અંગે ચર્ચા શરુ થઇ હતી. આ સમયે - ઇઝરાયેલના સમાચારપત્રના સાહસિક સંપાદક મારિવે એક સંપાદકીયમાં વેઇઝમેનના અનુગામી તરીકે મહાન યહુદી વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનું નામ સુચવ્યું હતું. આ લેખથી પ્રભાવિત થઇને ઇઝરાયેલ સરકારે વિદેશ મંત્રાલયને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શોધવામાં મદદ કરવા – કહેણ મોકલ્યું હતું. ઇઝરાયેલના – તત્કાલિન વડાપ્રધાન ડેવિડ બેન ગુરિયન પણ આઇન્સ્ટાઇન “ગુરિયન રાષ્ટ્રપતિ પદ સંભાળે તેવું ઇચ્છતા હતા. જે કે અમેરિકામાં રહેતા
આઇન્સ્ટાઇનના મનમાં શું ચાલે છે
તે અંગે કોઇ જાણતું ન હતું. ડેવિડ બેન ગુરિયને વોશિંગ્ટનમાં ઇઝરાયેલના રાજદૂત અબ્બા ટેલીપત્ર લખીને એબનને ટેલીપત્ર આઇન્સ્ટાઇનનું મન જાણવાનું કામ સોંપ્યું હતું. સૌને એમ હતું કે ઇઝરાયેલને આઇન્સ્ટાઇન સ્વરુપે મોટા કદના રાષ્ટ્રપતિ મળી શકે છે. આઇન્સ્ટાઇન અને વેઇઝમેનને જુનો નાતો પણ હતો. આઇન્ટાઇન- હિજ લાઇફ એન્ડ યુનિવર્સના લેખક વોલ્ટર ઇસાકસન ના જણાવ્યા અનુસાર વેઇઝમેન વિશ્વ જાયોની સંગઠનના અધ્યક્ષ રહયા હતા ત્યારે આઇન્સ્ટાઇને જેરુસલામમાં નવી યુનિવર્સિટીની સ્થાપના માટેનું ભંડોળ એકત્ર કરવા ૧૯૨૧માં અમેરિકાનો સાથે પ્રવાસ કર્યો હતો.
યુનાઇટેડ સ્ટેટ ખાતેના ઇઝરાયેલના રાજદૂત અબા ઇબાને ૧૭ નવેમ્બર ૧૯૫૨માં આઇન્સ્ટાઇનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ પત્રના વાહક જેસલામના શ્રી ડેવિડ ગોઇટીન છે જેઓ હવે વોશિંગ્ટનમાં અમારા દુતાવાસના મંત્રી તરીકે સેવાઓ આપી રહયા છે. તેઓ એક સવાલ જે વડાપ્રધાન બેન ગુરિયોને મને તમારા સુધી પહોંચાડવા માટે કહયું હતું. જો તમને નેસેટના મત દ્વારા રાષ્ટ્રપતિ પદની ઓફર કરવામાં આવે અને આપ સ્વીકારશો તો ઇઝરાયેલ જવાનું અને તેની નાગરિકતા લેવાની રહેશે.
વડાપ્રધાને મને ખાતરી આપી છે કે આપના મહાન વૈજ્ઞાનિક કાર્યને આગળ ધપાવવાની સંપૂર્ણ સુવિધા સરકાર અને લોકો દ્વારા આપવામાં આવશે. તેઓ તમારી મહેનતના સર્વોચ્ચ મહત્વ વિશે સંપૂર્ણ રીતે સજાગ છે.
|| અનુસંધાન પાના નં.૦૬ પર )
મીડ વીક
અનુસંધાન
તમારો ઝોક અથવા નિર્ણય ગમે તે હોય, આપની સાથે અનકૂળ એવા સ્થાને ફરીથી વાત કરવાની તક મળી તે બદલ હું આભારી છું. હું એ ચિંતાઓ અને શંકાઓને સમજુ છું જે આપે મને સાંજે વ્યકત કરી હતી. બીજી બાજુ આપનો ઉત્તર જે હોય તે પરંતુ વડાપ્રધાનનો સંદેશ ઉંડા આદર સત્કાર સમાન છે જે યહૂદી લોકો પોતાના કોઇ પણ પુત્ર માટે વ્યકત કરે છે. વ્યકિતગત સન્માનના આ તત્વમાં અમે એવી ભાવના જોડીએ છીએ કે ઇઝરાયેલ ભૌતિક રીતે જોઇએ તો એક નાનું રાજય છે પરંતુ માપદંડની રીતે જોઇએ તો મહાન બની શકે છે. એ ઉંચી આધ્યાત્મિક અને બૌધિક પરંપરાઓનું ઉદાહરણ છે જેને યહૂદી લોકોએ સ્થાપિત કર્યુ છે. પ્રાચીન અને આધુનિક સમય એમ બંનેમાં સારું મન અને હૃદય ધરાવે
છે. અમે જાણીએ છીએ કે આપણા પ્રથમ રાષ્ટ્રપતિએ પોતાના ભાગ્યને મહાન પરિભ્રષ્યોમાં જોવાનું શિખવ્યું જયારે આપે સ્વયં અમને આમ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આથી આ પ્રસ્તાવ બાબતે આપની જે પણ પ્રતિક્રિયા હોય પરંતુ મને આશા છે કે આપે એ લોકો માટે ઉદારતાપૂર્વક વિચારશો જેમને આ પ્રસ્તાવ મોકલ્યો છે.
