રમતનું નામ--- પક્ષી ઉડેની રમત
આ રમત નાના કે મોટા સમૂહમાં રમી શકાય છે. રમાડનાર પ્રતિનિધિએ બાળકોના મોટા સમો સામે થોડી ઊંચી બેઠક પર બેસવું. પોતાના બંને હાથના આંગળાના ટેરવા ગોઠણ પર અડીને રહે તેમ ઉભડક મુકવા. બાળકોને પણ તે જ રીતે ગોઠણ પર હાથના આંગળા રાખવા કહેવું. રમનારા બાળકોને સુચના આપવી કે હું ઉડી શકે તેવા પક્ષીનું નામ બોલું ત્યારે તમારે મારી સાથે બંને હાથ ઉંચા કરી ફરરર.... એ મોટેથી બોલવું. પછી પાછા હાથ હતા તેમ ગોઠવી દેવા જ્યારે હું ન ઉડી શકે તેનું નામ લઉં ત્યારે તમારે હાથ ઊંચા કરવા નહીં તથા ફરરર... એમ બોલવું નહીં.
રમાડ નાર પ્રતિનિધિએ," ચકલી ઉડે" એમ બોલીને તુરત પોતાના બંને હાથ પાંખો માફક ઉંચા કરી ફરરર એમ બોલવું. એ મુજબ બાળકો પણ કરશે. આમ પોપટ ઉડે... કાગડો ઉડે... કાબર ઉડે ....વગેરે એક પછી એક પંખીનું નામ બોલી હાથ ઊંચા કરી ફરરર ...બોલવું. બાળકો પણ એમ કરશે. શરૂઆતમાં ઊડી શકે તેવા પંખીના નામ બોલવા. બાળકોમાં 'ફરરર ફરરર...'થઈ જશે. આમ બાળકો તાનમાં હોય ત્યારે વચ્ચે"ગધેડું ઊડે... બળદ ઊડે... એમ બોલવું અને પોતાના હાથ ઊંચા કરવા. આ વખતે કોઇ કોઇ બાળક તાનમાં આવી જાય જઈ પોતાના બે હાથ ઊંચા કરી ફરરર.... બોલી જશે. આ વખતે સોને હસવાની મજા પડશે. આ રમત આમ ચાલું રાખવી અને વચ્ચે વચ્ચે નહિ ઊડી શકે તેવા પ્રાણીઓ કે પદાર્થોનાં નામ લઈ સૌને ભૂલાવામાં નાંખવા. બાળકોને મજા પડે ત્યાં સુધી આ રમત રમાડવી. સૌને મજા પડશે.
No comments:
Post a Comment