સરકારી કર્મચારીઓની માંગણીઓને લઇ સરકારના મોટા નિર્ણય સક્ષિપ્તમાં
જૂની પેન્શન યોજના
- કેન્દ્રનો 2009નો કુંટુંબ પેન્શનનો ઠરાવ
- કેન્દ્રના ધોરણે તા- 1/4/2005 પહેલા ભરતી થયેલ કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબત
- CPFમાં 10 ટકાને બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરવા
સાતમા પગાર પંચના બાકી ભથ્થા તા 11/1/2016ની અસરથી લાગુ કરાવી
કેન્દ્ર સરકારના ધોરણે ભથ્થા અને લાભ આપવા
રહેમરાહે નિમાયેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ લાભ માટે સંગળ ગણવી
1 એપ્રિલ 2019થી નોકરી સળંગ ગણવી
શૈક્ષણિક કેડર સિવાયના કર્મચારીઓને કેન્દ્ર સરકારની માફક 10,20 અને 30 ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા માટેનો ઠરાવ
મેડીકલ ભથ્થુ 300ને બદલે સાતમા પગારપંચ મુજબ 1000 કરવામાં આવશે
કર્મચારીના મૃત્યુના કેસમાં અપાતી રકમમાં વધારી 14 લાખ કરાઇ
અગાઉ કર્મચારીના મોતના કેસમાં 8 લાખની સહાય અપાતી હતી
45 વર્ષના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાશે
ખાતાકીય પરીક્ષામાં 5 વિષયને બદલે 3 વિષયની પરીક્ષા
અંગ્રેજી ભાષાનું પેપર રદ્દ કરવામાં આવ્યું
CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરાઇ
કર્મચારીઓના નિવૃતિના વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજ દરમાં તથા મુદ્દતમાં ઘટાડો કરવો
વ્યાજદરમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાને બદલે 13 વર્ષના 156 હપ્તા કરવા સંમત, અંદાજિત 6 લાખ જેટલો ફાયદો થશે
CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરાઇ
જૂથ વિમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવો તથા તે પ્રમાણે વિમા કવર વધારવું
હાલ 50 હજાર, 1 લાખ, 2 લાખ અને 4 લાખ છે તેના બદલે 2.50 લાખ, 5 લાખ, 10 લાખ અને 20 લાખનો ઠરાવ કરવો
મહિલા કર્મચારીઓને પ્રસૃતિના કેસમાં મૂળ નિમણૂંક તારીખથી જ પુરા પગારી પ્રસૃતિની રજા મળશે
નગરપાલિકા તથા મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવા બાબતે ઠરાવ
2006 પછીના ફિક્સ પગાર નીતિથી જોડાયેલ કર્મચારીઓને તા 1 એપ્રિલ 2019ની અસરથી સળંગ સિનિયોરિટીનો લાભ આપવો
જૂની પેન્શન યોજનામાં કુંટુંબ પેન્શનનો ઠરાવ સ્વીકાર્યો: જીતુ વાઘાણી
સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સંયુક્ત કર્મચારી મોરચા સાથેની બેઠક બાદ નિવેદન આપતા કહ્યું કે આવતીકાલથી 6 લાખ કર્મચારીઓ માસ CL પર જવાના હતા. અલગ અલગ સંવર્ગના પ્રશ્નો હતા તેના મુદ્દે સકારાત્મક ચર્ચા થઈ છે. કર્મચારીઓ પણ ભાજપનો પરિવાર છે માટે કોઇને મુશ્કેલી ન પડે તે સરકાર વિચારે છે. સતત સંવાદથી તમામ સમસ્યાનું નિરાકરણ આવે છે. કર્મચારીઓના પ્રશ્નોને લઇ અનેક બેઠકો થઇ છે. રાજ્ય સરકારે કર્મચારીઓને આંદોલન બંધ રાખવાની અપીલ કરી છે. જનતા હેરાન ન થાય તે માટે કર્મચારીઓ સહકાર આપશે. જૂની પેન્શન યોજનામાં કેન્દ્ર સરકારનો ઠરાવ છે. જૂની પેન્શન યોજનાની કેટલીક માંગણીઓને ગુજરાત સરકારે સ્વીકારી લીધી છે. સાતમા પગાર પંચના બાકી ભથ્થા ઝડપી ચુકવણી કરાશે કેન્દ્ર સરકારના ધોરણે તેનો લાભ આપવામાં આવશે. સોમવારથી કર્મચારીઓને કામે લાગવા માટે અપીલ કરી હતી, જૂની પેન્શન યોજનામાં કુંટુંબ પેન્શનનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો છે.
અમારી મુખ્ય 15 માગણીઓ હતી જેમાં મોટાભાગની સરકારે સ્વીકારી: સંયુક્ત કર્મચારી મોરચો
સંયુક્ત કર્મચારી મોરચાના દિગુભા જાડેજાએ આ અંગે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમારી મુખ્ય 15 માગણીઓ હતી. સરકારે તમામ પગારપંચ, ભથ્થાની બાબતો સ્વીકારી છે. જૂથ વિમા અંગે નિર્ણય કરાયો છે. જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માગણી હતી. મેડિકલ ભથ્થુ 300ના બદલે 1000 આપવામાં આવશે. CCCની મુદત વધારો કરાયો છે. હવે ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. 7માં પગાર પંચના તમામ લાભ આપવામાં આવશે. ઉચ્ચતર પગાર ધોરણ અંગે નિર્ણય કરાયો છે.
No comments:
Post a Comment