આમંત્રણ મળ્યા પછી રાષ્ટ્રપતિ પદનો અસ્વિકાર કરતા આઇન્સ્ટાઇને જણાવ્યું હતું કે આપણા રાજય ઇઝરાયેલ તરફથી (રાષ્ટ્રપતિ તરીકે સેવા કરવા માટેના આવેલા પ્રસ્તાવથી ખૂબજ પ્રભાવિત છું અને તરત જ દુખી અને લાચાર પણ છું કે હું તેનો સ્વીકાર કરી શકતો નથી. મેં મારા સમગ્ર જીવન દરમિયાન વસ્તુનિષ્ઠ ભૌતિક ચીજો સાથે કામ પાર પાડયું છે. આથી લોકો સાથે સારી રીતે વ્યહવાર કરવાની અને આધિકારિક કાર્યો પુરા કરવાની મારી પાસે સ્વભાવિક યોગ્યતા અને અનુભવ નથી. આ કારણો થી જ હું આ ઉચ્ચ પદ પરના કર્તવ્યો પુરા કરવા માટે યોગ્ય નથી. વધતી જતી ઉંમર અને ઘટતી જતી તાકાતનો આમાં સવાલ નથી. હું આ પરીસ્થિતિથી વધારે વ્યથિત છું યહુદીઓ સાથેનો મારો સંબંધ સૌથી મજબૂત માનવીય ગઠબંધન છે. જયારે મને આ દુનિયાના દેશો વચ્ચે અમારી અનિશ્ચિત સ્થિતિ અંગે સંપૂર્ણ જાણકારી છે.
જો કે બન્યું હતું કે એવું કે પ્રિન્સટોન,મર્સ સ્ટ્રીટ ૧૧૨ના સરનામે પત્ર આવે તે પહેલા રાષ્ટ્રપતિ પદ ઓફર અંગેના સમાચાર ન્યુયોર્ક ટાઇમ્સમાં સમાચાર પ્રકાશિત થયેલા જે આઇન્સ્ટાઇને વાંચી લીધા હતા. આઇન્સ્ટાઇનના પદ અસ્વીકારની ખૂબ જ ટીકા – ટિપ્પણીઓ પણ થઇ હતી. અમેરિકામાંએ સમયે ઘણા લોકોનું માનવું હતું કે આઇન્સ્ટાઇને આ ઓફરનો સ્વીકાર કરવો જોઇતો હતો.
Tuesday, 24 October 2023
Monday, 23 October 2023
ઇઝરાયેલ વિશે જાણો
ઈઝરાયેલ પર પેલેસ્ટાઈનના હમાસે કરેલા અચાનક આક્રમણ બાદ વિશ્વભરના મીડિયામાં આ યુદ્ધ હેડલાઈન્સ બની ગયું છે ત્યારે ઇઝરાયેલનો ભવ્ય ઇતિહાસ આજે અહીં પ્રસ્તુત છે.
આમ તો આ દેશ ભારતની આઝાદીના એક વર્ષ પછી સ્વતંત્ર થયો હતો, પરંતુ એનો રક્તરંજિત પણ રોમાંચક ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે. પહાડીઓ, સફેદ પથ્થરો, ખીણો અને સમુદ્રોથી ઘેરાયેલો આ દેશ નહીંવત્ વરસાદ ધરાવે છે. બાઇબલની આ પવિત્ર ભૂમિ છે. વિશ્વને અમર ગીતો આપનાર કિંગ ડેવિડ ને કિંગ સોલોમન પણ અહીં જ જન્મ્યા હતા અને તેઓ પણ યહૂદી હતા. ઈશ્વરના દસ આદેશો ‘ધી ટેન કમાન્ડમેન્ટ્સ આપનાર મૉસીસ પણ યહૂદી હતા, જેના પરથી રોમન લૉનો પાયો નંખાયો. ઈંગ્લેન્ડ, અમેરિકા અને ભારતનો કૉમન લૉ પણ રોમન લોં પર આધારિત છે. સમગ્ર વિશ્વને પ્રેમ અને દયાનો સંદેશ આપનાર જિસસ ક્રાઈસ્ટનો પણ જન્મ અહીં બેથલેહામમાં થયો હતો. સમગ્ર વિશ્વમાં સામ્યવાદની થિયરી આપનાર કાર્લ માર્કસ યહૂદી હતા. માનવીનાં તમામ વર્તનનું કેન્દ્ર સેક્સમાં છે તેવી વિવાદાસ્પદ થિયરીના સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક ડૉ. સિગમંડ ફોઈડ પણ યહૂદી હતા. વિશ્વનો ક્ષણભરમાં નાશ કરી શકાય એવો સાપેક્ષતાવાદ- રિલેટિવિટીનો સિદ્ધાંત આપનાર વિખ્યાત વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈન યહૂદી હતા. હેરોલ્ડ લાસ્કી, યહૂદી મેન્યુહીન, ગોલ્ડા મેયર અને મોશે દયાન પણ યહૂદી હતાં. વિશ્વને શિન્ડલર્સ લિસ્ટ અને ‘જુરાસિક પાર્ક’ જેવી ફિલ્મો આપનાર સ્ટીવન
સ્પીલબર્ગ યહૂદી છે. નોબેલ પ્રાઈઝ શરૂ થયું પછી ભાગ્યે જ એવું કોઈ વર્ષ પસાર થયું છે, જ્યારે કોઈ એકાદ યહૂદી વ્યક્તિત્વને આ પ્રાઈઝ ન મળ્યું હોય. અત્યાર સુધીનાં તમામ નોબેલ પ્રાઈઝ વિજેતાઓમાં ૨૦ટકા પ્રતિભાઓ યહૂદીઓ છે. અમેરિકા આમ તો ખ્રિસ્તીઓની બહુમતી ધરાવતો દેશ છે, પરંતુ તેની આર્થિક નાડ યહૂદી અબજપતિઓના હાથમાં છે. વિશ્વના શ્રેષ્ઠ દસ ધનિકોમાં સૌથી વધુ યહૂદીઓ છે. અમેરિકાને વિશ્વનો તાકાતવાર દેશ બનાવનાર મુઠ્ઠીભર યહૂદીઓ છે.
આ બધાનું રહસ્ય શું ?
વેરાન અને પાણી વગરના દેશમાંથી હિજરત કરી ગયેલા દેશની ભીતરીતર પ્રજાની પાછળ એવી તે કઈ શક્તિ છુપાયેલી છે, જેણે દરેક ક્ષેત્રમાં યુગપ્રવર્તક પ્રતિભાઓ બક્ષી?
