આ રમતમાં રમનારા બાળકો બે ટુકડીમાં વહેંચાઈ જાય છે અથવા એક હરોળ બનાવી દરેકને એક ,દો ,એક, દો બોલવા કહેવું. એક બોલે તેને એક ટુકડી ,બે બોલે તે બીજી ટુકડીમાં ગોઠવાઈ જશે.
એક જાડું દોરડું લઈ તેને બરાબર વચ્ચે એક રૂમાલ બાંધી દો અને 10 ફૂટ ના અંતરે બે રેખાઓ દોરો. સમુદ્રમંથનમાં જેમ સામસામે ખેંચા ખેંચ થતી હતી તેમ બે ટુકડીઓમાં સામસામે ઊભા રહી પોતાના તરફ દોરડું ખેંચવાનું છે. બાંધેલો રૂમાલ બરાબર વચ્ચે છે. હવે ટુકડીના બધા સભ્યો એકબીજાની પાછળ ઉભા રહી રસી પકડશે અને રમત શરૂ થતા તે પોતાના તરફ ખેંચવા પ્રયત્ન કરશે. 10 ફૂટના અંતરે દોરેલી રેખા છે પસાર કરશે અને સામેની ટુકડીને પોતાના તરફ લઈ આવશે તે ટુકડી વિજેતા કે જીતેલી ગણાશે.
નદીવાળા પટમાં કે રેતાળ જગ્યાએ આ રમત સારી રીતે રમી શકાય છે.
No comments:
Post a Comment