ઈઝરાયેલનો ઇતિહાસ આમ તો ૪,૦૦૦ વર્ષ જૂનો છે, પરંતુ આજનું ઈઝરાયેલ તો ભારત કરતાં પણ એક વર્ષ નાનું છે. તા.૧૪મી મે, ૧૯૪૮ના રોજ ઈઝરાયેલને બ્રિટિશરો પાસેથી આઝાદી મળી હતી. આયેલ એક લોકશાહી દેશ છે, અને તેની - પાર્લામેન્ટ કે જે 'નેસેટ' ના નામથી ઓળખાય છે તેમાં ૧૨૦ જેટલા સંસદસભ્યો બિરાજે છે. સરકારની ચૂંટાયેલી પાંખનું નેતૃત્વ વડાપ્રધાન કરે છે. તેમને પોતાનું પ્રધાનમંડળ હોય છે. રાષ્ટ્રના અધિકૃત વડા તરીકે પ્રેસિડેન્ટ હોય છે. પ્રેસિડેન્ટની ચૂંટણી નેસેટ કરે છે અને તેમની મુદત પાંચ વર્ષ માટે હોય છે. ઘણા વર્ષો પહેલાં જ ઈઝરાયેલના લોકપ્રિય વડાપ્રધાન ઈભીક રાબીનની હત્યા કરી નાંખવામાં આવી હતી. હજારો વર્ષથી ઈઝરાયેલ અને આરબ રાષ્ટ્રોને બનતું નથી. આ ઝઘડાનાં મૂળ એના ઇતિહાસમાં છે, પરંતુ રાબીન પેલેસ્ટાઈનવાદીઓ સાથે કાયમી શાંતિ સ્થાપવા માટે યાસર અરાફત સાથે વાટાઘાટ કરી રહ્યા હતા એ વાત કેટલાક યહૂદીઓને પસંદ નહોતી. કેટલાક યહૂદીઓ માને છે કે આરબ નેતાઓ સાથે કદી શાંતિમય વાટાઘાટ થઈ શકે નહીં. એટલું જ નહી પણ
ઈઝરાયલની એક તસુ જમીન પણ પેલેસ્ટાઈનને આપવી જોઈએ નહીં. અમેરિકામાં આજે અશ્વેતોને હક આપવા માંગતા પ્રેસિડેન્ટ કેનેડી, ભાઈચારા અને શાંતિના દૂત માર્ટિન લ્યુથર કીંગ ગુલામીપ્રથાનો અંત લાવનાર અબ્રાહમ લિંકન અને મહાત્મા ગાંધીની હત્યા જેમ પોતાના જ દેશવાસીઓ મારફતે થઈ હતી એ જ રીતે રાબીનની હત્યા પણ ઈઝરાયેલના એક દેશવાસીએ જ કરી નાંખી હતી.
ઈઝરાયેલ યહૂદીઓનો દેશ છે. એને પોતાનો રસપ્રદ, રોમાંચક, લોહિયાળ છતાં કરુણાજનક ઇતિહાસ છે. બાઈબલની આ પ્રોમિસ્ડ લેન્ડ છે. મોટાભાગની વસતી યહૂદીઓની છે, છતાં થોડાક ખ્રિસ્તીઓ અને થોડાક આરબ લોકો પણ અહીં રહે છે. ને ખાસ કરીને યહૂદીઓ અને આરબો વચ્ચે મેળ નથી. એથીયે આગળ વધીએ તો હજ્જારો વર્ષ પુરાણો એનો ઇતિહાસ છે. અબ્રાહમ અને જિસસ ક્રાઈસ્ટની આ ભૂમિ છે. સેમસન એન્ડ
ડલાઈલાહ તથા કિંગ સોલોમન અને શીબાની કથાઓ અહીં જ સર્જાઈ હતી, ઉદભવી હતી. હેટોસન ઈજિપ્તના હોસન કબજા હેઠળ ગુલામ બનાવી દેવાયેલા યહૂદીઓને મુક્ત કરાવીને પ્રભુ પાસેથી ‘ધી ટેન કમાન્ડમેન્ટ્સ' મેળવનાર મૉસીસ આ બધાને આ પ્રોમિસ્ટ લૅન્ડ તરફ લઈ ગયા હતા. રોમનોએ જિસસને વધસ્તંભ પર પણ અહીં જ ચડાવ્યા હતા.
ઈઝરાયેલના તેલ અવિવ શહેરના એરપોર્ટનું નામ “બેન ગુરીઓન ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. ઈઝરાયેલન પ્રથમ વડાપ્રધાન આપેલું બેન ગુરીઓનનું નામ આ એરપોર્ટને છે. એમનું આખું નામ ડેવી બેન ગુરીઓન હતું.
આઝાદી પહેલાં ઈઝરાયેલમાં સ્વતંત્રતા માટે જે ચળવળ થયેલી તેને ઝાયોનીસ્ટ મૂવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ચળવળ આઝાદીનાં ૫૦ વર્ષ પહેલાં શરૂ થઈ હતી. ‘ઝાયોન શબ્દ ઈઝરાયેલના પાટનગર જેરુસલેમ પાસેથી આવેલી એ નામની એક ટેકરી પરથી આવેલાં છે. હજારો વર્ષોથી ત્રસ્ત યહૂદી પ્રજાને પોતાની ભૂમિ, પોતાની ભાષા અને પોતાની સંસ્કૃતિ પાછી મેળવવા યહૂદીઓએ ઝાયોનીસ્ટ ઓર્ગેનાઇઝેશન શરૂ કર્યું હતું. ૧૮૦૦ વર્ષથી યહૂદીઓ અનેક આક્રમણોના ભોગ બનેલા છે. ખાસ કરીને રોમનોથી માંડીને ઈજિપ્તના રાજાઓના સામ્રાજ્યવાદ હેઠળ યહૂદીઓ પર કેટલાંક રાજાઓ રાજ કરતા હતા. તેમને ગુલામ બનાવી એક સ્થળેથી બીજા સ્થળે ધકેલી દેવામાં આવતા હતા. યહૂદી પ્રજાને વારંવાર ગુલામ બનાવવામાં આવી હતી. ખાસ કરીને ઈજિપ્તના રાજાઓ તો પોતાની જાતને જ ભગવાન તરીકે જાહેર જ કરી તેમની પૂજા કરવાની ફરજ પાડતા. એ વાત ન માનનાર યહૂદીઓને મારી નાંખવામાં આવતા. સામ્રાજ્યવાદી રાજાઓના ત્રાસથી યહૂદીઓ તીતરબીતર થઈ ગયા હતા. તેઓ તેમના દેશ, તેમની ભૂમિથી દૂર દુનિયાભરમાં જાણે કે દેશનિકાલ થઈ ગયા હતા. સૌથી મોટી કમનસીબી તો એ હતી કે યહૂદીઓ પ્રત્યે ભારે નફરત ધરાવતા જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરે બીજા વિશ્વયુદ્ધ વખતે ૬૦ લાખ યહૂદીઓને મારી નાખ્યા હતા. યહૂદીઓની વીણી વીણીને તે હત્યા
કરતો. યુરોપમાં પણ યહૂદીઓની વસાહત હાથમાં આપી ત્યારે સેંકડોને એક કતારમાં ઊભો રાખી તે બધાની પર મશીનગન ચલાવવા જર્મન સૈનિકો ને હુકમ કરતો. બાળકો અને વૃદ્ધોની લાશ પણ નિર્દયતાથી તે પાડી દેતો. જર્મનીમાં પ્રવેશતી દરેક ટ્રેન માંથી તે યહૂદીઓને અલગ તારવી દઈ રેલવે સ્ટેશન પર જ તેમની પર ગોળીઓ વરસાવી દેતો. યહૂદીઓની સામૂહિક હત્યા માટે હિટલરે ગેસ ચેમ્બર્સનો પણ ઉપયોગ કરેલો છે.
ઈઝરાયેલ આમ તો સાવ નાનો દેશ છે. એની ૯૦ લાખ ૩૭ હજારની વસતીમાં ૪૦ લાખથી વધુ યહૂદીઓ છે. ૭ લાખ મુસ્લિમો છે અને બાકીના ખ્રિસ્તીઓ છે. ૧૯૪૮માં આ દેશ આઝાદ થયો ત્યારે હજ્જારો યહૂદીઓ વિશ્વના જુદા જુદા ભાગોમાં વસતા હતા. વડાપ્રધાને જે કોઈ યહૂદી ઈઝરાયેલમાં આવીને રહેવા માગતાં હોય તેમના માટે દેશનાં દ્વાર ખોલી નાંખ્યાં. એ વખતે ઈઝરાયેલમાં સાડા સાત લાખ યહૂદીઓ હતા. તે યહૂદીઓ સુખી, સભ્ય, સંસ્કારી અને શિક્ષિત હતા.
કેટલાકને રાજકારણનો પણ અનુભવ હતો, પરંતુ ઈઝરાયેલનાં દ્વાર દુનિયાભરના યહૂદીઓ માટે ખૂલી ગયાં ત્યારે લાખોની સંખ્યામાં યહૂદીઓ ઈઝરાયેલ આવવા માંડ્યા પરંતુ તેઓ ઓછું ભણેલા અને ઓછું કૌશલ્ય ધરાવતા હતા, કારણ કે મોટાભાગના હિજરતીઓ આરબ દેશોમાંથી આવ્યા હતા, જ્યારે પશ્ચિમના સમૃદ્ધ દેશોમાંથી બહુ જ ઓછા યહૂદીઓ અહીં આવ્યા હતા. આરબ દેશોમાંથી આવેલા યહૂદીઓ ગરીબ, અશક્ત, બીમાર અને અજ્ઞાન હતા. બાકીના એશિયા અને આફ્રિકાથી આવ્યા હતા એ બધાની સરકારે અભૂતપૂર્વ કાળજી લીધી હતી. બધાને ભણાવ્યા, તાલીમ આપી. અને રોજી પણ આપી. આશ્ચર્યની વાત એ હતી કે ઈઝરાયેલ આઝાદ થયા બાદ વિશ્વના ૧૦૦ જેટલા જુદા જુદા દેશોમાંથી યહૂદીઓ અહીં આવ્યા અને પોતાની સાથે પોતાનાં અલગ અલગ વસ્ત્રપરિધાનો, વિવિધ કળાઓ, વિવિધ રીતરિવાજો અને વિવિધ સંસ્કૃતિ લઈને આવ્યા હતા. કેટલાક તો પોતાની સાથે જે તે દેશમાં થતાં વૃક્ષોનાં છોડવા, ફૂલો, શાકભાજી તથા વિવિધ વનસ્પતિનાં બીજ અને પ્લાન્ટ્સ પણ લઈ આવ્યા હતા.
જે વૃક્ષો કે ફળ કદીયે નહોતાં થતાં તેવાં વૃક્ષો આજે ઈઝરાયેલમાં જોવા મળે છે. પૂરથી હાઈફા શહેરને બચાવવા માટે ઓસ્ટ્રેલિયાથી લાવેલાં ઝાડ અને અમેરિકામાં થતી કેરીઓના આંબાનાં ઝાડ પણ ઈઝરાયેલમાં છે.
ઈઝરાયેલના લોકો ગોરા પણ પ્રમાણમાં નીચા છે. બાઈબલ-ઓલ્ડ ટેસ્ટામેન્ટ હિબ્રૂ ભાષામાં લખાયેલું છે અને ઈઝરાયેલની સત્તાવાર ભાષા પણ હિબ્રુ જ છે. સ્કૂલમાં હિબ્રુની સાથે સાથે અંગ્રેજી અને એરેબિક એમ બેઉ ભાષાઓ ભણાવવામાં આવે છે. કેટલીક આરબ સ્કૂલો પણ છે, જ્યાં શિક્ષણનું માધ્યમ એરેબિક છે. ૬થી ૧૫ વર્ષની વયનાં બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત પણ ફરજિયાત છે. ધાર્મિક શિક્ષણ આપતી સ્કૂલો પણ છે. જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટી શિક્ષણમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ધરાવે છે. ૧૮થી ૨૧ વર્ષના યુવાનો માટે લશ્કરી સેવા ફરજિયાત છે. યુવતીઓ માટે બે વર્ષ લશ્કરી સર્વિસ તાલીમ ફરજિયાત છે.
ઈઝરાયેલની પ્રજાને આશીર્વાદ અને દુઃખ બેઉ એકસાથે મળેલાં છે. ખડકાળ અને પહાડોથી ભરેલા આ દેશ માટે એવી દંતકથા છે કે એક દેવદૂત એક મોટા કોથળામાં ખડકો ભરીને જતા હતા અને કોથળો ફાટી જતાં જે ખડકો વેરાયા તે ઈઝરાયેલ બની ગયું.
બાઈબલમાં અનેક વાર યહૂદી પ્રજાને કહેવામાં આવ્યું છે કે, ‘જો તમે મારી આજ્ઞાનું પાલન કરશો તો હું તમને વિશ્વની શ્રેષ્ઠ પ્રજા બનાવી દઈશ, પણ જો તમે મારી અવજ્ઞા કરશો તો હું તમારા દેશને ઉજ્જડ અને તમને ભટકતા કરી દઈશ.’
ઈઝરાયેલની ભવ્યતા ટોચ પર પણ પહોંચી છે અને ભાંગી પણ છે. દુશ્મનોએ જેરુસલેમને એટલી વાર ભાંગ્યું છે કે, યહૂદીઓને ભાગીને ૧૦૪ જેટલા દેશમાં વીખેરાઈ જવું પડ્યું છે. સાથે સાથે એ પણ એક હકીકત છે કે યહૂદીઓને કચડી નાંખનારાઓ પણ સાફ થઈ ગયા છે. દા.ત. હિત્તી, પરીઝી, અમોરી, યબુસી, હિવ્વી, કનાની, અમા લકી, પવિસ્ત, અદોચ, મોખાબી, આમોની જેવી પ્રજાઓએ યહૂદીઓને કાપી નાખ્યા હતા, પણ આ પ્રજાનાં નામોનિશાન મટી ગયાં છે. બેબિલોન આજે માત્ર ઇતિહાસની વાત બની ગયું છે. યહૂદીઓને ઘાતકી રીતે કચડી નાખનાર રોમન સામ્રાજ્ય ખુદ ખેદાનમેદાન થઈ ગયું છે. સાઠ લાખ યહૂદીઓની કતલ કરનાર હિટલર રિવોલ્વરની ગોળી ખાઈને મરવું પડ્યું હતું. “ - www.devendrapatel.in
Sunday, 22 October 2023
ઇઝરાયલ : સતત યુદ્ધગ્રસ્ત રહેતો યહુદીઓનો અનોખો દેશ
ઇઝરાયલ : સતત યુદ્ધગ્રસ્ત રહેતો યહુદીઓનો અનોખો દેશ
...વ ર્લ્ડ કપ માટેનો ક્રિકેટજંગ બરાબર જામ્યો છે તો બી તરફ હજારો લોકોને મોતને ઘાટ ઊતારનાર ઈઝરાયલ-હમાસ વચ્ચેનો જંગ પણ લગાતાર ઉગ્ર બનતો જાય છે. વિશ્વના બીજા દેશો તો ઠીક ભારતમાં પણ લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક મોટો વર્ગ ઈઝરાયલની તરફેણ કરે છે તો બીજો એક સમુદાય પેલેસ્ટાઈનીઓ માટેસહાનુભૂતિ ધરાવે છે. જો કે વિશ્વના ઈસ્લામિક દેશોને બાદ કરતાં બીજા તમામ રાષ્ટ્રો ઈઝરાયલની પડખે ઊભા છે. આવા સમયે એ જાણવું જરૂરી છે કે એવું તે શું છે ઈઝરાયલ જેવા ટચૂકડા દેશમાં . કે તેની આટલી બધી ચર્ચા થાય છે.ચોમેર મુસ્લિમ દેશોથી ઘેરાયેલો ઇઝરાયલ કોઇનો ડર રાખ્યા વિના સામી છાતીએ ઝીંક ઝીલે છે તે વાતની ઘણાને નવાઈ લાગે. પરંતુ ઇઝરાયલના અસ્તિત્વના સાત દાયકાની સંઘર્ષ કથા વાંચશો તો ઘણું જાણવા મળશે.
ઇઝરાયલમાં જાવ અને કોઇકને ગાયના માંસવાળું હેમ્બર્ગર કે 'બીફ'ની બીજી વાનગી પીરસવા કહેશો તો વેઇટર ડઘાઇ જશે. તમને ‘સોરી’ કહી દેશે. તમે એમ કહો કે મને ગાયના દૂધમાંથી બનાવેલું કોઇ મિલ્કશેક આપ. તો એ પણ નહિ મળે. એટલા માટે નહિ કે ત્યાં દૂધની તંગી છે. પરંતુ ઇઝરાયલની બહુમતી પ્રજા રૂઢિચુસ્ત યહૂદીઓ ગાયને પૂજે છે. ઇઝરાયલના યહૂદી ધારાધોરણ મુજબ દેશમાં ક્યાંય ગાયનું માંસ પીરસવા
પર કે ગાયનું દૂધ વેચવા પર પ્રતિબંધ છે! નવાઇ પમાડે તેવી આ એક જ વાત નથી. ઇઝરાયલ દેશ અનેક ખૂબીઓથી, વિવિધતાથી તથા વિષમતાથી ભરપૂર ટચુકડું છતાંય મહારાષ્ટ્ર છે. મુંબઈ કરતાં પણ જેની વસતિ ઓછી. (૯૫ લાખ) છે તેવો ઇઝરાયલ દેશ ૨૦૦૮માં ૧૪મી મેના રોજ તેની સ્થાપનાની હીરક જયંતિ ઉજવી હતી. માત્ર ૮,૬૩૦ ચોરસ માઇલ (૨૨,૧૪૫ ચો. કિ.મી.)નું ક્ષેત્રફળ ધરાવતા આ દેશનું કદ નકશામાં જુઓ તો ટચલી આંગળીના નખ જેવડું દેખાય. પરંતુ અસ્તિત્વના સાડા સાત દાયકામાં ઇઝરાયલે મેળવેલી સિદ્ધિની આખી દુનિયાને ઇર્ષ્યા થાય છે.
ઇઝરાયલ કરતાં એક વર્ષ પૂર્વે આઝાદ (૧૯૪૭) થયું હોવા છતાં અનેક બાબતોમાં ભારત પાછળ રહી ગયું છે. જ્યારે ઈઝરાયલની હોશિયારી, કાર્યક્ષમતાએ સમગ્ર જગતને મોમાં આંગળા નાખતાં કરી દીધાં છે.
યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ જેવા એક સાથે ત્રણ ધર્મનો જ્યાં ઉદય થયો. હોય અને જે માટીમાં આ ત્રણ એકેશ્વરવાદી વિચારધારા અને ફિલસુફીના મૂળિયા નંખાયા હોય તેમજ પ∞ વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો આજેય આધુનિક નગરના શિલ્પ સ્થાપત્ય સાથે સહઅસ્તિત્ત્વ ધરાવતા હોય તેવો કોઇ એક દેશ પૃથ્વીના પટ પર હોય તો એ પણ
ઈઝરાયલ જ છે! બાઇબલ, કુરાન અને જુડાઇઝમના ધર્મપુસ્તકો વાંચીને સામુહિક પ્રાર્થના ચાલતી હોય ત્યારે આકાશમાં જોરદાર ઘરેરાટી બોલાવી ઉડી જતાં એફ-૩૫ ફાઇટર પ્લેનો અહીં રોજ જોવા મળે છે.
ઈઝરાયલનો ઉદ્દભવ પણ કેવી વિચિત્ર રીતે થયો?! ૭૫ વર્ષ પૂર્વે આ નામનો કોઇ દેશ પૃથ્વી પર નહોતો. જગતના નકશામાં ઇઝરાયલનું ક્યાંય નામ નિશાન જોવા નહોતું મળતું અને એકાએક કાળચક્ર એ રીતે ફરી વળ્યું કે પેલેસ્ટાઇન નામનું અસલ જે રાજ્ય અસ્તિત્ત્વ ધરાવતું હતું તેના બે ટુકડા થયા અને ઇઝરાયલની રચના થઇ.
તારીખઃ ૧૪ મે, ૧૯૪૮ ૧૪મે ૧૯૪૮ના રોજપેલેસ્ટાઇનના બે ભાગલા પડી ગયા. જેમાં એક વિસ્તાર યહૂદીઓનો હતો તે ઈઝરાયલ તરીકે ઓળખાયો અને બીજો ભાગ આરબોને ફાળે ગયો તે પેલેસ્ટાઇન તરીકે ઓળખાયો. જો કે યુનોના ઠરાવને ઠુકરાવી દઈ ઇસ્લામપંથી આરબ દેશો ઇજિપ્ત, જોર્ડન, સિરિયા, લેબેનોન તથા સાઉદી આરબ એકાએક નવા રચાયેલા રાષ્ટ્ર ઇઝરાયલ પર તૂટી પડ્યા. ભૂતકાળમાં યહૂદીઓએ જે યાતના ભોગવી છે તે ભાગ્યે જ ધરતી પરની બીજી કોઇ જાતિએ વેઠી હશે. જર્મનીના હિટલરે તો લાખો યહૂદીઓની રીતસર કત્લેઆમ કરી હતી. મધ્યપૂર્વ એશિયાના સુલતાનોએ પણ યહૂદીઓ પર જુલમ . વરસાવવામાં કશી કમી રાખી નથી. હવે જ્યારે તેમના હાથ બળુકા બન્યા છે ત્યારે યહૂદીઓનો પુણ્ય પ્રકોપ ફાટી નીકળતા પેલેસ્ટીનીયનોને વસમાં દિવસો જોવા પડે છે.
જોર્ડન નજીક વેસ્ટબેન્ક વિસ્તારમાં આવેલા શહેર જેરુસલેમની જ વાત કરીએ તો આ નગરના બે ભાગલાં પડ્યા પછી આજે ત્યાં સંપૂર્ણ રીતે ઇઝરાયલ સરકારની આણ વર્તે છે. આજે ભલે ઇઝરાયલની રાજધાની તેલ અવીવ હોય, યહૂદીઓની ભવ્ય સંસ્કૃતિ તેમજ દર્દનાક ઇતિહાસની ખરી સાક્ષી તો જેરૂસલેમના ખંડેર ધર્મસ્થાનકો જ પુરાવે છે. એટલે જેરૂસલેમનો ઇતિહાસ જાણો તો તેના પરથી યહૂદીઓના ભવ્ય ભૂતકાળ અને સંઘર્ષની કેફિયત મળી જાય,
જેરુસલેમનું યહૂદી નામ રૂશલાયિમ છે. અંગ્રેજોએ તેની ઓળખ જેરૂસલેમ તરીકે આપી. અરબી ભાષામાં તેનું નામ બૈત અલમકદેશ છે. બે હજાર વર્ષ પૂર્વે અહીં યહૂદી રાજ્ય હતું. જેરુસલેમ તેનું પાટનગર જ નહીં, યાત્રાધામ પણ હતું. આ પ્રાચીન નગર ૩૦૦ વર્ષ જૂનું છે અને ઇશુ ખ્રિસ્તના નામ સાથે જોડાયેલું છે. મહમ્મદ પયગંબરે અહીં નમાઝ પઢી હતી તેથી મક્કા અને મદિના પછી મુસ્લિમોનું સૌથી પવિત્ર યાત્રાધામ જેરુસલેમ છે.
ઇસવીસન પૂર્વે ૨૦૦૦ના અરસામાં હિબ્રૂ હિજરતીઓ આ વિસ્તારમાં આવ્યા હતા. ત્યાર પછી એકહજાર વર્ષબાદ અને ઇ.સ.પૂર્વે ૫૯૭ની વચ્ચે રાજા ડેવિડે અને તેમના પછી આવેલાં શાસકોએ પધ્ધતિસર જુડાઇઝમનો વિકાસ કર્યો હતો.
રાજા ડેવિડના શાસન પછી અહીં બેબિલોનિયનો, પર્શિયનો, ગ્રીકો અને તુર્કોએ ચઢાઇ કરી હતી. કે ઇજિપ્તના પ્રાચીન સાંસ્કૃતિક કાળમાં ઇ.સ.પૂર્વે ૧૩૭૦માં જેરુસલેમ ઇજિપ્ત સામ્રાજ્યમાં હતું. અત્યારે સોલોમોનના મંદિરની ખંડિત દીવાલ છે, તેની નજીક ૩૮૦ વર્ષ પહેલાં માનવવસાહત હતી. ઇઝરાયલ અને ડાના પ્રાચીન રાજ્ય સ્થાપનાર રાજા ડેવિડે ઇ.સ. પૂર્વે ૧૮૦૦ના અરસામાં જેરુસલેમ જીતી લીધું હતું અને તેણે યહૂદી રાજ્યનું પાટનગર બનાવ્યું હતું. દાવાના આધારે આ ઈઝરાયલના ભૂતપૂર્વ લડાયક વડાપ્રધાન બેગિને તેને ફરીથી ઇઝરાયલનું પાટનગર બનાવ્યું હતું.
પણ મુસ્લિમ દેશોથી ઘેરાયેલો ઇઝરાયલ કોઇનો ડર રાખ્યા વિના સામી છાતીએ ઝીંક ઝીલે છે પરંતુ ઇઝરાયલના અસ્તિત્વની સંઘર્ષ કથા વાંચશો તો ઘણું જાણવા મળશે.
અનુસંધાન પાના નં.૬ પર
ડેવિડ પછી સોલોમને(સુલેમાને) જેરુસલેમ ને વિસ્તૃત કર્યું. અને તેણે પોતાના નામથી પ્રખ્યાત થયેલું સોલોમન મંદિર બંધાવ્યું હતું.
યહૂદીઓનું તે પરમ પવિત્ર યાત્રાધામ
છે. આજે તે મંદિર નથી રહ્યું. યુધ્ધમાં
ખંડેર બની ગયેલાં આ તીર્થસ્થળની
માત્ર એક દીવાલ ી છે. જેને
યહૂદીઓ ચૂમે છે અને યહૂદી
સામ્રાજ્યની આથમી ગયેલી
જાહોજલાલી માટે અહીંપ્રજાસ
સારે છે. તેથી આ ભીંતને રડતી
દીવાલ' (વેઇલીંગ વૉલ) કહે છે.
ઇશુના આગમન પછી બે સદીના
ગાળામાં રોમન સમ્રાટો આ પ્રદેશને
ખૂંદી વળ્યા હતા. અહીંની
ફિલિસ્તીની પ્રજાના નામ પરથી આ
પ્રદેશનું નામ રોમન સમ્રાટોએ જુડિયા
પેલેસ્ટીન પાડ્યું. ઇ.સ.૬૬માં
યહૂદીઓએ સ્વતંત્ર થવા રોમનો સામે
બળવો કર્યો. તેથી રોમનોએ
સોમનો નાશ કર્યો. યાદી શા
ઘેરો ડે બંધાવેલાં મંદિરનો ધ્વંસ કર્યો.
ખ્રિસ્તીઓ પણ આ શહેરની યાત્રાએ
આવે છે. મહમ્મદ પયંગબર અહીંથી
સાતમાં સ્વર્ગે સિધાવી ગયા તેથી
મુસ્લિમો માટે પણ આ અત્યંત પવિત્ર
સ્થળ છે. ૧૯૬૭માં આરબો સાથે
ઈઝરાયલે છ દિવસનું તુમુલ યુદ્ધ
બેલીને મુસ્લિમ ક્યૂર પંથીઓને
ખોખરાં કરી નાંખેલા. એ દિવસ પછી
નાણાં, સંખ્યાબળ,લશ્કરી તાકાતમાં
આરબ દેશો ચઢિયાતા હોવા છતાં
તેઓ ઈઝરાયલ સામે ઊંચી આંખ
કરીને એવાની હિંમત કેળવી નથી
શક્યા. જોર્ડન અને ઈજિપ્ત જેવા બે
સુધરેલાં, સમૃદ્ધ અને બળુકા ઈસ્લામ
રાષ્ટ્રો પણ ઈઝરાયલની લશ્કરી
તાકાતથી ડરે છે. માત્ર યુદ્ધન
મામલામાં જ નિહ, બીજી અનેક
બાબતોમાં ચબરાક, ખેતીલા
કર્તવ્યનિષ્ઠ અને શિસ્તબધ્ધ કામ
કરવા ટેવાયેલા યહૂદીઓએ
ઈઝરાયલ પર થતાં
ત્રાસવાદીઓના હુમલા તો એટલા
સામાન્ય થઈ ગયા છે કે દરેક નાગરિક
હવે પોતાનું રક્ષણ આપમેળે કરતાં
શીખી ગયો છે. ઈઝરાયેલી સ્ત્રીઓ
પણ એટલી જ બહાદૂર છે. દુશ્મનોને
ખાળવા ઈઝરાયલે આખા દેશને સૈન્ય
બનાવી દીધું છે. આમ છતાં લશ્કરમાં
સૈનિકોની સંખ્યા પાંચ લાખની રાખી
છે. બીજું, સાડાત્રણ લાખ સૈનિકોનું
'રિઝર્વ આર્મી છે' પોતાની
જરૂરિયાતને પહોંચી વળવા
ઈઝરાયલ અનેક પ્રકારના શસ્ત્રો ઘર
આંગણે બનાવે છે અને ચોરી છૂપીથી
દાણચોરીના રસ્તે બીજા દેશોમાંથી
યુરેનિયમ લાવીને ઈઝરાયલે
અણુબોમ્બ પણ બનાવ્યા છે.
ઈઝરાયલમાં આજેય યહુદીઓની
સાથે કેટલાંક આરબ નાગરિકો પણ
વસે છે તેમ જ નોકરી-ધંધાર્થે અમુક
પેલેસ્ટિનિયનોગાઝા પટ્ટી કે વેસ્ટ
બેંકમાંથી તેલ અવીવ કે જેમને
આવે છે. આ લોકો કોઈ ત્રાસવાદી
ઉપામા ન મચાવે માટે ઈઝરાયલની
ખુફિયા પોલીસ એટલે કે ગુપ્તચર તંત્ર
‘મોસાદ’ ચોવીસે ક્લાક સતર્ક રહે છે.
દુનિયાના અતિ બાહોશ અને
ખતરનાક જાસૂસી સંગઠનોમાં
મોસાદની ગણના થાય છે. રાષ્ટ્રીય
એરલાઈન્સ
‘અલ-એર’ના
વિમાનોને હાઈજેક કરી જવાના
બનાવ બન્યા પછી ઈઝરાયલ પહેલો
એવો દેશ હતો જેણે પોતાના તમામ
નાગરિક વિમાનોની સુરક્ષા માટે
પ્લેનમાં કમાન્ડો ટુકડીને તેનાત કરી. ઇઝરાયેલી નાગરિકો રવિવારે રજા પાળે છે. પણ શુક્રવારે ત્યાં જુદો જ માહોલ દેખાય છે. બપોરે 2:00 વાગે એટલે જ્યાં જુઓ ત્યાં બધા કામ ઠપ. હોટેલ, શાળા, બેંક ઓફિસ, વાહનવ્યવહાર બધુ એક સાથે બંધ થઈ જાય શુક્રવારને ત્યાં સાબાય દિન કહે છે. ઠેર ઠેર આવેલા સિનોગોંગ( યહૂદીઓના )દેવળ માં લોકોના ટોળા પ્રાર્થના માટે જમા થાય છે.
ઇઝરાયેલ માં બીજી એક ખાસિયત એ જોવા મળે છે કે ત્યાં સોલાર પાવર સૂર્ય શક્તિનો બહુ મહિમા છે પેટ્રોલ તો એક પણ ટીપું નથી નીકળતું એટલે સૌર શક્તિ વાપરીને આ દેશની ઊર્જા મેળવે છે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ન્યુકિલયર રિએક્ટર છે. તેમાંથી પણ પર્યાપ્ત વીજળી મળે છે સૂર્ય શક્તિનો ઉપયોગ કરી મૃત સમુદ્રમાંથી પાણી મેળવીને તેને પીવાલાયક બનાવવાના પ્રયત્નો થાય છે અમુક ઇઝરાયેલી વિજ્ઞાન અને મૃત સમુદ્રમાંથી મળતી અનોખા પ્રકારની લીલ સેવાડમાંથી આલ્કોહોલ બનાવી તેમાંથી વાહન ચલાવવા કામ આવે તેવું બળતણ તૈયાર કર્યું છે.
આભાર
Gujarat news paper
Thursday, 19 October 2023
ઘણી વખત એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે કેશ નીકળતી નથી અને ખાતામાંથી પૈસા ડેબિટ થઈ જાય છે. આવી પરિસ્થિતિઓમાં આપણે નર્વસ થઈ જઈએ છીએ પરંતુ આજે અમે તમને જણાવીશું કે આવી પરિસ્થિતિઓમાં તમારે શું કરવું જોઈએ?
ઘણી વખત એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે કેશ નીકળતી નથી અને ખાતામાંથી પૈસા ડેબિટ થઈ જાય છે. આવી પરિસ્થિતિઓમાં આપણે નર્વસ થઈ જઈએ છીએ પરંતુ આજે અમે તમને જણાવીશું કે આવી પરિસ્થિતિઓમાં તમારે શું કરવું જોઈએ?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમો અનુસાર, જો ATM ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે અને બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, તો બેંકે 5 દિવસની અંદર પૈસા પરત કરવાના રહેશે.
જો બેંકો આમ નહીં કરે તો તેણે ગ્રાહકને વળતર આપવું પડશે. બેંકે દરરોજ 100 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. આ વળતર ટ્રાન્ઝેક્શનની તારીખથી પૈસા પાછા જમા થાય ત્યાં સુધી ગણવામાં આવશે. આવો, અમને જણાવીએ કે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ?
પહેલા શું કરવું જોઈએ?
સૌથી પહેલા તમારે એટીએમ મશીનનો નંબર નોંધવો પડશે અને ટ્રાન્ઝેક્શન સ્લિપ સુરક્ષિત રીતે રાખવી પડશે. આ પછી તમારે કસ્ટમર કેરનો સંપર્ક કરીને તેમને માહિતી આપવી પડશે. આ સિવાય તમારે બેંકને રિપોર્ટ આપવો પડશે. તમારે બેંક શાખામાં જઈને ફરિયાદ નોંધાવવી પડશે.
જો બેંક ક્યારેય સ્વીકારે નહીં કે ગ્રાહકને એટીએમમાંથી પૈસા મળ્યા નથી, તો તમે ત્રિ-સ્તરીય સત્તાધિકારીનો પણ સંપર્ક કરી શકો છો. તમે બેંકના આંતરિક લોકપાલનો પણ સંપર્ક કરી શકો છો. તમે બેંકના આંતરિક લોકપાલના નોડલ ઓફિસરનો પણ સંપર્ક કરી શકો છો.
જો કોઈ ગ્રાહક આરબીઆઈના નિર્ણયથી સંતુષ્ટ નથી તો તમે કન્ઝ્યુમર કોર્ટની મદદ પણ લઈ શકો છો. જો કે, તમારા માટે પુરાવા હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે એ વાતનો પુરાવો આપવો પડશે કે તમારા બેંક ખાતામાંથી પૈસા કપાયા છે અને તમને એટીએમમાંથી રોકડ નથી મળી.
Wednesday, 18 October 2023
Subscribe to:
Posts (Atom)